android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : વિશ્વામિત્રીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળતાં ખળભળાટ, નદી શુદ્ધિકરણના દાવા સામે ગંભીર સવાલ
calendar_today September 1, 2026

Vadodara : વિશ્વામિત્રીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળતાં ખળભળાટ, નદી શુદ્ધિકરણના દાવા સામે ગંભીર સવાલ

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. વેમાલી સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં મૃત મગર જોવા મળતાં ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.મૃત મગરના દેહને નદીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યોમાહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત મગરના દેહને નદીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. નદીમાં મગરના મોતની ઘટનાએ વિશ્વામિત્રીની સ્થિતિને લઈને ફરી એકવાર અનેક સવાલો ઊભા કર્યા છે.5 ફૂટનો મગર મૃત હાલતમાં મળ્યોવેમાલી સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં અંદાજે 5 ફૂટનો મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. નદીમાં મગર મૃત મળતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વિશ્વામિત્રી નદી મગરોની હાજરી માટે જાણીતી છે. ત્યારે નદીમાં મગરનું મોત થતાં આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યોઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃત મગરના દેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. મગરના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મૃત મગરની તપાસ બાદ તેના મોત પાછળનું કારણ જાણી શકાય તેવી શક્યતા છે.વિશ્વામિત્રી શુદ્ધિકરણના દાવા સામે સવાલવિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને સંરક્ષણને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ અને દાવા કરવામાં આવતા રહ્યા છે. જોકે નદીમાં મગર મૃત હાલતમાં મળતાં વિશ્વામિત્રીની વર્તમાન સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા નદીની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મગરના મોત પાછળ નદીનું પ્રદૂષણ, અન્ય પરિસ્થિતિ કે કોઈ બીજું કારણ જવાબદાર છે કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.નદીની દયનીય સ્થિતિ ફરી ચર્ચામાંવિશ્વામિત્રીની સ્થિતિને લઈને અગાઉ પણ અનેક વખત પ્રશ્નો ઊઠતા રહ્યા છે. હવે નદીમાં મગર મૃત હાલતમાં મળવાની ઘટનાએ ફરી એકવાર નદીના પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિના સંરક્ષણનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. હવે મગરના મોતનું સાચું કારણ શું છે અને મૃત મગર અંગે આગળ શું તપાસ કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Delhi : દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, સરકાર હવે ફ્રીમાં લગાવશે સોલાર પેનલ
calendar_today September 1, 2026

Delhi : દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર, સરકાર હવે ફ્રીમાં લગાવશે સોલાર પેનલ

દિલ્હી સરકારે વીજળી અને સોલાર એનર્જીને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે જણાવ્યું કે કેબિનેટે દિલ્હી સોલાર પોલિસી 2023માં મોટા ફેરફારને મંજૂરી આપી છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની સાથે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.લાભાર્થીઓએ શરૂઆતમાં કોઈ ફી ચૂકવવાની રહેશે નહીંનવી દિલ્હી સોલાર એનર્જી સ્કીમ હેઠળ 400 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકોના ઘરમાં 3 કિલોવોટ સુધીની ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. આ માટે લાભાર્થીઓએ શરૂઆતમાં કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. સરકાર માર્ચ 2027 સુધીમાં બે લાખથી વધુ ઘરોને સોલાર યોજના સાથે જોડવા અને દિલ્હીમાં 500 મેગાવોટ સોલાર ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે.મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે દિલ્હીને 'ગ્રીન દિલ્હી' તરફ લઈ જવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો પ્રયાસ છે કે દિલ્હીની વધુમાં વધુ છતો પર સોલાર પેનલ લગાવવામાં આવે. તેમણે કહ્યું કે કેન્દ્રની ‘PM સૂર્ય ઘર: મુફ્ત વીજળી યોજના’ દેશભરમાં સારું કામ કરી રહી છે, પરંતુ દિલ્હીમાં તેની ગતિ અપેક્ષા મુજબ રહી નહોતી. તેથી સ્થાનિક સ્તરની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે.નેટ મીટરિંગ પ્રક્રિયાનો સમય 25 દિવસ કરાયોદિલ્હી સરકાર દ્વારા હાલની વીજળી સબસિડી પણ ચાલુ રાખવામાં આવશે. સાથે જ રૂફટોપ સોલાર માટેની નેટ મીટરિંગ પ્રક્રિયાનો સમય 75 દિવસથી ઘટાડીને માત્ર 25 દિવસ કરવામાં આવ્યો છે. સોલાર પેનલથી વધારાની ઉત્પન્ન થતી વીજળી વીજ કંપનીઓને આપવામાં આવશે અને તેના બદલામાં ગ્રાહકોને ચૂકવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ સરકારનો ઉદ્દેશ્ય ઘરોને માત્ર વીજળીના ગ્રાહક નહીં પરંતુ વીજળીના ઉત્પાદક બનાવવાનો છે. સરકારના આ પગલાથી લોકો પોતાની જરૂરિયાતની વીજળી ઉત્પન્ન કરી શકશે અને વધારાની વીજળી ગ્રીડમાં આપી શકશે.દિલ્હીમાં અત્યાર સુધીમાં 10,073 સોલાર ઈન્સ્ટોલેશન થયા છે, જેમાં સરકારી ઈમારતોનો હિસ્સો વધુ છે. પૂરતી રૂફટોપ જગ્યા ન ધરાવતા ઘરો માટે પણ સરકાર વૈકલ્પિક ઉકેલ શોધી રહી છે. ઊર્જા મંત્રી આશિષ સૂદે જણાવ્યું કે આ સુધારો સસ્તી વીજળી અને સ્વચ્છ ઊર્જા તરફ દિલ્હીના પરિવર્તનને ઝડપી બનાવવાના હેતુથી કરવામાં આવ્યો છે.આ પણ વાંચો : Death Threat: 'કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમને મારી નાખશે', Chirag Paswanને જાનથી મારી નાખવાની ધમકી મળી

Read Full Story arrow_forward
Uttar Pradesh Floods: વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીઓ બન્ને કાંઠે છલકાઇ, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
calendar_today September 1, 2026

Uttar Pradesh Floods: વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા-યમુના નદીઓ બન્ને કાંઠે છલકાઇ, સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વારાણસીમાં ગંગા ચેતવણી સ્તરથી ઉપર છે, અને પ્રયાગરાજમાં પણ આવી જ સ્થિતિ છે.સતત વરસાદથી સ્થિતિ વણસી ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ અને નદીના સ્તરમાં વધારાને કારણે ઘણા જિલ્લાઓમાં મુશ્કેલીઓ વધી છે. રાજ્યના લગભગ 19 જિલ્લાઓ પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. આમાં લખીમપુર ખીરી, ચિત્રકૂટ, પીલીભીત, કુશીનગર, બલરામપુર, શ્રાવસ્તી, ગોંડા, સીતાપુર, હરદોઈ, અયોધ્યા, બહરાઈચ, ગોરખપુર, બદાયૂં, દેવરિયા, ઉન્નાવ, ફર્રુખાબાદ, બરેલી, બારાબંકી અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. દરમિયાન, ગાઝીપુર અને વારાણસીમાં પણ નદીના સ્તરમાં વધારો થવાને કારણે અધિકારીઓ હાઇ એલર્ટ પર છે. નદીઓના સ્તર ખતરાના નિશાનને પાર ગત બે દિવસથી પ્રયાગરાજમાં ગંગા અને યમુના, તેમની સહાયક નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. વિવિધ બેરેજ અને બંધોમાંથી પાણી છોડવાને કારણે ટોન્સ નદીમાં પણ તીવ્ર વધારો થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ટોન્સ અને બેલન નદીઓના પૂરના મેદાનોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર સતત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. ગંગા અને યમુનાના પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે, પરંતુ હાલમાં કોઈ વસ્તીને અસર થઈ નથી.  ગાઝીપુરમાં પૂરના પાણીએ મુશ્કેલી વધારી ગાઝીપુરના ઝમાનિયા વિસ્તારમાં ગંગાના વધતા પાણીને કારણે, અંદાજે 2 હજાર ઘેટાં અને તેમના પશુપાલકો પૂરના પાણીમાં ફસાયા હતા. વ્યથિત ઘેટાં પાલકોએ રાત્રે પોલીસની મદદ માંગી હતી. પોલીસ અને વહીવટીતંત્ર સક્રિય થયું. પોલીસ અધિક્ષક ડૉ. ઇરાજ રાજાએ ફસાયેલા લોકો અને ઘેટાંને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો. ત્યારબાદ NDRF, SDRF, ખલાસીઓ અને ડાઇવર્સની ચાર ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.   ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા શ્રાવસ્તીના રહેવાસીઓ માટે સતત વરસાદ મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ગિલૌલા શહેરમાં, અપૂરતી ડ્રેનેજ સિસ્ટમને કારણે, જૂની મસ્જિદ પાછળ રહેતા રહેવાસીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયું. વરસાદી પાણી પહેલા શેરીઓમાં જમા થયું અને પછી આસપાસના ઘરોમાં પહોંચી ગયું. થોડીવારમાં, એક ડઝનથી વધુ ઘરો ડૂબી ગયા. ઘણા ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયાના અહેવાલ છે. પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને પાણીનો ઝડપથી નિકાલ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવાની માંગ કરી છે. પીલીભીતમાં નદીનું સ્તર વધ્યુંપીલીભીતમાં સતત વરસાદ વચ્ચે, શારદા નદીનું પાણીનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું છે. પરિગાંવ નજીક નદી ભયના નિશાનની નજીક પહોંચી ગઈ છે. બનબાસા બેરેજમાંથી શારદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાથી નદી કિનારાના વિસ્તારો માટે જોખમ વધ્યું હોવાના અહેવાલ છે. આને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે ચેતવણી જારી કરી છે. નદી કિનારા અને પુરણપુર તહસીલ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.વારાણસીમાં ગંગા ક્રોસ વોર્નિંગ પોઇન્ટવારાણસીમાં વરસાદ અને પૂરના કારણે લોકોની તકલીફ વધી ગઈ છે. ગંગાનું પાણીનું સ્તર ચેતવણી બિંદુને વટાવી ગયું છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં પાણીનું સ્તર 70.27 મીટર નોંધાયું હતું. અવિરત વરસાદ વચ્ચે, વરુણા નદીના કિનારાના 12 વિસ્તારોમાં પૂરના પાણી પહોંચી ગયા છે. 150 થી વધુ પરિવારોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. ઘણા અસરગ્રસ્ત પરિવારો પરિચિતોના ઘરોમાં અથવા ભાડાના રહેઠાણમાં રહી રહ્યા છે. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું ચાલુ રાખી રહ્યું છે. આ પણ વાંચોઃ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાને PM Modi અને Shehbaz Sharif સાથે કરી બેઠક

Read Full Story arrow_forward