android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar Firing: રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગ
calendar_today October 16, 2026

Surendranagar Firing: રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ખાસ ટીમ પર કુખ્યાત અને નામચીન આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં પોલીસે કરેલી આત્મરક્ષણાત્મક કાર્યવાહી દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસ પ્રશાસનની આ કડક કાર્યવાહીથી અપરાધીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના નામચીન શખ્સ દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે.રેન્જ IG ની ટીમ પર અચાનક હુમલોસુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ જિલ્લામાં વોન્ટેડ અને નામચીન અપરાધીઓની ધરપકડ કરવા માટે પેટ્રોલીંગ અને સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા નજીક કુખ્યાત આરોપી દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પોલીસના સકંજામાં આવી ગયો હતો. પોલીસને જોઈને આત્મસમર્પણ કરવાને બદલે આરોપીએ પોલીસ ટીમ પર સીધો હુમલો કરી દીધો હતો, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.જવાબી કાર્યવાહીમાં પોલીસે કરી ગોળીબારીપોલીસ ટીમ પર જીવલેણ હુમલો થતા જ સુરક્ષાકર્મીઓએ સ્વબચાવમાં અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં નામચીન આરોપી દેવેન્દ્ર બોરીચાના પગમાં બે ગોળી વાગી હતી. આ નિર્ણાયક અને ત્વરિત પગલાંથી આરોપી સ્થળ પર જ નિસ્તેજ બની ગયો હતો અને પોલીસનું પલડું ભારે રહ્યું હતું.આરોપી હોસ્પિટલમાં દાખલ અને આગળની તપાસપોલીસ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની તબિયત પર ડોક્ટરોની ટીમ નજર રાખી રહી છે. હાલ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ ચાલી રહી છે.કુખ્યાત દેવેન્દ્ર બોરીચા સામે 20થી વધુ ગુના નોંધાયેલા છેકુખ્યાત આરોપી દેવેન્દ્ર બોરીચા સામે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 20થી વધુ ગુનાઓ નોંધાયા છે. હાલમાં આરોપી સારવાર હેઠળ છે. હાલ આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તરફથી સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા થશે.આ પણ વાંચો: Surendranagar News: સાયલાના ચિત્રાલાખ ગામેથી ફરી ઝડપાઈ કરોડોની ખનિજચોરી, રૂ. 43.95 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
16 October Top News: કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગ, મિત્રે જ રચ્યું મિત્રના મોતનું ષડયંત્ર, અનેક જિલ્લાઓમાં વીજ કાપ
calendar_today October 16, 2026

16 October Top News: કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગ, મિત્રે જ રચ્યું મિત્રના મોતનું ષડયંત્ર, અનેક જિલ્લાઓમાં વીજ કાપ

16 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોJantar Mantar Protest Site: ભારતમાં જંતર-મંતર પર તો અમેરિકા અને યુકે સહિત અન્ય દેશોમાં ક્યાં થાય છે વિરોધ પ્રદર્શન?Pakistan Economic Crisis: ગરીબ પાકિસ્તાન હવે 2027માં સંભાળશે IMF-વર્લ્ડ બેંકની કમાન અને નિભાવશે મહત્વપૂર્ણ જવાબદારીSandesh Digital Explainer: SSR અને SIR વચ્ચે શું છે તફાવત? જાણો નામ નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયાSurendranagar Firing: રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગAhmedabad : L’Oréalના નામે નકલી કોસ્મેટિક્સનું કૌભાંડ ઝડપાયું, 6.90 લાખનો મુદ્દામાલ જપ્તAhmedabad News: 843 કરોડથી વધુના બોગસ પોલિટિકલ ફંડ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયાSurat News : મિત્રે જ રચ્યું મિત્રના મોતનું ષડયંત્ર, કારમાં અપહરણ કરી હત્યા કરનારા 3 આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી!Delhi: કનોટ પ્લેસ જવા નીકળેલા અભિજીત દિપકેની અટકાયત, વાંચો પોલીસની નોટિસમાં શું લખેલું છેAI ને ગાળ આપી કે ગેરવર્તન કર્યુ તો હવે તમારૂં એકાઉન્ટ સીધુ બંધ કરાશે, જાણો કેમ?Gujarat Power Crisis: ગુજરાતમાં વીજ સંકટના એંધાણ, અનેક જિલ્લાઓમાં વીજકાપથી લોકો પરેશાન, સરકારમાં બેઠકોનો ધમધામટ

Read Full Story arrow_forward
Ambaji : ઢાબા સંચાલક મુસા બૂટલેગર પર ફાયરિંગ અને મારામારીનો દાવો, દારૂના ધંધાની અદાવતમાં હુમલાની આશંકા
calendar_today October 16, 2026

Ambaji : ઢાબા સંચાલક મુસા બૂટલેગર પર ફાયરિંગ અને મારામારીનો દાવો, દારૂના ધંધાની અદાવતમાં હુમલાની આશંકા

અંબાજી નજીક આવેલા રાજસ્થાન સરહદના જાંબુડી ગામે ગેંગવોરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુસાદા ઢાબા ચલાવતા અંબાજીના દિલીપ પ્રજાપતિ ઉર્ફે મુસા બૂટલેગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગેરકાયદે દારૂના ધંધાની જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને પગલે ભારે ચકચાર ફેલાઈ છે.લોકો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા મળી લક્ઝરી ગાડીઓમાં આવ્યાપીડિત દિલીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ, સુમિત 5600 ગ્રૂપ સાથે સંકળાયેલા લોકો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા મળી લક્ઝરી ગાડીઓમાં સવાર થઈને ધસી આવ્યા હતા. હુમલાખોરોએ જાંબુડી સ્થિત મુસાદા ઢાબા પર પહોંચતાની સાથે જ ભારે આતંક મચાવ્યો હતો.ફાયરિંગ કરી બેફામ મારામારી કરી હોવાનો દાવોહુમલાખોરોએ ઢાબા પર પહોંચીને ફાયરિંગ કરી બેફામ મારામારી કરી હોવાનો દાવો કરાયો આ હિંસક હુમલા દરમિયાન હુમલાખોરોએ લોખંડના પાઇપ વડે નિર્દયતાથી માર મારીને દિલીપ પ્રજાપતિનો પગ તોડી નાખવાનો ખુલ્લો પ્રયાસ કર્યો હોવાનો તેમણે ગંભીર દાવો કર્યો છે.મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરારઆ ઉપરાંત દિલીપ પ્રજાપતિએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરોએ ઢાબા પર ફાયરિંગ કરીને સીસીટીવી કેમેરા સહિતનો સામાન લૂંટી લીધો હતો. આ સાથે જ હુમલાખોરો તેમના બે મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે હુમલાખોરોએ સિરોહી એસપી સાથે પોતાની સીધી ઓળખાણ હોવાની ધમકી આપી હોવાનો પણ દિલીપ પ્રજાપતિએ ખુલ્લો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટના પાછળ દારૂના ગેરકાયદે ધંધાની જૂની અદાવત હોવાની આશંકા છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારના કથિત બૂટલેગરો સામે હુમલાના આક્ષેપથી બંને રાજ્યોની સરહદે ભારે ચકચાર મચી છે.દિલીપ પ્રજાપતિ પોતે પણ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છેબીજી તરફ, હુમલાનો ભોગ બનેલા દિલીપ પ્રજાપતિ પોતે પણ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે. તેમના સામે અગાઉ 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનો દાવો છે અને તેમણે અગાઉ પાસા હેઠળ જેલની સજા પણ ભોગવી હોવાની વિગતો છે. આમ બે જૂથો વચ્ચે દારૂના કાળા કારોબારને લઈને ખેલાયેલી આ ગેંગવોરની ઘટનાએ સમગ્ર સરહદી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. આ પણ વાંચો :   Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

Read Full Story arrow_forward