Bardoali : ના બાબેનની વસિષ્ઠ જેનેસીસ સ્કૂલ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ
બારડોલીના બાબેનમાં આવેલ વસિષ્ઠ જેનેસીસ સ્કૂલના ગુજરાતી માધ્યમમાં ધોરણ-5 થી 10ના વિદ્યાર્થીઓએ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ જમાવી હતી. ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજભાઈ પટેલ અને પ્રતિકભાઈ ઠાકોરે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ચેરમેન રમણિકભાઈ ડાવરીયા, ડાયરેકટર વિજયભાઈ ડાવરીયા તેમજ રવિભાઈ ડાવરીયા અને શાળા પરિવારે નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward