android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi : દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, સરકાર હવે ફ્રીમાં લગાવશે સોલાર પેનલ
calendar_today September 1, 2026

Delhi : દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, સરકાર હવે ફ્રીમાં લગાવશે સોલાર પેનલ

દિલ્હી સરકારે વીજળી અને સોલાર એનર્જીને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે જણાવ્યું કે કેબિનેટે દિલ્હી સોલાર પોલિસી 2023માં મોટા ફેરફારને મંજૂરી આપી છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની સાથે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.લાભાર્થીઓએ શરૂઆતમાં કોઈ ફી ચૂકવવાની રહેશે નહીંનવી દિલ્હી સોલાર એનર્જી સ્કીમ હેઠળ 400 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકોના ઘરમાં 3 કિલોવોટ સુધીની ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. આ માટે લાભાર્થીઓએ શરૂઆતમાં કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. સરકાર માર્ચ 2027 સુધીમાં બે લાખથી વધુ ઘરોને સોલાર યોજના સાથે જોડવા અને દિલ્હીમાં 500 મેગાવોટ સોલાર ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે.મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે દિલ્હીને 'ગ્રીન દિલ્હી' તરફ લઈ જવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો પ્રયાસ છે કે દિલ્હીની વધુમાં વધુ છતો પર સોલાર પેનલ લગાવવામાં આવે. તેમણે કહ્યું કે કેન્દ્રની ‘PM સૂર્ય ઘર: મુફ્ત વીજળી યોજના’ દેશભરમાં સારું કામ કરી રહી છે, પરંતુ દિલ્હીમાં તેની ગતિ અપેક્ષા મુજબ રહી નહોતી. તેથી સ્થાનિક સ્તરની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે.નેટ મીટરિંગ પ્રક્રિયાનો સમય 25 દિવસ કરાયોદિલ્હી સરકાર દ્વારા હાલની વીજળી સબસિડી પણ ચાલુ રાખવામાં આવશે. સાથે જ રૂફટોપ સોલાર માટેની નેટ મીટરિંગ પ્રક્રિયાનો સમય 75 દિવસથી ઘટાડીને માત્ર 25 દિવસ કરવામાં આવ્યો છે. સોલાર પેનલથી વધારાની ઉત્પન્ન થતી વીજળી વીજ કંપનીઓને આપવામાં આવશે અને તેના બદલામાં ગ્રાહકોને ચૂકવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ સરકારનો ઉદ્દેશ્ય ઘરોને માત્ર વીજળીના ગ્રાહક નહીં પરંતુ વીજળીના ઉત્પાદક બનાવવાનો છે. સરકારના આ પગલાથી લોકો પોતાની જરૂરિયાતની વીજળી ઉત્પન્ન કરી શકશે અને વધારાની વીજળી ગ્રીડમાં આપી શકશે.દિલ્હીમાં અત્યાર સુધીમાં 10,073 સોલાર ઈન્સ્ટોલેશન થયા છે, જેમાં સરકારી ઈમારતોનો હિસ્સો વધુ છે. પૂરતી રૂફટોપ જગ્યા ન ધરાવતા ઘરો માટે પણ સરકાર વૈકલ્પિક ઉકેલ શોધી રહી છે. ઊર્જા મંત્રી આશિષ સૂદે જણાવ્યું કે આ સુધારો સસ્તી વીજળી અને સ્વચ્છ ઊર્જા તરફ દિલ્હીના પરિવર્તનને ઝડપી બનાવવાના હેતુથી કરવામાં આવ્યો છે.આ પણ વાંચો : Death Threat: 'કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમને મારી નાખશે', Chirag Paswanને જાનથી મારી નાખવાની ધમકી મળી

Read Full Story arrow_forward
Uttar Pradesh Floods: વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીઓ બન્ને કાંઠે છલકાઇ, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
calendar_today September 1, 2026

Uttar Pradesh Floods: વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીઓ બન્ને કાંઠે છલકાઇ, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વારાણસીમાં ગંગા ચેતવણી સ્તરથી ઉપર છે, અને પ્રયાગરાજમાં પણ આવી જ સ્થિતિ છે.સતત વરસાદથી સ્થિતિ વણસી ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ અને નદીના સ્તરમાં વધારાને કારણે ઘણા જિલ્લાઓમાં મુશ્કેલીઓ વધી છે. રાજ્યના લગભગ 19 જિલ્લાઓ પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. આમાં લખીમપુર ખીરી, ચિત્રકૂટ, પીલીભીત, કુશીનગર, બલરામપુર, શ્રાવસ્તી, ગોંડા, સીતાપુર, હરદોઈ, અયોધ્યા, બહરાઈચ, ગોરખપુર, બદાયૂં, દેવરિયા, ઉન્નાવ, ફર્રુખાબાદ, બરેલી, બારાબંકી અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. દરમિયાન, ગાઝીપુર અને વારાણસીમાં પણ નદીના સ્તરમાં વધારો થવાને કારણે અધિકારીઓ હાઇ એલર્ટ પર છે. નદીઓના સ્તર ખતરાના નિશાનને પાર ગત બે દિવસથી પ્રયાગરાજમાં ગંગા અને યમુના, તેમની સહાયક નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. વિવિધ બેરેજ અને બંધોમાંથી પાણી છોડવાને કારણે ટોન્સ નદીમાં પણ તીવ્ર વધારો થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ટોન્સ અને બેલન નદીઓના પૂરના મેદાનોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર સતત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. ગંગા અને યમુનાના પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે, પરંતુ હાલમાં કોઈ વસ્તીને અસર થઈ નથી.  ગાઝીપુરમાં પૂરના પાણીએ મુશ્કેલી વધારી ગાઝીપુરના ઝમાનિયા વિસ્તારમાં ગંગાના વધતા પાણીને કારણે, અંદાજે 2 હજાર ઘેટાં અને તેમના પશુપાલકો પૂરના પાણીમાં ફસાયા હતા. વ્યથિત ઘેટાં પાલકોએ રાત્રે પોલીસની મદદ માંગી હતી. પોલીસ અને વહીવટીતંત્ર સક્રિય થયું. પોલીસ અધિક્ષક ડૉ. ઇરાજ રાજાએ ફસાયેલા લોકો અને ઘેટાંને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો. ત્યારબાદ NDRF, SDRF, ખલાસીઓ અને ડાઇવર્સની ચાર ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.   ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા શ્રાવસ્તીના રહેવાસીઓ માટે સતત વરસાદ મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ગિલૌલા શહેરમાં, અપૂરતી ડ્રેનેજ સિસ્ટમને કારણે, જૂની મસ્જિદ પાછળ રહેતા રહેવાસીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયું. વરસાદી પાણી પહેલા શેરીઓમાં જમા થયું અને પછી આસપાસના ઘરોમાં પહોંચી ગયું. થોડીવારમાં, એક ડઝનથી વધુ ઘરો ડૂબી ગયા. ઘણા ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયાના અહેવાલ છે. પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને પાણીનો ઝડપથી નિકાલ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવાની માંગ કરી છે. પીલીભીતમાં નદીનું સ્તર વધ્યુંપીલીભીતમાં સતત વરસાદ વચ્ચે, શારદા નદીનું પાણીનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું છે. પરિગાંવ નજીક નદી ભયના નિશાનની નજીક પહોંચી ગઈ છે. બનબાસા બેરેજમાંથી શારદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાથી નદી કિનારાના વિસ્તારો માટે જોખમ વધ્યું હોવાના અહેવાલ છે. આને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે ચેતવણી જારી કરી છે. નદી કિનારા અને પુરણપુર તહસીલ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.વારાણસીમાં ગંગા ક્રોસ વોર્નિંગ પોઇન્ટવારાણસીમાં વરસાદ અને પૂરના કારણે લોકોની તકલીફ વધી ગઈ છે. ગંગાનું પાણીનું સ્તર ચેતવણી બિંદુને વટાવી ગયું છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં પાણીનું સ્તર 70.27 મીટર નોંધાયું હતું. અવિરત વરસાદ વચ્ચે, વરુણા નદીના કિનારાના 12 વિસ્તારોમાં પૂરના પાણી પહોંચી ગયા છે. 150 થી વધુ પરિવારોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. ઘણા અસરગ્રસ્ત પરિવારો પરિચિતોના ઘરોમાં અથવા ભાડાના રહેઠાણમાં રહી રહ્યા છે. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું ચાલુ રાખી રહ્યું છે. આ પણ વાંચોઃ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાને PM Modi અને Shehbaz Sharif સાથે કરી બેઠક

Read Full Story arrow_forward
Lucknow Rain News: બે કલાકના વરસાદમાં જ લખનૌ થયુ જળમગ્ન, સ્થાનિકોને ભારે હાલાકી
calendar_today September 1, 2026

Lucknow Rain News: બે કલાકના વરસાદમાં જ લખનૌ થયુ જળમગ્ન, સ્થાનિકોને ભારે હાલાકી

રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરોમાં ભરાયા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મંગળવારે લગભગ બે કલાક પડેલા મુશળધાર વરસાદે શહેરના અપૂરતા માળખાને ઉજાગર કર્યું છે. ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે, જ્યારે કેટલીક જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા. પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પર ભારે અસર પડી અને અનેક રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો.  ગટર ઓવરફ્લો થતા ગંદકીનું સામ્રાજ્ય ભારે વરસાદના થોડા સમય પછી, ફૈઝુલ્લાહગંજના અઝીઝ નગર વિસ્તારમાં એક વરસાદી ગટર ઓવરફ્લો થઈ ગઈ. ગટરનું ગંદુ પાણી નજીકના ઘરોમાં ઘૂસી ગયું. સ્થાનિકોનો આરોપ છે કે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમના અભાવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે, તેમને દર વખતે વરસાદ પડે ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રહેવાસીઓએ માંગ કરી છે કે વહીવટીતંત્ર ડ્રેનેજ સાફ કરે અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરે છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ભારે વરસાદ દરમિયાન દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. કાળા વાદળો અને જોરથી ગાજવીજથી લોકો ગભરાઈ ગયા. ઓછી દૃશ્યતાને કારણે, વાહનચાલકોને હેડલાઇટ અને ડિપર ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું. શહીદ પથ, કામતા તિરાહા, પોલિટેકનિક અને બુધેશ્વર સ્ક્વેર સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ચિન્હટમાં રોલેક્સ એપાર્ટમેન્ટની સામે ગટરના મેનહોલ પાસે લગભગ 8 ફૂટ રસ્તો ખાડામાં પડ્યો, જેના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું. દરમિયાન, ચિન્હટ સહિત અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહી. સતત ધોધમાર વરસાદને કારણે લોકોને ઘર છોડવું પણ મુશ્કેલ બન્યું હતુ. 5 સપ્ટેમ્બર સુધી વરસાદની ચેતવણીમંગળવારે શહેરના અનેક ભાગોમાં અલગ અલગ સમયે ભારે વરસાદ પડ્યો. મલીહાબાદમાં સવારે વરસાદ પડ્યો, ત્યારબાદ જાનકીપુરમ એક્સટેન્શન અને હઝરતગંજમાં પણ વરસાદ પડ્યો. બપોરે ગોમતીનગર, ચિન્હટ અને મોહનલાલગંજમાં પણ ભારે વરસાદ નોંધાયો. હવામાન વિભાગે લખનૌ સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 5 સપ્ટેમ્બર સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. માહિતી અનુસાર, 1 સપ્ટેમ્બર સુધીમાં લખનૌમાં સરેરાશ 523.9મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધીમાં 525.5 મીમી વરસાદ નોંધાયો છે. આ પણ વાંચોઃ  વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીઓ બન્ને કાંઠે છલકાઇ, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Read Full Story arrow_forward