android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શિયાળ ગામે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીનો મેળો
calendar_today September 1, 2026

શિયાળ ગામે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીનો મેળો

બગોદરા । (સં.ન્યૂ.સ)અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે આવેલા 700 વર્ષથી વધુ પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિવસે પરંપરાગત નાગપંચમી પર્વ નિમિતે મંગળવારે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આસપાસનાં શિયાળ ગામની આસપાસના 30થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.શિયાળ ગામના અંબારામભાઈ ભુવાના જણાવ્યા પ્રમાણે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામલોકોએ નાગદેવતાની સફેદ ધજાઓ ધારણ કરી ચરમાળીયા દાદાને અર્પણ કરી હતી. ભક્તોએ ધૂન ગાઈ હતી, જ્યારે મહિલાઓએ પરંપરાગત ગરબા રજૂ કરી ધાર્મિક માહોલને જીવંત બનાવ્યો હતો. મેળામાં પઢાર સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા.ચકડોળ અને જમ્પિંગ રાઈડ્સ સહિતની મનોરંજનની વિવિધ રાઈડ્સ તેમજ ખાણી-પીણી અને કટલરીના સ્ટોલોએ મેળાની રોનકમાં વધારો કર્યો હતો. બાળકો અને પરિવારોમાં મનોરંજનની રાઈડ્સ તથા વિવિધ સ્ટોલો પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાવળા તાલુકા ગ્રામ્યમાં નાગપંચમીના મેળામાં ભક્તિ, લોકપરંપરા અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ
calendar_today September 1, 2026

વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ

વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી સમાવેશ કરેલા અને શહેર સમીપ આવેલા ભોજવા વિસ્તારમાં 200 વર્ષ જૂની પારંપારિક બળેવ દોડ સ્પર્ધાનું રક્ષાબંધનના પર્વેયોજી ગામની સંસ્કૃતિ જાળવવામાં આવી હતી. ભોજવા ગામમાં પટેલ, દરબાર, મુસ્લિમ, દલિત, રબારી, ઠાકોર, પ્રજાપતિ સહિતના સમાજ વસે છે. જેમાં મોટાભાગના લોકો વર્ષોથી ખેતી ધરાવતા હોઈ મહેનતું પ્રજા છે. રક્ષાબંધનનું પર્વ ચોમાસામાં આવતું હોય આ દિવસે ગામમાં બળેવની દોડ વરસોથી વડવાઓ દ્વારા યોજવામાં આવતી. જેમાં ગ્રામ પંચાયત ચોકમાં સ્વૈચ્છિક રીતે ચાર યુવાનો ભાગ લઈ શકે અને તેમના વચ્ચે બસ્સો મીટર અંતરની દોડ સ્પર્ધા યોજાય. વિજેતા બને તેને ખેતી માટે હાથ બનાવટનું પ્રતીક હળ સાથે સુખડીનો પ્રસાદ તેમજ રોકડ આપવામાં આવે. જે બસ્સો વર્ષ પહેલા વડવાઓએ શરૂ કરેલી પરંપરા મુજબ ગત શુક્રવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે ગ્રામ્યજનોની મેદની વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં કુલ ચાર યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજય જીલુભાઈ ભોજવિયા આવ્યા હતા. ગ્રામ્ય લોકોએ તેને વધાવી લીધો હતો અને પરંપરા મુજબ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મૂળીના માર્કેટ યાર્ડની તા. 9મીની ચૂંટણીનો ગરમાવો
calendar_today September 1, 2026

મૂળીના માર્કેટ યાર્ડની તા. 9મીની ચૂંટણીનો ગરમાવો

સુરેન્દ્રનગર । (બ્યુરો)સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ખેડુત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. મૂળી એપીએમસીની ચૂંટણીમાં આજે તા. 2-9ના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ રહેલો છે. જયારે આગામી તા. 9-9ના રોજ મતદાન અને 10-9ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. પરંતુ ખેડુત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝુકાવ્યુ હોવાથી આજે તમામ બેઠકો બીન હરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી સંસ્થાઓમાં હાલ ચૂંટણીઓની મૌસમ આવી છે. ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણી બાદ હવે મૂળી એપીએમસીની ચૂંટણી યોજાઈ રહી છે. મૂળી એપીએમસીની ચૂંટણીની જાહેરાત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના નીયામક દ્વારા તા. 18-6ના રોજ કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ મુળીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. મુળી એપીએમસીના ચૂંટણી અધીકારી અને જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કોમલબેન ચૌધરી, નીકુલગીરી ગોસ્વામી દ્વારા ચૂંટણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અધીકૃત મતદાર યાદીની પ્રાથમીક પ્રસીધ્ધી, સુધારા-વધારા બાદ આખરી મતદાર યાદી 28-7ના રોજ કરાઈ હતી. જયારે ફોર્મ ભરાવા, ચકાસણી બાદ આજે તા. 2 -9ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતીમ દિવસ છે. મુળી એપીએમસીમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારોએ 12 ફોર્મ ભર્યા છે. ખેડૂત વિભાગના 163 મતદારો મતદાન કરનાર છે. જયારે વેપારી વિભાગની 4 બેઠક માટે 1 જ ઉમેદવારી પત્ર ભરાયુ છે. વેપારી વિભાગમાં 3 મતદારો નોંધાયેલા છે. ત્યારે ખેડુત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝુકાવ્યુ છે. ત્યારે ખેડુત વિભાગની તમામ બેઠકો ચૂંટણી પહેલા બીન હરીફ થાય અને એપીએમસીના ચૂંટણીમાં ઈલેકશનના બદલે સીલેકશન થઈ જાય તે માટે તનતોડ પ્રયાસો અંતીમ ઘડી સુધી કરવામાં આવનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward