android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર
calendar_today October 21, 2026

Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર

ભાવનગર શહેરના પોલીસ બેડામાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ નરપતસિંહ ગોહિલ અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. અચાનક તેઓ લાપતા થઈ જવાથી પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને પોલીસ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી ફરજ પર હાજર આ કર્મચારીનો કોઈ જ પત્તો ન લાગતા સહકર્મીઓ પણ ચિંતામાં મુકાયા છે.કોન્સ્ટેબલના ઘરેથી મળી આવી શંકાસ્પદ નોટજયેન્દ્રસિંહ ગોહિલ ગુમ થયા બાદ તેમના ઘરની અંદરથી એક લેખિત નોટ મળી આવી હોવાની વાત સામે આવી છે. આ નોટ મળ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે અને પરિવારની ચિંતા અનેકગણી વધી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોન્સ્ટેબલના પત્ની દ્વારા તુરંત જ સક્રિયતા દાખવીને શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી અને પતિને હેમખેમ શોધી આપવા માટે આજીજી કરવામાં આવી હતી.નીલમબાગ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાપરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અને માહિતીના આધારે નીલમબાગ પોલીસે તાત્કાલિક ધોરણે ગુમનોડ નોંધીને તપાસના ચક્રો તીવ્ર ગતિએ ગતિમાન કર્યા છે. પોલીસે જયેન્દ્રસિંહના મોબાઈલ લોકેશન, 3 થી 4 મુખ્ય રૂટ્સના CCTV ફૂટેજ તેમજ તેમના સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે ચારેય દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad News : CTM ના પરિવારે ઉત્સાહભેર ખોલ્યું નમકીનનું પેકેટ, અંદરથી એવું શું નીકળ્યું કે આખો પરિવાર ચોંકી ઉઠ્યો?

Read Full Story arrow_forward
21 October Top News : ગાંધીનગરમાં ફાયરિંગ, અમદાવાદમાં નકલી પત્રકારો ઝડપાયા અને નમકીનમાંથી વંદા મળ્યાનો આક્ષેપ
calendar_today October 21, 2026

21 October Top News : ગાંધીનગરમાં ફાયરિંગ, અમદાવાદમાં નકલી પત્રકારો ઝડપાયા અને નમકીનમાંથી વંદા મળ્યાનો આક્ષેપ

21 October Top News : સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર2. Israel Elections: ઇઝરાયેલમાં ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કરે છે કામ? જાણો નેસેટની ચૂંટણી અને ભારતની ચૂંટણી સાથેની સરખામણી3. Delhi: મહિલાઓ પ્રત્યે તેમની માનસિકતા શું છે... સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર4. Gandhinagar: માણસાના વરસોડામાં ડીજેના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ, યુવક ઘાયલ5. Ahmedabad News : CTM ના પરિવારે ઉત્સાહભેર ખોલ્યું નમકીનનું પેકેટ, અંદરથી એવું શું નીકળ્યું કે આખો પરિવાર ચોંકી ઉઠ્યો?6. Ahmedabad : દાણીલીમડામાં નકલી પત્રકારો ઝડપાયા, સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા7. Amitabh Bachchan : ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ વચ્ચે બિગ બીએ કેમ માગી માફી? બિગ બીની પોસ્ટે વધાર્યું સસ્પેન્સ!8. Surendranagar : માલગાડીની બોગી પાટા પરથી ખડી પડતાં તમામ ટ્રેન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો9. Gandhinagar News : ગરબાની તકરાર લોહિયાળ બની, અરવિંદસિંહ ચાવડા પર 3 રાઉન્ડ ફાયરિંગ, 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ10. ind vs zim: ‘હવે તારે જે કરવું હોય એ કર’, અને પછી હરમનપ્રીત કૌરે મચાવી ધમાલ !

Read Full Story arrow_forward
Delhi: મહિલાઓ પ્રત્યે તેમની માનસિકતા શું છે... સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
calendar_today October 21, 2026

Delhi: મહિલાઓ પ્રત્યે તેમની માનસિકતા શું છે... સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર ફરી એકવાર પ્રહાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીના તાજેતરના એક નિવેદનનો ઉલ્લેખ કરતા તેમના પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે તેમણે ગણવેશધારી મહિલા પોલીસ અધિકારી પ્રત્યે અયોગ્ય અને તેમનું અપમાન કરતું વર્તન કર્યું છે.સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના વર્તન પર ટિપ્પણી કરતા કહ્યું, "મહિલાઓ પ્રત્યે તેમનો અભિગમ તે ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે ગણવેશધારી મહિલા પોલીસ અધિકારી સાથે કેવું વર્તન કર્યું. આ એક અપમાનજનક અને તુચ્છ કૃત્ય હતું. એક રીતે જોઈએ તો, આવા વ્યક્તિને સામાજિક જીવનમાંથી બાજુ પર કરી દેવા એ આપણી સામાજિક જવાબદારી છે. આપણા સમાજમાં મહિલાઓ સશક્ત છે." ="જ્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરફથી આવી ટિપ્પણીઓ આવે છે, ત્યારે તે માત્ર ભાજપ કે આરએસએસ (RSS) સાથે જોડાયેલી મહિલાઓનું જ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોની મહિલાઓનું અપમાન છે. એવું લાગે છે કે તેઓ માત્ર સમાચારોમાં (હેડલાઇન્સમાં) રહેવા માટે આવી હલકી અને ક્ષુલ્લક ટિપ્પણીઓ કરે છે."રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં શું કહ્યું હતું?20 ઓક્ટોબર, 2024ના રોજ, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આરએસએસ (RSS)ને નિશાન બનાવ્યું. તેમણે લખ્યું, "આરએસએસ એક એવું સંગઠન છે જે બંધારણની વિરુદ્ધ છે અને માને છે કે મહિલાઓ પુરુષોની મિલકત છે. હું 'શિવ-શક્તિ'માં વિશ્વાસ રાખું છું, અને તેથી જ મને તેમની સામે લડવામાં એક મોટો ઉદ્દેશ્ય દેખાય છે. સૌથી સારી વાત એ છે કે જે ઘણી મહિલાઓ એક સમયે તેમનું સમર્થન કરતી હતી, તેઓ હવે મારી સાથે ઊભી છે. =સંસ્થાઓ પર દબાણ લાવવાના આરોપોઆ પહેલા પણ ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમના તાજેતરના વિરોધ પ્રદર્શનો અને નિવેદનોનો ઉલ્લેખ કરતા તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી 'સત્તા પરિવર્તન' ઈચ્છે છે અને લોકશાહી સંસ્થાઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની વિરોધ પક્ષની માંગને રાજકીય પ્રેરિત ગણાવી હતી.આ પણ વાંચો: Delhi માં Grap-1 લાગુ, વધતા પ્રદુષણને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

Read Full Story arrow_forward