android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
રાજસીતાપુરમાં રમાતા જુગાર પર રેન્જની ટીમ ત્રાટકી
calendar_today September 1, 2026

રાજસીતાપુરમાં રમાતા જુગાર પર રેન્જની ટીમ ત્રાટકી

સુરેન્દ્રનગર । (બ્યુરો)ઝાલાવાડમાં સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જુગારની મૌસમ જાગી છે. ત્યારે જિલ્લા પોલીસ અને રાજકોટ રેન્જની ટીમે દરોડા કરીને 31 જુગારીયાઓને રોકડ, મોબાઈલ, કાર સહિત રૂપીયા 7,19,720ની મત્તા સાથે ઝડપી લીધા છે. દસાડાના માનાવાડા ગામે થયેલ દરોડામાં 6 જુગારીયાઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે.રાજકોટ રેન્જની ટીમના અજયવીરસિંહ ઝાલા સહિતનાઓને રાજસીતાપુર-ધ્રાંગધ્રા રોડ પર આવેલ વાડીમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક શકિતસિંહ દિલુભા ઝાલા, સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શકિતસિંહ બળભદ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા, હિતુભા મોહનસિંહ ઝાલા, પ્રદીપસિંહ ટેમુભા ઝાલા અને રાજુ ભગવાનભાઈ બારૈયા રોકડા રૂપીયા 1.89 લાખ, 3 મોબાઈલ, કાર સહિત રૂપીયા 5.04 લાખની મત્તા સાથે પકડાયા છે. જયારે સાયલાના સાપર ગામે જુગાર રમતા બટુક જગાભાઈ સારલા, જગદીશ રઘુભાઈ ડેડાણીયા, કીશન ધીરૂભાઈ અઘારા અને ભરત ગાંડાભાઈ સાપરા રોકડા રૂપીયા 6,950, 4 મોબાઈલ સહિત રૂપીયા 26,950ની મત્તા સાથે પકડાયા છે.બીજી તર થાનના વીજળીયા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જુગાર રમતા વીરમ ભોપાભાઈ સારલા, નરશી દેવાભાઈ સોલંકી, ગોપાલ ભુપતભાઈ ઝાલા, પ્રવીણ રામજીભાઈ સારદીયા, ગોપાલ હેમંતભાઈ ઝાલા, જીતેશ રામાભાઈ પંડીત અને ગોપાલ વીનુભાઈ સોલંકી રોકડા રૂપીયા 19,150, 5 મોબાઈલ સહિત રૂપીયા 44,150ની મત્તા સાથે પકડાયા છે.આ ઉપરાંત થાન-નવાગામ રોડ પર ન્યુ ભારત સીરામીક કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કારખાનાના માલીક અમીત પ્રભુભાઈ પ્રજાપતી, મનસુખ મગનભાઈ ધરોડીયા, શંકર વાલજીભાઈ ભોરણીયા અને રવી ભાણજીભાઈ ઉભડીયા રોકડા રૂપીયા 95 હજાર, 3 મોબાઈલ સહિત રૂપીયા 98 હજારના મુદ્દામાલ સાથે પકડાયા છે. અને દસાડા તાલુકાના માનાવાડા ગામની સીમમાં મેરા જવાના રસ્તે જુગાર રમતા શામજી બાબુભાઈ ઠાકોર, ચતુર કાળુભાઈ ધારીયાલા, ભુપત રમુજી ધારીયાલા રોકડા રૂપીયા 17,400, 3 મોબાઈલ સહિત રૂપીયા 32,400ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં દશરથ રમુજી ધારીયાલા, નવઘણ રામાજી ધારીયાલા, કનુ રામાજી કલાડીયા, કીલા ભુવાજી કલાડીયા, વિનુ જેરામજી પંચાસરા અને મહેશ ગેમરજી ધારીયાલા રાર થઈ ગયા છે. તથા ચોટીલાના ઢોળકવા ગામે મોગલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સંજય ઘુઘાભાઈ વાંઘાણી, સુરેશ વાલજીભાઈ ચૌહાણ, ધીરૂ કરમશીભાઈ વાંઘાણી, અમકુ બીછુભાઈ ખાચર અને રાણા પોપટભાઈ જાડા રોકડા રૂપીયા 13350 સાથે પકડાયા છે. દસાડા તાલુકાના રોઝવા ગામેથી પોપટ મોતીસંગ ઝાલા રૂપીયા 870 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
શિયાળ ગામે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીનો મેળો
calendar_today September 1, 2026

શિયાળ ગામે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીનો મેળો

બગોદરા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે આવેલા 700 વર્ષથી વધુ પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિવસે પરંપરાગત નાગપંચમી પર્વ નિમિતે મંગળવારે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આસપાસનાં શિયાળ ગામની આસપાસના 30થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.શિયાળ ગામના અંબારામભાઈ ભુવાના જણાવ્યા પ્રમાણે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામલોકોએ નાગદેવતાની સફેદ ધજાઓ ધારણ કરી ચરમાળીયા દાદાને અર્પણ કરી હતી. ભક્તોએ ધૂન ગાઈ હતી, જ્યારે મહિલાઓએ પરંપરાગત ગરબા રજૂ કરી ધાર્મિક માહોલને જીવંત બનાવ્યો હતો. મેળામાં પઢાર સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા.ચકડોળ અને જમ્પિંગ રાઈડ્સ સહિતની મનોરંજનની વિવિધ રાઈડ્સ તેમજ ખાણી-પીણી અને કટલરીના સ્ટોલોએ મેળાની રોનકમાં વધારો કર્યો હતો. બાળકો અને પરિવારોમાં મનોરંજનની રાઈડ્સ તથા વિવિધ સ્ટોલો પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાવળા તાલુકા ગ્રામ્યમાં નાગપંચમીના મેળામાં ભક્તિ, લોકપરંપરા અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ
calendar_today September 1, 2026

વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ

વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી સમાવેશ કરેલા અને શહેર સમીપ આવેલા ભોજવા વિસ્તારમાં 200 વર્ષ જૂની પારંપારિક બળેવ દોડ સ્પર્ધાનું રક્ષાબંધનના પર્વેયોજી ગામની સંસ્કૃતિ જાળવવામાં આવી હતી. ભોજવા ગામમાં પટેલ, દરબાર, મુસ્લિમ, દલિત, રબારી, ઠાકોર, પ્રજાપતિ સહિતના સમાજ વસે છે. જેમાં મોટાભાગના લોકો વર્ષોથી ખેતી ધરાવતા હોઈ મહેનતું પ્રજા છે. રક્ષાબંધનનું પર્વ ચોમાસામાં આવતું હોય આ દિવસે ગામમાં બળેવની દોડ વરસોથી વડવાઓ દ્વારા યોજવામાં આવતી. જેમાં ગ્રામ પંચાયત ચોકમાં સ્વૈચ્છિક રીતે ચાર યુવાનો ભાગ લઈ શકે અને તેમના વચ્ચે બસ્સો મીટર અંતરની દોડ સ્પર્ધા યોજાય. વિજેતા બને તેને ખેતી માટે હાથ બનાવટનું પ્રતીક હળ સાથે સુખડીનો પ્રસાદ તેમજ રોકડ આપવામાં આવે. જે બસ્સો વર્ષ પહેલા વડવાઓએ શરૂ કરેલી પરંપરા મુજબ ગત શુક્રવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે ગ્રામ્યજનોની મેદની વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં કુલ ચાર યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજય જીલુભાઈ ભોજવિયા આવ્યા હતા. ગ્રામ્ય લોકોએ તેને વધાવી લીધો હતો અને પરંપરા મુજબ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward