android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ધંધૂકા ઘરડા ઘર પાસેની સોસાયટીના રહીશો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર
calendar_today September 1, 2026

ધંધૂકા ઘરડા ઘર પાસેની સોસાયટીના રહીશો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર

ધંધૂકા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકામાં પવિત્ર શ્રાવણ માસમાં એક તરફ્ શિવભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન છે, ત્યારે ધંધુકા શહેરના ઘરડા ઘર નજીકથી વિવિધ સોસાયટીઓ તરફ્ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. રસ્તા પર ગટરનું પાણી અને બિસ્માર માર્ગના કારણે જાણે ગટરના પાણીમાંથી પસાર થવાની સ્થિતિ સર્જાઈ છે. તેમજ હાલમાં બેવડી મોસમમાં પાલિકાની બેદરકારીથી રહેણાંક વિસ્તારમાં નર્કાગારની સ્થિતિથી રોગચાળો ત્રાટકવાની ભીતિ સ્થાનિક રહીશોમાં પ્રર્વતે છે.છેલ્લાં ઘણા સમયથી માર્ગ પર ગટર છલકાવાની સમસ્યા હોવાના કારણે ગંદુ પાણી રોડ પર જ ઉભરાઈ રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા શિવભક્તો સહિત સ્થાનિક રહેવાસીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમાંય ગટરનું પાણી સતત રોડ પર ઉભરાતું હોવાથી માર્ગની હાલત પણ વધુ બિસ્માર બની રહી છે. ગંદકી, દુર્ગંધ અને બિસ્માર રસ્તાની ત્રિપલ સમસ્યાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને પગપાળા પસાર થતા લોકો અને સ્થાનિક રહેવાસીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ સમસ્યા અંગે પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે જરૂરી કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે સમસ્યા યથાવત છે. વારંવાર ગટર છલકાવાની સમસ્યાના કારણે લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, માત્ર ગટરનું પાણી દૂર કરવાની કામચલાઉ કામગીરીને બદલે ગટર વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ બિસ્માર બનેલા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો અને નગરજનોને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત ન આવે તે માટે પાલિકા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દેત્રોજમાં જીવાપુરા પાટીયા પાસે કચરાના ઢગ ખડકાતાં રાહદારીઓ પરેશાન
calendar_today September 1, 2026

દેત્રોજમાં જીવાપુરા પાટીયા પાસે કચરાના ઢગ ખડકાતાં રાહદારીઓ પરેશાન

માંડલ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ નગરમાં જીવાપુરા ગામના પાટીયા પાસે ઠેરઠેર કચરાના ઢગ ખડકાઈ જતાં આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. રસ્તાની બાજુમાં લાંબા સમયથી એકત્રિત થતો લીલો અને સુકો કચરો વરસાદી પાણીમાં મીક્ષ થઈ જતાં કોહવાઈ ગયેલ હોવાને લીધે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં રાહદારી અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીવાપુરા પાટીયા વિસ્તારેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ રસ્તાની બાજુમાં પડેલ કચરાના ઢગલાઓના કારણે પસાર થયું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વરસાદ બાદ કચરો સડી જવાના કારણે દુર્ગંધ વધુ તીવ્ર બની છે. ગંદકીના કારણે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો પણ ફેલાવાની ભીતી સેંવાઈ રહી છે. નગરની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતાં તંત્ર દ્વારા સમયસર કચરો ઉપાડવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો અને રાહદારીઓ માંગ કરી રહ્યાં છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
જમીન દફતર વર્ગ-3 કર્મીઓનું કલેક્ટરને અલ્ટીમેટમ, 11 સપ્ટેમ્બરથી પેનડાઉન
calendar_today September 1, 2026

જમીન દફતર વર્ગ-3 કર્મીઓનું કલેક્ટરને અલ્ટીમેટમ, 11 સપ્ટેમ્બરથી પેનડાઉન

મહેસાણા । (સં.ન્યૂ.સ)ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ મહેસાણા જિલ્લા યુનિટ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનના કાર્યક્રમો હાથ ધરવા માટે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર મયંક પટેલને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કર્મચારી મંડળ દ્વારા જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં વર્ગ-3 કર્મચારીઓની ન્યાયી માંગણીઓ ઉકેલવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો નિર્ણય લેવાયો છે.મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આગામી 11, સપ્ટેમ્બરના રોજ લેન્ડ રેકોર્ડના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી પોતાનો વિરોધ દર્શાવશે. મુખ્ય પડતર માંગણીઓ જેવી કે, સિનિયર સર્વેયર સંવર્ગને હાલનું પગાર ધોરણ રૂ.29,200 - 92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે 2800) માંથી સુધારીને રૂ. 39,900 - 1,26,500 (પે મેટ્રિક્સ લેવલ-7, ગ્રેડ પે 4400) કરવા બાબત. સર્વેયર સંવર્ગ હાલનું પગાર ધોરણ રૂ. 25,500 - 81,100 (પે મેટ્રિક્સ લેવલ-4, ગ્રેડ પે 2400) માંથી સુધારીને રૂ. 29,200 - 92,300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે 2800) કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. ન્યાયીક પ્રશ્નો અંગે નિરાકણ નહીં આવે તો આંદોલન અંગે નાયબ નિયામક જમીન દફ્તર અમદાવાદ વિભાગ, ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3 કર્મચારી મહામંડળને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward