android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
હાથાવાડામાં ગૌચર પરના ગેરકાયદે દબાણો પર તંત્રનું જેસીબી ત્રાટક્યું
calendar_today September 1, 2026

હાથાવાડામાં ગૌચર પરના ગેરકાયદે દબાણો પર તંત્રનું જેસીબી ત્રાટક્યું

થરાદ । (સં.ન્યૂ.સ)થરાદ તાલુકાના હાથાવાડા ગામે ગૌચરની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ગૌચર જમીન પર ચાલી રહેલા દબાણો મામલે અરજદાર દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી સઘન રજૂઆતો બાદ તાલુકા પંચાયત અને વહીવટી તંત્ર આક્રમક મૂડમાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હાથાવાડા ગામે પશુઓના ચરાણ માટેની મહત્વની ગૌચર જમીન પર કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે જાગૃત અરજદાર દ્વારા જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆતો કરી ગૌચર ખુલ્લું કરાવવા માટે ન્યાયની માંગણી કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે સક્ષમ અધિકારીઓના આદેશાનુસાર તાલુકા પંચાયત દ્વારા ઘટનાસ્થળે જેસીબી મશીનો કામે લગાડીને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા અચાનક અને કડક રૂપે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ગામમાં ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા દબાણદારોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે. સરકારી અને ગૌચરની જમીનો ખુલ્લી થવાથી સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં રાહતની સાથે ખુશીની લાગણી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણકર્તાઓ સામે આ પ્રકારની લાલ આંખ જારી રાખવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દાંતીવાડાના હરિયાવાડા ગામે શાળાને તાળાબંધી, શિક્ષણ વિભાગમાં દોડધામ
calendar_today September 1, 2026

દાંતીવાડાના હરિયાવાડા ગામે શાળાને તાળાબંધી, શિક્ષણ વિભાગમાં દોડધામ

દાંતીવાડા । (સં.ન્યૂ.સ)બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના હરિયાવાડા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની બદલી મુદ્દે વિવાદ વકરતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, હરિયાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આલોક મિશ્રા સામે શૈક્ષણિક કામગીરીમાં બેદરકારી રાખતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. જેને લઈ બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ગત 15 ઓગસ્ટના રોજ મળેલી ગ્રામસભામાં પણ વાલીઓ અને ગ્રામજનોએ મુખ્ય શિક્ષક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલાTPO દ્વારા મુખ્ય શિક્ષકની અન્ય શાળામાં બદલી કરવાની ખાતરી આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા તેમને અન્ય સ્થળે ટેમ્પરરી કામગીરી સોંપવાનો ઓર્ડર પણ કરાયો હતો, પરંતુ મુખ્ય શિક્ષકે આ ઓર્ડર સ્વીકાર્યો ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આજે સવારે આલોક મિશ્રા ફરી હરિયાવાડા શાળા પર ફરજ પર આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો શાળા પર એકત્ર થઈ ગયા હતા અને શાળાના મુખ્ય દ્વારને તાળું મારી દીધું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી મુખ્ય શિક્ષકની કાયમી બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાનું તાળું ખોલવામાં આવશે નહીં.તાળાબંધીને પગલે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ શાળાની બહાર બસ સ્ટેન્ડ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા અને બાદમાં તેઓ ઘરે પરત ર્ફ્યા હતા. ગ્રામજનોએ આગામી દિવસોમાં બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી ઉચ્ચારી છે. તો બાળકોના અભ્યાસ ન બગડે તે માટે ગામના શિક્ષિત યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે ભણાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રાધનપુરમાં લોન પર મોબાઈલ ખરીદી ઠગાઈનો પર્દાફાશ, વેપારીઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી
calendar_today September 1, 2026

રાધનપુરમાં લોન પર મોબાઈલ ખરીદી ઠગાઈનો પર્દાફાશ, વેપારીઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી

રાધનપુર (સં.ન્યુ.સ)રાધનપુરના મોબાઈલના વેપારીઓ પાસે થી લોન ઉપર મોબાઈલની ખરીદી કરી અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી આચરતી હોવાથી ગત રોજ રાધનપુર ના વેપારીઓ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલના બિલો રજુ કરી મૌખિક ફરિયાદ કરી હતી.પોલીસે વેપારીઓની રજૂઆતના આધારે મોબાઇલ વેચાણના આધાર પુરાવા રજૂ કરવા વેપારીઓએ કહેવામાં આવ્યું હતું.વેપારીઓના આક્ષેપ મુજબ કેટલાક શખ્સો મોબાઈલ શોરૂમમાંથી લોન ઉપર મોંઘા મોબાઈલ ખરીદતા હતા. શરૂઆતમાં અંદાજે રૂ. 5 હજાર જેટલું ડાઉન પેમેન્ટ ભરી રૂ. 50 હજાર સુધીના મોબાઈલ લઈ જતા હતા. ત્યારબાદ મોબાઈલના લોનના હપ્તા ભરવાના બદલે ગોઠવણપૂર્વક મોબાઈલનો લોક તોડાવી નાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોન ઉપર ખરીદવામાં આવેલા મોબાઈલના હપ્તા સમયસર ભરવામાં ન આવે તો કંપની દ્વારા મોબાઈલ લોક થઈ જતો હોય છે. આ ગેંગના માસ્ટરમાઈન્ડ દ્વારા ખોટા GST બિલ તૈયાર કરી તેમાં ખોટા GSTનંબરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો છે. આ ખોટા દસ્તાવેજોના આધારે મોબાઈલ કંપનીના શોરૂમમાં જઈ મોબાઈલનો લોક તોડાવી નાખવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓના જણાવ્યા મુજબ લોક તોડાવ્યા બાદ આ મોબાઈલ બજારભાવ કરતાં અંદાજે રૂ. 5 હજાર ઓછા ભાવે વેચી રોકડ રકમ મેળવી લેવામાં આવતી હતી. જ્યારે મોબાઈલ ખરીદનાર દ્વારા લોનના હપ્તા ભરવામાં ન આવતા વેપારીઓ અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નાણાં ફ્સાઈ જતા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે રાધનપુરના મોબાઈલ વેપારીઓએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી ગેંગ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward