android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
મૂળીના માર્કેટ યાર્ડની તા. 9મીની ચૂંટણીનો ગરમાવો
calendar_today September 1, 2026

મૂળીના માર્કેટ યાર્ડની તા. 9મીની ચૂંટણીનો ગરમાવો

સુરેન્દ્રનગર । (બ્યુરો)સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ખેડુત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. મૂળી એપીએમસીની ચૂંટણીમાં આજે તા. 2-9ના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ રહેલો છે. જયારે આગામી તા. 9-9ના રોજ મતદાન અને 10-9ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. પરંતુ ખેડુત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝુકાવ્યુ હોવાથી આજે તમામ બેઠકો બીન હરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી સંસ્થાઓમાં હાલ ચૂંટણીઓની મૌસમ આવી છે. ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણી બાદ હવે મૂળી એપીએમસીની ચૂંટણી યોજાઈ રહી છે. મૂળી એપીએમસીની ચૂંટણીની જાહેરાત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના નીયામક દ્વારા તા. 18-6ના રોજ કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ મુળીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. મુળી એપીએમસીના ચૂંટણી અધીકારી અને જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કોમલબેન ચૌધરી, નીકુલગીરી ગોસ્વામી દ્વારા ચૂંટણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અધીકૃત મતદાર યાદીની પ્રાથમીક પ્રસીધ્ધી, સુધારા-વધારા બાદ આખરી મતદાર યાદી 28-7ના રોજ કરાઈ હતી. જયારે ફોર્મ ભરાવા, ચકાસણી બાદ આજે તા. 2 -9ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતીમ દિવસ છે. મુળી એપીએમસીમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારોએ 12 ફોર્મ ભર્યા છે. ખેડૂત વિભાગના 163 મતદારો મતદાન કરનાર છે. જયારે વેપારી વિભાગની 4 બેઠક માટે 1 જ ઉમેદવારી પત્ર ભરાયુ છે. વેપારી વિભાગમાં 3 મતદારો નોંધાયેલા છે. ત્યારે ખેડુત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝુકાવ્યુ છે. ત્યારે ખેડુત વિભાગની તમામ બેઠકો ચૂંટણી પહેલા બીન હરીફ થાય અને એપીએમસીના ચૂંટણીમાં ઈલેકશનના બદલે સીલેકશન થઈ જાય તે માટે તનતોડ પ્રયાસો અંતીમ ઘડી સુધી કરવામાં આવનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વરમોર સીમમાં 700 વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર
calendar_today September 1, 2026

વરમોર સીમમાં 700 વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર

માંડલ (સં.ન્યૂ.સ)સૌરાષ્ટ્રમાં સોમનાથ તેમ માંડલ તાલુકાના વરમોર ખાતે આવેલ કોટેશ્વર દાદા આ મંદિરનો ઈતિહાસ તાલુકામાં અતિપૌરાણિક છે કોટેશ્વર દાદાનું મંદિર વરમોર ગામથી એક કિલોમીટર દુર ઉંચી ટેકરી પર આવેલું છે. એમ કહેવાય છે કે આ કોટેશ્વર દાદાના દર્શન યુગોયુગથી થઈ રહ્યાં છે. જેથી યુગાન્ધર કોટેશ્વર દાદા તરીકે પણ વિસ્તારમાં પ્રચલિત છે. 700 વર્ષ પહેલાં અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયેલાં છે આ ગામ પહેલાં વીસાવડી ગામ તરીકે ઓળખાતું હતું અને અહીં વીસાવડી માતાજીનું પણ મંદિર આવેલ છે. ધીરે ધીરે લોકબોલીમાં પરિવર્તન આવતાં પહેલાનું વીસાવડી ગામે આજે વરમોર તરીકે જાણીતું છે. આ મંદિરની બાજુમાં એક પાતાળ કુવો આવેલો છે જેને પખાણાંનો કુવો કહેવાય છે લોકમાન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે, આ કુવો ભગવાન ભોળાનાથ પ્રગટ થયાં ત્યારથી આવેલો છે. આ કુવાએ ઘણાં વર્ષો પહેલાં દુષ્કાળની પરિસ્થિતિમાં આજુબાજુના દસ ગામોને મીઠું પાણી પુરું પાડેલું હતું કુવા અંગે પંથકના ગ્રામજનો કહી રહ્યાં છે કે ક્યારેય પાણી ખૂટયું નથી અને આજે પણ સ્વચ્છ અને મીઠાં નીર લોકો પીવે છે.આ ઉપરાંત આ કોટેશ્વર દાદાના મંદિરમાં એક ચમત્કારિક પત્થર હતો જે નગારા જેવો રણકતો હતો પણ સમય જતાં તે પત્થર ક્યાં ગયો એ વાતને કોઈ જાણતું નથી આજે માંડલ તાલુકાની ભવ્યતા ધરાવતું એવું આ યશ,કિર્તી અને શોભા આપતું કોટેશ્વર દાદાનું કિર્તીમાન મંદિર ખેતરમાં એક ટેકરી ઉપર ઉભું છે. અહીં જે શીવલીંગ આવેલું છે તે પણ તેજોમય અને સોમનાથ જેવી અનુભુતિ કરાવે છે. અહીં વરમોર તેમજ તાલુકાના અનેક ગામોના, પંથકના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બારેય માસની શીવરાત્રી તેમજ મહાશિવરાત્રીની રાત્રે 12 વાગ્યે મહાઆરતી થાય છે તદ્દઉપરાંત શ્રાવણ માસમાં આ મંદિરનું વાતાવરણ અને રોનક કઈંક અદ્દભુત અને દુર્લભ હોય છે. શ્રાવણ માસમાં ચાર પ્રહોરની આરતી,સવાલક્ષ બિલીપત્ર ગ્રામજનો દ્વારા ભગવાનને અર્પણ કરાય છે તથા શ્રાવણીયા સોમવારે બપોરથી ભક્તો આ મંદિરને શણગારે છે, મંદિરમાં રંગોળીઓ, દાદાને ભવ્ય શૃંગાર કરાય છે અને સાંજે પાંચ કલાકે અહીં મહાઆરતીના દર્શન થાય છે આ આરતીમાં શંખ,ઘંટ,નગારા જાણે રાજાઓના સમયમાં ભગવાનની આરતી થતી તેવી વિધિવત આરતી થાય છે એમાં આખું ગામ ઉપસ્થિત રહેતુ હોય છે આ આરતીના અને કોટેશ્વર દાદાના દર્શન કરવાથી જાણે સોમનાથ દર્શન કર્યા હોય તેવી અનુભુતિ થાય છે શ્રાવણ માસની અમાસના દિવસે ભાતીગળ લોકમેળો ભરાય છે જેને પખાણાનો મેળો તરીકે ઓળખાય છે. મેળામાં પણ અનેક પ્રકારના નાના મોટાં ચગડોળ,રાઈડ્સમાં મનોરંજન માણવા અને દાદાના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટે છે. ત્યારે શ્રાવણ માસના તૃતિય સોમવારે મંદિર અને પરિસરના ફુલોથી સજાવવામાં આવ્યું હતું, તેમજ સાંજે 5 કલાકે મહાઆરતીમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિકો ઉમટી પડયાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ચોટીલા હત્યા કેસના કેદીનું સુરેન્દ્રનગર શહેર ખાતેની સબ જેલમાં કુદરતી મોત
calendar_today September 1, 2026

ચોટીલા હત્યા કેસના કેદીનું સુરેન્દ્રનગર શહેર ખાતેની સબ જેલમાં કુદરતી મોત

સુરેન્દ્રનગર । (બ્યુરો)ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ 2025માં હત્યાનો બનાવ બન્યો હતો. જેનો આરોપી સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. ત્યારે છેલ્લા 20 દિવસથી બીમાર રહેતા આરોપીની મંગળવારે સવારે તબીયત લથડતા સારવાર માટે દવાખાને લઈ જવાતા કુદરતી મોત થયુ છે.ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ 2015 દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેનો આરોપી વિપુલ વિનાભાઈ સાકરીયા જેલવાસ ભોગવતો હતો. અને વર્ષ 2024ના અંતમાં તે જેલમાંથી પેરોલ પર છુટયો હતો. ત્યારે તા. 3-1-25ના રોજ આ બનાવનો ખાર રાખી ભાવા બીજલભાઈ સાકરીયા, સુરેશ ભાવાભાઈ સાકરીયા, શાંતુબેન ભાવાભાઈ સાકરીયા, થોભણ મેરાભાઈ સાકરીયા અને લાલા નારાયણભાઈએ ટ્રેકટર લઈને પસાર થતા વિપુલ સાકરીયા પર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં લોહી નીકળતી હાલતમાં વિપુલને ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા તેનું મોત થયુ હતુ.આ બનાવમાં 28 વર્ષીય સુરેશ ભાવાભાઈ સાકરીયા હાલ સુરેન્દ્રનગર સબ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. સુરેશ સાકરીયા છેલ્લા 20 દિવસથી બીમાર રહેતો હતો. અવારનવાર તેને જાપ્તા સાથે સારવાર માટે લઈ જવાતો હતો. ત્યારે તા. 1ના રોજ સવારે પણ તેની તબીયત લથડતા આશરે 10-45 કલાકે તેને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ સારવાર માટે લઈ જવાયો હતો. જેમાં સારવાર દરમીયાન તેનું મોત થયુ છે. બનાવની જાણ થતા એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતનાઓ દોડી ગયા હતા. અને નાયબ કલેકટર એમ.જે.ભરવાડની હાજરીમાં ઈન્કવેસ્ટ પંચનામુ કરીને મૃતકની લાશને પીએમ માટે રાજકોટ લઈ જવાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward