android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ...
calendar_today September 1, 2026

Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ...

ભારતીય રેલ્વેએ ગુજરાતના ભાવનગરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આશરે રૂ.125 કરોડના ખર્ચે ભાવનગર પરા (BVP) યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવનગર ટર્મિનસ (BVC) ખાતે ટ્રેનોના વધતા બોજ અને ભીડને ઓછી કરવાનો છે. ટ્રેનોના સ્ટેબલિંગ અને અન્ય ઓપરેશનલ કાર્યોને ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવાથી ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે, રેક ડિટેન્શન ઘટશે અને રેલવે વ્યવહાર વધુ સક્ષમ તથા સુચારૂ બનશે.યાર્ડમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સુધારાપ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર પરા ખાતે કામગીરીની ક્ષમતા વધારવા માટે ચાર લૂપ લાઇન, એક એન્જિન રિવર્સલ લાઇન અને ART તથા ARME સાઇડિંગનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશન તથા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) બિલ્ડિંગનું સ્થાનાંતરણ અને તેને લગતી આધુનિક ઇલેક્ટ્રિકલ તથા સિગ્નલિંગ કામગીરી હાથ ધરાશે. સ્થાનિક વાહનવ્યવહારની સુગમતા માટે બે રોડ અંડર બ્રિજ (RUB)નું નિર્માણ થશે, જેમાં એક નવા RUBનો સમાવેશ થાય છે જ્યારે એક હયાત RUBનો વિસ્તાર કરવામાં આવશે.મુસાફરો માટે સુવિધાસભર પ્લેટફોર્મ અને ફુટ ઓવર બ્રિજઆ રિમોડેલિંગથી મુસાફરોની સુવિધાઓ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. સ્ટેશન પર એક નવું હાઇ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર 2 ને પહોળું કરવામાં આવશે. મુસાફરોની સરળ અવરજવર માટે હયાત ફુટ ઓવર બ્રિજ (FOB)ના વિસ્તાર સાથે એક નવા આધુનિક FOBનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ સુધારાઓ ભાવનગર અને આસપાસના ક્ષેત્રના મુસાફરો માટે રેલવે મુસાફરીને વધુ આરામદાયક, સુરક્ષિત અને અનુકૂળ બનાવશે.આ પણ વાંચો : Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!

Read Full Story arrow_forward
Ahmedabad : અડધો બ્રિજ અધૂરો, પણ ચમકાવવાની ઉતાવળ, નરોડા પાટિયા બ્રિજમાં મનપાની કામગીરી સામે સવાલો
calendar_today September 1, 2026

Ahmedabad : અડધો બ્રિજ અધૂરો, પણ ચમકાવવાની ઉતાવળ, નરોડા પાટિયા બ્રિજમાં મનપાની કામગીરી સામે સવાલો

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં મનપાની કામગીરીનો વધુ એક વિચિત્ર નમૂનો સામે આવ્યો છે. અહીં બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી, બ્રિજનો વચ્ચેનો મહત્વનો ભાગ પણ અધૂરો છે, પરંતુ જે ભાગનું કામ પૂર્ણ થયું છે ત્યાં કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધૂરા બ્રિજને અડધો ચમકાવવાની આ કામગીરીને લઈને હવે મનપાની આયોજનશક્તિ અને ખર્ચ સામે સવાલો ઊભા થયા છે.બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ નરોડા પાટિયા વિસ્તારનો બ્રિજ હજુ નાગરિકોના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. એક તરફ બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ છે, જ્યારે બીજી તરફ પૂર્ણ થયેલા ભાગ પર કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ તેને ચમકાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.વચ્ચેનો ભાગ અધૂરો, અડધા બ્રિજ પર કલરબ્રિજનો મહત્વનો વચ્ચેનો ભાગ હજુ અધૂરો હોવાનું સામે આવ્યું છે. છતાં તૈયાર થયેલા ભાગને કલરથી ચમકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા બાદ એકસાથે ફિનિશિંગ અને કલરકામ કરવામાં આવતું હોય છે, ત્યારે અહીં પહેલા કલરકામ શરૂ કરવાનું કારણ શું તેવો સવાલ ઊભો થયો છે.ફરી કામ થશે તો કલરનો ખર્ચ કોણ ભોગવશે?સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો અધૂરા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરતી વખતે પહેલેથી કલર કરાયેલા ભાગને નુકસાન થાય તો શું ફરી કલરકામ કરવું પડશે? જો ફરી ખર્ચ કરવો પડે તો તેનો બોજો આખરે નાગરિકોના પૈસા પર જ આવશે તેવી ચર્ચા છે.વિકાસકાર્ય પૂર્ણ કરવાની જગ્યાએ દેખાવ પર ભાર?એક તરફ અમદાવાદમાં અધૂરા રોડ, બ્રિજ અને અન્ય વિકાસકાર્યોને લઈને નાગરિકો પરેશાન છે. બીજી તરફ નરોડા પાટિયા ખાતે બ્રિજ સંપૂર્ણ તૈયાર થાય તે પહેલા જ કલરકામ શરૂ થતાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? હવે સવાલ એ છે કે બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? કલરકામ પહેલાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાની જરૂર કેમ ન સમજાઈ? અને આ કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે? આ તમામ પ્રશ્નોના જવાબની નાગરિકો રાહ જોઈ રહ્યા છે.આ પણ વાંચો   :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે
calendar_today September 1, 2026

Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે

સુરત શહેરના મુખ્ય ટેક્સટાઇલ હબ ગણાતા વરાછા, પુણા-સીમાડા, સરથાણા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ પર હોટફિક્સ (નંગ અને ડાયમંડ ચોંટાડવા) નું કામ મોટા પાયે ચાલે છે. આ યુનિટ્સ મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી અને તેનાથી ઉત્પન્ન થતો નકામો કચરો જાહેર રસ્તાઓ કે ડમ્પિંગ સાઇટ પર જતો હોવાથી સ્થાનિક સ્તરે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે.સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યાતકનીકી રીતે હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવે છે. હોટફિક્સ સીટો કે સામગ્રી પાછળ ગુંદરનું ખાસ સ્તર હોવાના કારણે તેનું સામાન્ય પ્લાસ્ટિકની જેમ રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બને છે. નિયમ મુજબ આ કચરાના સુરક્ષિત નિકાલની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની રહે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા વિકટ બની હતી.સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણઆ સમસ્યાના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે SMC દ્વારા પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાને અલગથી એકત્રિત કરવા માટે ખાસ પ્લોટ ફાળવવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે.SMC અધિકારીઓ સાથે હાઇલેવલ વર્ચ્યુઅલ બેઠકઆ ગૃહઉદ્યોગ સાથે હજારો નાના વેપારીઓ અને ગરીબ કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે, તેથી કોઈ કડક પગલાંથી તેમની રોજીરોટી છીનવાય નહીં તેનું ખાસ ધ્યાન રખાશે. બેઠક બાદ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ છે, બંને વચ્ચે સંતુલન જાળવીને ઉકેલ લાવવામાં આવશે.” SMC દ્વારા ટૂંક સમયમાં હોટફિક્સ કચરાના યોગ્ય કલેક્શન અને વૈજ્ઞાનિક નિકાલ માટેની નીતિ ઘડીને અમલમાં મૂકવામાં આવશે, જેથી રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે.આ પણ વાંચો: Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward