android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કેન્દ્રીય એવિએશન મંત્રી રામ મોહન નાયડુ અને CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘હબ એન્ડ સ્પોક’ મોડલની શરૂઆત
calendar_today September 1, 2026

Ahmedabad: કેન્દ્રીય એવિએશન મંત્રી રામ મોહન નાયડુ અને CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘હબ એન્ડ સ્પોક’ મોડલની શરૂઆત

ગુજરાતને દેશ અને દુનિયાનું મુખ્ય એવિએશન હબ બનાવવાના દિશામાં એક મોટું કદમ ઉઠાવાયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 'હબ એન્ડ સ્પોક' ઓપરેશન્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મોડલ હેઠળ અમદાવાદ એરપોર્ટને સેન્ટ્રલ 'હબ' બનાવીને રાજ્યના અને દેશના નાના-મોટા 'સ્પોક' (શહેરો) ને ફ્લાઇટ્સના નેટવર્કથી સાંકળવામાં આવશે.અમદાવાદ બનશે દેશનું મુખ્ય એવિએશન હબઆ નવી વ્યવસ્થાથી મુસાફરોને નાના શહેરોમાંથી મુખ્ય શહેરો કે વિદેશ જવા માટે ઝડપી અને સીધી કનેક્ટિવિટી મળશે. આ પહેલથી રાજ્યમાં પ્રવાસન, વેપાર, ઉદ્યોગ અને નવા મૂડીરોકાણને મોટો વેગ મળવાની પૂરેપૂરી શક્યતા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હબ એન્ડ સ્પોક’ મોડલને આવકારતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “દેશનો 7.8 ટકાનો વિકાસ દર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારધારા અને કલ્યાણકારી નીતિઓની સાક્ષી પૂરે છે. આ વિકાસ દરનો સીધો ફાયદો દેશના છેવાડાના સામાન્ય નાગરિક સુધી પહોંચી રહ્યો છે.”નાના શહેરો સાથે એર કનેક્ટિવિટી થશે વધુ મજબૂતએક સમયે વિમાનમાં મુસાફરી કરવી એ માત્ર અમીરોનો વિશેષાધિકાર ગણાતો હતો, પરંતુ 'ઉડાન' (UDAN) યોજનાના કારણે સામાન્ય વર્ગના 1.68 કરોડથી વધુ લોકોએ હવાઈ સફરનો આનંદ માણ્યો છે.2014 માં દેશમાં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા, જે વડાપ્રધાનના નેતૃત્વમાં વધીને આજે 166 એરપોર્ટ થયા છે. ગુજરાતમાં પણ હાલ 19 એરપોર્ટ છે, જેમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સામેલ છે.વારાણસીથી શરૂ થયેલી ફ્લાઇટે હબ એન્ડ સ્પોક મોડલનું સફળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ ખાતે આ મોડલ શરૂ થવાથી વિમાન પ્રવાસીઓની નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ આવશે અને 'વિકસિત ભારત 2047' નો સંકલ્પ સાકાર થશે.આ પણ વાંચો: Gandhinagr: આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ વયનિવૃત્ત, ACB ડાયરેક્ટર પિયુષ પટેલને સોંપાયો વધારાનો ચાર્જ

Read Full Story arrow_forward
Vadodara : પાણીપૂરી ખાવાના શોખીન સાવધાન, ખોડિયારનગરમાં ખુલ્લામાં બનતી પૂરીનો પર્દાફાશ
calendar_today September 1, 2026

Vadodara : પાણીપૂરી ખાવાના શોખીન સાવધાન, ખોડિયારનગરમાં ખુલ્લામાં બનતી પૂરીનો પર્દાફાશ

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં પાણીપુરી બનાવવાના ધંધા પર પાલિકાએ કાર્યવાહી કરી છે. ફૂડ શાખા અને દબાણ શાખાની સંયુક્ત ટીમે દરોડો પાડતાં ખુલ્લામાં બિનઆરોગ્યપ્રદ રીતે પૂરી બનાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત ફૂડ લાયસન્સ વિના ધંધો ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે.આરોગ્યના નિયમોની અવગણનાપાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતા પાણીપુરી બનાવવા માટેની કામગીરી ખુલ્લામાં કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સ્વચ્છતા અને આરોગ્યના નિયમોની અવગણના કરીને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હોવાના મુદ્દે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી.કારીગરો પાસે ઓળખના પુરાવા નહીંતપાસ દરમિયાન કામ કરતા કારીગરો પાસે ઓળખપત્ર કે આધાર સંબંધિત પુરાવા ન હોવાનું પણ સામે આવ્યું હતું. કારીગરો ભાડા કરાર વિના રહેતા હોવાની વિગતો પણ પાલિકાની તપાસમાં સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાલિકાએ સ્થળની વધુ તપાસ કરીને સંબંધિત દસ્તાવેજો અને વ્યવસાયની કાયદેસરતા અંગે ચકાસણી હાથ ધરી છે.ફૂડ લાયસન્સ વિના ધંધો ચાલતો હોવાનો ખુલાસોપાલિકાની કાર્યવાહી દરમિયાન પાણીપુરી બનાવવાના વ્યવસાય માટે જરૂરી ફૂડ લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા વ્યવસાયમાં લાયસન્સ અને આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી છે, ત્યારે લાયસન્સ વિના ધંધો ચલાવવામાં આવતો હોવાના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે.ગેરકાયદે શેડ અને દબાણ દૂર કરાયુંફૂડ શાખા અને દબાણ શાખાની સંયુક્ત ટીમે સ્થળ પર બનેલા ગેરકાયદે શેડ અને અન્ય દબાણો પણ દૂર કર્યા હતા. પાલિકાની કાર્યવાહીના કારણે વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી હતી. હવે આ વ્યવસાય સામે આગળ કાયદેસરની કાર્યવાહી શું કરવામાં આવે છે તે જોવાનું રહેશે. પાલિકાની આ કાર્યવાહી બાદ અન્ય વિસ્તારોમાં પણ બિનઆરોગ્યપ્રદ રીતે ખાદ્ય સામગ્રી બનાવતા એકમો સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Ganhinagar: સગીરાના અપહરણ-શોષણ કેસમાં આરોપી અલ્પેશ રબારીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ
calendar_today September 1, 2026

Ganhinagar: સગીરાના અપહરણ-શોષણ કેસમાં આરોપી અલ્પેશ રબારીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે બાળકીઓ અને સગીરાઓ પર થતા લૈંગિક અત્યાચારો સામે એક આકરો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. અમદાવાદમાંથી 13 વર્ષની એક માસૂમ સગીરાનું અપહરણ કરી તેનું શારીરિક શોષણ કરવાના કેસમાં ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અલ્પેશ રબારીને ગુનેગાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોકેસની વિગત મુજબ, આરોપી અલ્પેશ રબારીએ અન્ય એક શખસની સક્રિય મદદ મેળવીને અમદાવાદ વિસ્તારમાંથી 13 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ સગીરાને જબરદસ્તીથી રાખવામાં આવી હતી અને તેના પર શારીરિક શોષણ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ઘટના અંગે ગુનો નોંધાયા બાદ પોલીસે કાળજીપૂર્વક તપાસ હાથ ધરી આરોપી અલ્પેશ રબારી સામે ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને તબીબી અહેવાલોના આધારે આરોપી સામેનો ગુનો સાબિત થયો હતો.અલ્પેશ રબારીને 20 વર્ષની આકરી સખત કેદગાંધીનગર સ્પેશિયલ પોક્સો અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી દોષિત અલ્પેશ રબારીને 20 વર્ષની સખત જેલસજાનો હુકમ કર્યો છે. કેદની સજા ઉપરાંત આરોપીને રૂ. 30,000 નો આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી સમાજમાં સગીરાઓ સાથે આચરવામાં આવતા ગુનાઓ સામે કડક કાનૂની પરિણામનો સ્પષ્ટ સંદેશ પહોંચ્યો છે.આ પણ વાંચો: Ahmedabad: કેન્દ્રીય એવિએશન મંત્રી રામ મોહન નાયડુ અને CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘હબ એન્ડ સ્પોક’ મોડલની શરૂઆત

Read Full Story arrow_forward