android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગટરમાં ખાબકેલી પ્રજ્ઞાચક્ષુ બાળકી 9 દિવસથી લાપતા, નિષ્ફળ તંત્રએ ઢાંકણું ઢાંકીને સંતોષ માન્યો
calendar_today October 20, 2026

Ahmedabad News: ગટરમાં ખાબકેલી પ્રજ્ઞાચક્ષુ બાળકી 9 દિવસથી લાપતા, નિષ્ફળ તંત્રએ ઢાંકણું ઢાંકીને સંતોષ માન્યો

અમદાવાદમાં 10 ઓક્ટોબરને શનિવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે નારોલ-વિશાલા નેશનલ હાઈવે ઉપર પીપળજ-પીરાણા રોડ પાસે ખુલ્લી એક ગટરમાં પ્રજ્ઞાચક્ષુ મનીષા નામની નવ વર્ષની દીકરી અજાણતાં પડી જાય છે.આ ઘટનાના નવ દિવસ પછી 19 ઓક્ટોબરે જે ગટરમાં મનીષા પડી હતી તે ગટર ઉપર ઢાંકણું મૂકી દઈ આજુબાજુ માટી પાથરી દેવામાં આવે છે.દરેક ઘટનામાં સ્થળ ઉપર દોડી જતા શહેરના મેયર હિતેશ બારોટ સહિતના અમુકરોના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પહેલા દિવસે પબ્લિસિટી લેવા ઘટનાસ્થળે પહોંચ્યા પછી ક્યારેય કામગીરી જોવા માટે પણ પહોંચ્યા નહોતા એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.ઢાંકણું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુકાયું હશેપહેલા દિવસની જેમ ફરી એક વખત ખુલ્લી ગટર ઉપર ઢાંકણું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુકાયું હશે.એવો જવાબ ઉત્તર ઝોનના એડિશનલ સિટી ઈજનેર હિમાંશુ મહેતા દ્વારા આપવામાં આવે છે. આઘાતજનક બાબત એ છે કે,એડિશનલ સિટી ઈજનેર, ડ્રેનેજ પ્રોજેક્ટ વોટર અને ડ્રેનેજ જેવા મહત્વના બે પ્રોજેક્ટની કામગીરી સંભાળતા વિજય પટેલને તો ગટર ઉપર ઢાંકણું મૂકી દેવાયું તે પણ ખબર નથી. તેમણે કહ્યું, ‘હું તમને પૂછીને કહું.’ પછી તેમણે સંપર્ક જ ના કર્યો. અધિકારીઓ આટલા લાગણીહીન કઈ રીતે બની શકે છેઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ કહ્યું,ફાયરના જવાનો નદીમાં આવેલા આઉટલેટ આસપાસ દીકરીની શોધ કરી રહ્યા છે.આનાથી વધુ બેદરકારી બીજી કઈ હોઈ શકે?દર મહિને મોટા પગાર મેળવવા ઉપરાંત એરકન્ડિશન્ડ કાર અને ઓફિસમાં બેસી ફરજ બજાવતા અમ્યુકોના ક્લાસ વન અધિકારીઓને,નવ દિવસ પહેલાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલી પ્રજ્ઞાચક્ષુ નવ વર્ષની દીકરીને શોધવાની કામગીરી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેમના દ્વારા અપાયેલા જવાબો પરથી એમ લાગે કે, આ અધિકારીઓ આટલા લાગણીહીન કઈ રીતે બની શકે છે ? નેશનલ હાઈવે ઓથોરિટી પર જવાબદારી થોપી દઈ આ તમામ અધિકારીઓ કઈ રીતે શાંતિથી ઊંઘી શકે છે?ઘટનાસ્થળની ગટર પૂરી દેવાતાં અનેક શંકા કુશંકાઓબાળકી હજુ સુધી મળી નથી ત્યાં જ ઘટનાસ્થળ પર આવેલી ખુલ્લી અને ઊંડી ગટરને તંત્ર દ્વારા માટી પૂરીને બંધ કરી દેવામાં આવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. બાળકીની શોધખોળ હજુ ચાલુ છે કે પછી તંત્રએ શોધખોળ બંધ કરીને હાથ ઊંચા કરી લીધા છે, તે અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર પૂરવાનો નિર્ણય કોણે અને કયા આધારે લીધો તે અંગે પણ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે, જેનાથી તંત્રની દાનત અને ભૂમિકા સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.જવાબદાર અધિકારીઓ સામે આકરાં પગલાં ક્યારે?નારોલ-પીરાણા રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ લાઈન રાખવા બદલ અને આવી જીવલેણ બેદરકારી દાખવવા બદલ જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે મોટો પ્રશ્ન બની ગયો છે. 9 દિવસ વીતી જવા છતાં બાળકીનો પત્તો ન મળવા પાછળ તંત્રની ઘોર બેદરકારી છે કે પછી વહીવટી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા, તેની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. સ્થાનિક રહીશો અને પીડિત પરિવારે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવાની અને બાળકીની શોધખોળ ઝડપી બનાવવાની આકરી માગ કરી છે.કોર્પોરેશનના અધિકારીઓએ શું જવાબો આપ્યાગટર ઉપર ઢાંકણું નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુકાયું હશે.કદાચ નેશનલ હાઈવે ઓથોરિટી અને ફાયરનો સ્ટાફ એકબીજાના સંકલનમાં હશે તેથી તેમણે ખબર હશે:હિમાંશુ મહેતા એડિશનલ સિટી ઈજનેર ઉત્તર ઝોનફાયરના જવાનો સાબરમતી નદીમાં જ્યાં ડ્રેનેજના આઉટલેટ ખુલે છે તેવી તમામ સંભવિત જગ્યાઓમાં પેટ્રોલિંગ કરી અને કિનારા ઉપર વાંસી દ્વારા દેખરેખ રાખી શોધખોળ કરે છે:જયેશ ખડિયા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરખુલ્લી ગટર ઉપર ઢાંકણું મૂકી દેવાયું? એ અંગે મારે હિમાંશુ મહેતાને પૂછવું પડશે: વિજય પટેલ સિટી ઈજનેરનેશનલ હાઈવે ઓથોરિટી જ ગટરના ઢાંકણાં મૂકે અને ખોલે : હર્ષાબેન પટેલ એડિશનલ સિટી ઈજનેર ડ્રેનેજ પ્રોજેક્ટપ્રશ્ન : પીપળજ રોડ ઉપર ખુલ્લી ગટરમાં દીકરી પડી ગઈ હતી, તે ગટરનું ઢાંકણું ફરીથી મૂકી દેવાયું?જવાબ : આપણી આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટીને ડેવલપ કરવા આપી દીધો છે. એટલે ગટરના ઢાંકણાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી મૂકે અને ખોલે પણ નેશનલ હાઈવે ઓથોરિટી.પ્રશ્ન : પરંતુ અમ્યુકોની સુપરવિઝન કરવાની કોઈ જવાબદારી બને કે કેમ?જવાબ : ના ના બધું નેશનલ હાઈવે ઓથોરિટીને જ જોવાનું

Read Full Story arrow_forward
Morbi: શેરબજારમાં જંગી કમાણીની લાલચે વેપારીના ₹84.80 લાખ સ્વાહા! ‘Galad Arab’ એપથી સર્જાયો ઠગાઈનો ખેલ
calendar_today October 20, 2026

Morbi: શેરબજારમાં જંગી કમાણીની લાલચે વેપારીના ₹84.80 લાખ સ્વાહા! ‘Galad Arab’ એપથી સર્જાયો ઠગાઈનો ખેલ

ઔદ્યોગિક પાટનગર મોરબીમાં શેરબજાર અને આઈપીઓમાં રોકાણના નામે મસમોટા વળતરની લાલચ આપી નાગરિકોની જીવનભરની મૂડી સાફ કરી નાખતી સાયબર ગેંગ સક્રિય બની છે. મોરબીમાં જંતુનાશક દવાનો વ્યવસાય કરતા સ્થાનિક વેપારી વિજ્ઞેશ પરમારને શેરબજારના ટ્રેડિંગમાં રોકાણ કરાવી અધધ નફો કમાઈ આપવાની લાલચ આપીને અજાણ્યા સાયબર ગઠિયાઓએ રૂપિયા 84.80 લાખની તોતિંગ રકમની છેતરપિંડી આચરી હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે. સાયબર ઠગોએ વેપારીને ભરોસામાં લેવા માટે બનાવટી એપ્લિકેશનનો ઉપયોગ કરી આખું ષડયંત્ર પાર પાડ્યું હતું.‘Vip 2 investment alliance training group A’ દ્વારા બિછાવી જાળસાયબર ઠગોએ વેપારી વિજ્ઞેશ પરમારના મોબાઈલ નંબરને ‘Vip 2 investment alliance training group A’ નામના વોટ્સએપ ગ્રૂપમાં સામેથી એડ કર્યો હતો.આ ગ્રૂપમાં અગાઉથી સંડોવાયેલા એડમિન અને બોગસ સભ્યો દ્વારા શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાઈ લીધાના ફેક સ્ક્રીનશોટ્સ અને મેસેજ સતત મોકલવામાં આવતા હતા.વેપારીને વિશ્વાસમાં લઈ બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓના શેરમાં પ્રાઇવેટ એલોટમેન્ટ અને બ્લોક ડીલ થકી ખૂબ જ ટૂંકા ગાળામાં જંગી રિટર્ન મળવાની લાલચ આપવામાં આવી હતી.‘Galad Arab’ એપ ડાઉનલોડ કરાવી આભાસી નફો દેખાડ્યોવેપારીને શંકા ન જાય તે માટે આરોપીઓએ હાઇટેક સ્કેમ રચી નાણાં પડાવ્યા. ઠગોએ વેપારીના ફોનમાં ‘Galad Arab’ નામની એક થર્ડ-પાર્ટી અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.વેપારી દ્વારા રોકાણ પેટે મોકલવામાં આવતા નાણાં આ એપ્લિકેશનના વોલેટમાં જમા દેખાતા હતા અને સાથે સાથે શેરના ભાવ વધતાં નફો પણ સ્ક્રીન પર લાખો રૂપિયામાં દર્શાવવામાં આવતો હતો.જ્યારે વેપારીએ પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવા (વિથડ્રો કરવા) નો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ ટેક્સ, સર્વિસ ચાર્જ અને કમિશનના બહાના હેઠળ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી.આખરે નફો કે મૂળ રકમ કશું જ પરત ન મળતાં વેપારીને ભાન થયું કે એપમાં દેખાતી બેલેન્સ માત્ર ડિજિટલ છેતરપિંડી હતી અને પોતે ₹84,80,000ગુમાવી ચૂક્યા છે.મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો દાખલપોતાની સાથે થયેલી વિશાળ ઠગાઈનો અહેસાસ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનાર વેપારી વિજ્ઞેશ પરમારની ફરિયાદના આધારે બે વોટ્સએપ મોબાઈલ નંબર તેમજ તપાસ દરમિયાન આ કૌભાંડમાં જેમના પણ નામ કે ભૂમિકા ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.સાયબર ટીમો દ્વારા જે જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા તે તમામ એકાઉન્ટ્સની વિગતો મેળવીને રકમ ફ્રીઝ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.‘Galad Arab’ એપ સાથે સંકળાયેલા આઈપી એડ્રેસ અને સર્વર લોકેશન મેળવી આંતરરાજ્ય સાયબર નેટવર્ક સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરાયા છે.આ પણ વાંચો: Rajkot: શહેરમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાનો વિસ્ફોટ, સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો

Read Full Story arrow_forward
Maharashtra : નાગપુરમાં વિજયાદશમી પર સંઘનો ભવ્ય કાર્યક્રમ, વર્ચસ્વની લડાઇથી વિનાશ થઇ રહ્યો છે: ભાગવત
calendar_today October 20, 2026

Maharashtra : નાગપુરમાં વિજયાદશમી પર સંઘનો ભવ્ય કાર્યક્રમ, વર્ચસ્વની લડાઇથી વિનાશ થઇ રહ્યો છે: ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં શસ્ત્રપૂજન કર્યું હતું. સંઘમાં દશેરાના અવસરે શસ્ત્રપૂજન કરવાની પરંપરા રહી છે. આ જ પરંપરા અનુસાર આજે નાગપુરમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.દશેરાના પવિત્ર અવસરે RSS દેશભરમાં પથસંચલનના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. આ પરંપરા સંઘની મજબૂતી અને સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. સંઘની સ્થાપનાના સમયથી જ આ પરંપરા ચાલી આવે છે. =શસ્ત્રપૂજન પહેલાં મોહન ભાગવતે સ્મૃતિ મંદિર ખાતે સંઘના સ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે વર્ષ 1925માં દશેરાના દિવસે જ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ડૉ. કેશવ બળિરામ હેડગેવારે સંઘની સ્થાપના કરી હતી. દશેરાના અવસરે RSS દેશભરમાં પથસંચલનના કાર્યક્રમો યોજે છે, જે સંઘની સ્થાપનાથી ચાલી આવતી પરંપરાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.ભારતને એકજૂથ કરવા અને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો RSSના વિજયાદશમી ઉત્સવ દરમિયાન સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, “સંઘ છેલ્લા 100 વર્ષથી જે કાર્ય કરી રહ્યો છે, તે ‘સ્વ’ની ભાવનાને જાગૃત કરવાનું કાર્ય છે. આ ‘સ્વ’ના મૂલ્યોના આધારે ભારતને એકજૂથ કરવા અને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.‘સ્વબોધ’ની ભાવના બંધારણની પ્રસ્તાવનામાં પણ પ્રતિબિંબિત થાય‘સ્વબોધ’ની ભાવના બંધારણની પ્રસ્તાવનામાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘અમે, ભારતના લોકો’. આ ‘અમે’ અને ‘સ્વ’ની ભાવના આપણું ભાવનાત્મક જોડાણ છે. આ જ ભાવનાના કારણે આટલા વૈવિધ્યસભર દેશ હોવા છતાં પ્રાચીન કાળથી ભારત એક દેશ, એક સમાજ અને એક રાષ્ટ્ર રહ્યું છે.આપણે વિભાજિત થયા અને નબળા પડ્યાજ્યારે આપણે આ ભાવનાને ભૂલી ગયા, ત્યારે આપણુ પતન થયુ. આપણે વિભાજિત થયા અને નબળા પડ્યા. આપણી સ્થિતિ એટલી કથળી ગઈ કે આપણે સેંકડો વર્ષો સુધી ગુલામી સહન કરવી પડી.”

Read Full Story arrow_forward