android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અમદાવાદ જિ. પં. શિક્ષણ સમિતિની સંકલન બેઠક યોજાઈ
calendar_today September 1, 2026

અમદાવાદ જિ. પં. શિક્ષણ સમિતિની સંકલન બેઠક યોજાઈ

ધંધૂકા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સાગરભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે શાળાઓની શૈક્ષણિક કામગીરી તેમજ પાયાની ભૌતિક સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શાળાઓમાં પીવાના પાણી, શૌચાલય, વર્ગખંડોની મરામત, વીજળી અને રમત-ગમતના મેદાન સહિતની સુવિધાઓની સ્થિતિ અંગે ચર્ચા કરી ખૂટતી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓના વાંચન, ગણન અને લેખન કૌશલ્યમાં સુધારો થાય તે માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓના અસરકારક અમલીકરણ અને આગામી આયોજન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરી સમયસર જરૂરી પગલાં લેવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.ચેરમેન સાગરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારું શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી પાયાની સુવિધાઓ મળે તે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ હેતુને સાકાર કરવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ધ્રાંગધ્રામાં યોજાતા મેળા માટે તંત્ર દ્વારા રાઇડસ ધારકોને કડક આદેશ અપાયા
calendar_today September 1, 2026

ધ્રાંગધ્રામાં યોજાતા મેળા માટે તંત્ર દ્વારા રાઇડસ ધારકોને કડક આદેશ અપાયા

સુરેન્દ્રનગર । (સં.ન્યૂ.સ.)સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ચાર દિવસીય મેળાના લોકાર્પણ પહેલા જ તંત્રની ટીમ દ્વારા સંયુકત રીતે તપાસ કરી હદ બહાર લગાવેલી રાઇડસ ખસેડાવડાવી હતી અને લોકોની સલામતી માટે સરકારી નિયમનું પાલન કરવા કડક આદેશ અપાયા હતા.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્વ વિખ્યાત તરણેતરના મેળાના બાદ જિલ્લાનો સૌથી મોટો જન્માષ્ઠમી નિમીતે ધ્રાંગધ્રાના મેળાના મેદાનમાં પાલીકા દ્વારા મેળાનું આયોજન કરાય છે.લોકોને મુસ્કેલી ના પડે અને સલામતી જળવાઇ રહે એ માટે સરકારી તંત્ર સજ્જ દેખાઇ રહયુ છે.મેળાની રાઇડસ ફીટ કરતા સમયે જ પાલીકા પ્રમુખ દામીનીબેન ગોવાણી,ડેપ્યુટી કલેકટર ઇશીતા મેર,કારોબારી ચેરમેન પ્રવિણભાઇ રબારી,ઉપપ્રમુખ શહદેવસીહ, મામલતદાર બી.એસ.પટેલ.પી.આઇ.જાટ અને ચીફ ઓફીસર મંટીલ સહિત સહિતની ટીમ એન્જી સહિતના સ્ટાફ સાથે સ્થળ તપાસ ઉપર નીકળી હતી.આ સમયે પ્લોટ ફાળણવી કરેલ જગ્યાની થોડી બહાર લગાવેલી રાઇડસ દૂર કરાવી હતી.બીજી તરફ તંત્ર દ્વારા રાઇડસ ધારકોને સરકારી નિયમોના પાલન કરવા માટેની ખાસ સુચના અપાઇ હતી.આમ ધ્રાંગધ્રા પાલીકાની ટીમ દ્વારા લોકોની સલામતી જળવાઇ રહે અને આનંદથી મેળો માણી શકે એ માટે તમામ પ્રકારની સાવચેતી રખાતી હોવાથી લોકોએ આનંદ વ્યકત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ધંધૂકા ઘરડા ઘર પાસેની સોસાયટીના રહીશો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર
calendar_today September 1, 2026

ધંધૂકા ઘરડા ઘર પાસેની સોસાયટીના રહીશો ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર

ધંધૂકા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકામાં પવિત્ર શ્રાવણ માસમાં એક તરફ્ શિવભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન છે, ત્યારે ધંધુકા શહેરના ઘરડા ઘર નજીકથી વિવિધ સોસાયટીઓ તરફ્ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. રસ્તા પર ગટરનું પાણી અને બિસ્માર માર્ગના કારણે જાણે ગટરના પાણીમાંથી પસાર થવાની સ્થિતિ સર્જાઈ છે. તેમજ હાલમાં બેવડી મોસમમાં પાલિકાની બેદરકારીથી રહેણાંક વિસ્તારમાં નર્કાગારની સ્થિતિથી રોગચાળો ત્રાટકવાની ભીતિ સ્થાનિક રહીશોમાં પ્રર્વતે છે.છેલ્લાં ઘણા સમયથી માર્ગ પર ગટર છલકાવાની સમસ્યા હોવાના કારણે ગંદુ પાણી રોડ પર જ ઉભરાઈ રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા શિવભક્તો સહિત સ્થાનિક રહેવાસીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમાંય ગટરનું પાણી સતત રોડ પર ઉભરાતું હોવાથી માર્ગની હાલત પણ વધુ બિસ્માર બની રહી છે. ગંદકી, દુર્ગંધ અને બિસ્માર રસ્તાની ત્રિપલ સમસ્યાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને પગપાળા પસાર થતા લોકો અને સ્થાનિક રહેવાસીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ સમસ્યા અંગે પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે જરૂરી કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે સમસ્યા યથાવત છે. વારંવાર ગટર છલકાવાની સમસ્યાના કારણે લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, માત્ર ગટરનું પાણી દૂર કરવાની કામચલાઉ કામગીરીને બદલે ગટર વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ બિસ્માર બનેલા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો અને નગરજનોને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત ન આવે તે માટે પાલિકા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward