android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ
calendar_today September 1, 2026

પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ

પાટણ । (સં.ન્યૂ.સ.)પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોCongress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint.

Read Full Story arrow_forward
હાલો માનવિયું મેળેના નાદ સાથે જન્માષ્ટમીના વધામણાં
calendar_today September 1, 2026

હાલો માનવિયું મેળેના નાદ સાથે જન્માષ્ટમીના વધામણાં

સુરેન્દ્રનગર । (બ્યુરો)સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં વિરાસત અને વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં ધરોહર જન્માષ્ટમીના લોકમેળાનો આરંભ આજે તા. 2જીથી થનાર છે. તા. 7મી સપ્ટેમ્બર સુધી યોજાનાર લોકમેળામાં ભારે માનવ મેદની જોવા મળશે. આજે બુધવારે સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને લોકમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં અધિકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થિત રહેશે.સુરેન્દ્રનગર મનપા દ્વારા સતત બીજા વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર મેળો પરંપરાગત મેળાના મેદાનમાં જ યોજવાનું નક્કી કરાયુ છે. ગત વર્ષે આ મેળો શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાયો હતો. પરંતુ આ વર્ષ આ સ્થળે મેળાનો વિરોધ થતા મનપાએ અંતે સ્થળ બદલ્યુ છે. આજે તા. 2જીને રાંધણ છઠ્ઠના દિવસથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત થનાર છે. જેમાં સૌપ્રથમ સવારે 11-30 કલાકે સુરેન્દ્રનગર લોકમેળાનું ઉદ્દઘાટન કરાશે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નીખીલભાઈ ચાંપાનેરી સહિતનાઓ ઉપસ્થીત રહેશે. જયારે બપોરે 12-30 કલાકે વઢવાણ રેલવે સ્ટેશન પાસેના મેદાનમાં મેળાનું ઉદ્દઘાટન મહાનુભવોના હસ્તે કરાશે. આ બન્ને મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં કલેકટર જી.એચ.સોલંકી, એસપી પ્રેમસુખ ડેલુ, કમીશ્નર જે.કે.જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થીત રહેશે. સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજાનાર છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું દર વર્ષે પ દિવસ આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે 6 દિવસ મેળો યોજાનાર હોવાથી મેળાના માણીગરોમાં અનેરો થનગનાટ જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોhttps://sandesh.com/maru-saher-maru-gaamFestive celebrations begin with Janmashtami fairs in Surendranagar and Wadhwan, featuring cultural programs and large crowds.Janmashtami, Surendranagar, Wadhwan, Festivalમેળાના નાદે જન્માષ્ટમીની ઉજવણી શરૂસુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાના આરંભ સાથે જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ જામ્યો છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.સુરેન્દ્રનગર । (બ્યુરો)સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં વિરાસત અને વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં ધરોહર જન્માષ્ટમીના લોકમેળાનો આરંભ આજે તા. 2જીથી થનાર છે. તા. 7મી સપ્ટેમ્બર સુધી યોજાનાર લોકમેળામાં ભારે માનવ મેદની જોવા મળશે. આજે બુધવારે સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને લોકમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં અધિકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થિત રહેશે.સુરેન્દ્રનગર મનપા દ્વારા સતત બીજા વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર મેળો પરંપરાગત મેળાના મેદાનમાં જ યોજવાનું નક્કી કરાયુ છે. ગત વર્ષે આ મેળો શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાયો હતો. પરંતુ આ વર્ષ આ સ્થળે મેળાનો વિરોધ થતા મનપાએ અંતે સ્થળ બદલ્યુ છે. આજે તા. 2જીને રાંધણ છઠ્ઠના દિવસથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત થનાર છે. જેમાં સૌપ્રથમ સવારે 11-30 કલાકે સુરેન્દ્રનગર લોકમેળાનું ઉદ્દઘાટન કરાશે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નીખીલભાઈ ચાંપાનેરી સહિતનાઓ ઉપસ્થીત રહેશે. જયારે બપોરે 12-30 કલાકે વઢવાણ રેલવે સ્ટેશન પાસેના મેદાનમાં મેળાનું ઉદ્દઘાટન મહાનુભવોના હસ્તે કરાશે. આ બન્ને મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં કલેકટર જી.એચ.સોલંકી, એસપી પ્રેમસુખ ડેલુ, કમીશ્નર જે.કે.જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થીત રહેશે. સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજાનાર છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું દર વર્ષે પ દિવસ આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે 6 દિવસ મેળો યોજાનાર હોવાથી મેળાના માણીગરોમાં અનેરો થનગનાટ જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રાજસીતાપુરમાં રમાતા જુગાર પર રેન્જની ટીમ ત્રાટકી
calendar_today September 1, 2026

રાજસીતાપુરમાં રમાતા જુગાર પર રેન્જની ટીમ ત્રાટકી

સુરેન્દ્રનગર । (બ્યુરો)ઝાલાવાડમાં સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જુગારની મૌસમ જાગી છે. ત્યારે જિલ્લા પોલીસ અને રાજકોટ રેન્જની ટીમે દરોડા કરીને 31 જુગારીયાઓને રોકડ, મોબાઈલ, કાર સહિત રૂપીયા 7,19,720ની મત્તા સાથે ઝડપી લીધા છે. દસાડાના માનાવાડા ગામે થયેલ દરોડામાં 6 જુગારીયાઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે.રાજકોટ રેન્જની ટીમના અજયવીરસિંહ ઝાલા સહિતનાઓને રાજસીતાપુર-ધ્રાંગધ્રા રોડ પર આવેલ વાડીમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક શકિતસિંહ દિલુભા ઝાલા, સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શકિતસિંહ બળભદ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા, હિતુભા મોહનસિંહ ઝાલા, પ્રદીપસિંહ ટેમુભા ઝાલા અને રાજુ ભગવાનભાઈ બારૈયા રોકડા રૂપીયા 1.89 લાખ, 3 મોબાઈલ, કાર સહિત રૂપીયા 5.04 લાખની મત્તા સાથે પકડાયા છે. જયારે સાયલાના સાપર ગામે જુગાર રમતા બટુક જગાભાઈ સારલા, જગદીશ રઘુભાઈ ડેડાણીયા, કીશન ધીરૂભાઈ અઘારા અને ભરત ગાંડાભાઈ સાપરા રોકડા રૂપીયા 6,950, 4 મોબાઈલ સહિત રૂપીયા 26,950ની મત્તા સાથે પકડાયા છે.બીજી તર થાનના વીજળીયા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જુગાર રમતા વીરમ ભોપાભાઈ સારલા, નરશી દેવાભાઈ સોલંકી, ગોપાલ ભુપતભાઈ ઝાલા, પ્રવીણ રામજીભાઈ સારદીયા, ગોપાલ હેમંતભાઈ ઝાલા, જીતેશ રામાભાઈ પંડીત અને ગોપાલ વીનુભાઈ સોલંકી રોકડા રૂપીયા 19,150, 5 મોબાઈલ સહિત રૂપીયા 44,150ની મત્તા સાથે પકડાયા છે.આ ઉપરાંત થાન-નવાગામ રોડ પર ન્યુ ભારત સીરામીક કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કારખાનાના માલીક અમીત પ્રભુભાઈ પ્રજાપતી, મનસુખ મગનભાઈ ધરોડીયા, શંકર વાલજીભાઈ ભોરણીયા અને રવી ભાણજીભાઈ ઉભડીયા રોકડા રૂપીયા 95 હજાર, 3 મોબાઈલ સહિત રૂપીયા 98 હજારના મુદ્દામાલ સાથે પકડાયા છે. અને દસાડા તાલુકાના માનાવાડા ગામની સીમમાં મેરા જવાના રસ્તે જુગાર રમતા શામજી બાબુભાઈ ઠાકોર, ચતુર કાળુભાઈ ધારીયાલા, ભુપત રમુજી ધારીયાલા રોકડા રૂપીયા 17,400, 3 મોબાઈલ સહિત રૂપીયા 32,400ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં દશરથ રમુજી ધારીયાલા, નવઘણ રામાજી ધારીયાલા, કનુ રામાજી કલાડીયા, કીલા ભુવાજી કલાડીયા, વિનુ જેરામજી પંચાસરા અને મહેશ ગેમરજી ધારીયાલા રાર થઈ ગયા છે. તથા ચોટીલાના ઢોળકવા ગામે મોગલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સંજય ઘુઘાભાઈ વાંઘાણી, સુરેશ વાલજીભાઈ ચૌહાણ, ધીરૂ કરમશીભાઈ વાંઘાણી, અમકુ બીછુભાઈ ખાચર અને રાણા પોપટભાઈ જાડા રોકડા રૂપીયા 13350 સાથે પકડાયા છે. દસાડા તાલુકાના રોઝવા ગામેથી પોપટ મોતીસંગ ઝાલા રૂપીયા 870 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward