android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji : ઢાબા સંચાલક મુસા બૂટલેગર પર ફાયરિંગ અને મારામારીનો દાવો, દારૂના ધંધાની અદાવતમાં હુમલાની આશંકા
calendar_today October 16, 2026

Ambaji : ઢાબા સંચાલક મુસા બૂટલેગર પર ફાયરિંગ અને મારામારીનો દાવો, દારૂના ધંધાની અદાવતમાં હુમલાની આશંકા

અંબાજી નજીક આવેલા રાજસ્થાન સરહદના જાંબુડી ગામે ગેંગવોરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મુસાદા ઢાબા ચલાવતા અંબાજીના દિલીપ પ્રજાપતિ ઉર્ફે મુસા બૂટલેગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગેરકાયદે દારૂના ધંધાની જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને પગલે ભારે ચકચાર ફેલાઈ છે.લોકો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા મળી લક્ઝરી ગાડીઓમાં આવ્યાપીડિત દિલીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ, સુમિત 5600 ગ્રૂપ સાથે સંકળાયેલા લોકો ત્રણ ફોર્ચ્યુનર અને ત્રણ ક્રેટા મળી લક્ઝરી ગાડીઓમાં સવાર થઈને ધસી આવ્યા હતા. હુમલાખોરોએ જાંબુડી સ્થિત મુસાદા ઢાબા પર પહોંચતાની સાથે જ ભારે આતંક મચાવ્યો હતો.ફાયરિંગ કરી બેફામ મારામારી કરી હોવાનો દાવોહુમલાખોરોએ ઢાબા પર પહોંચીને ફાયરિંગ કરી બેફામ મારામારી કરી હોવાનો દાવો કરાયો આ હિંસક હુમલા દરમિયાન હુમલાખોરોએ લોખંડના પાઇપ વડે નિર્દયતાથી માર મારીને દિલીપ પ્રજાપતિનો પગ તોડી નાખવાનો ખુલ્લો પ્રયાસ કર્યો હોવાનો તેમણે ગંભીર દાવો કર્યો છે.મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરારઆ ઉપરાંત દિલીપ પ્રજાપતિએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરોએ ઢાબા પર ફાયરિંગ કરીને સીસીટીવી કેમેરા સહિતનો સામાન લૂંટી લીધો હતો. આ સાથે જ હુમલાખોરો તેમના બે મોબાઈલ ફોન અને એક થાર ગાડી પણ પડાવીને ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે હુમલાખોરોએ સિરોહી એસપી સાથે પોતાની સીધી ઓળખાણ હોવાની ધમકી આપી હોવાનો પણ દિલીપ પ્રજાપતિએ ખુલ્લો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટના પાછળ દારૂના ગેરકાયદે ધંધાની જૂની અદાવત હોવાની આશંકા છે. રાજસ્થાનના સિરોહી વિસ્તારના કથિત બૂટલેગરો સામે હુમલાના આક્ષેપથી બંને રાજ્યોની સરહદે ભારે ચકચાર મચી છે.દિલીપ પ્રજાપતિ પોતે પણ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છેબીજી તરફ, હુમલાનો ભોગ બનેલા દિલીપ પ્રજાપતિ પોતે પણ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે. તેમના સામે અગાઉ 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનો દાવો છે અને તેમણે અગાઉ પાસા હેઠળ જેલની સજા પણ ભોગવી હોવાની વિગતો છે. આમ બે જૂથો વચ્ચે દારૂના કાળા કારોબારને લઈને ખેલાયેલી આ ગેંગવોરની ઘટનાએ સમગ્ર સરહદી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. આ પણ વાંચો :   Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

Read Full Story arrow_forward
CJP Tiranga March Live:   અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો દાવો, વકીલો સાથે વાત ન કરવા દેવાનો આક્ષેપ
calendar_today October 16, 2026

CJP Tiranga March Live: અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો દાવો, વકીલો સાથે વાત ન કરવા દેવાનો આક્ષેપ

CJPના સ્થાપક અભિજીત દીપકેને દિલ્હી પોલીસ દ્વારા એક નોટિસ આપવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું છે કે કનોટ પ્લેસ (CP)માં વિરોધ પ્રદર્શનો કરવાની મંજૂરી નથી. દરમિયાન, કેટલાક વેપારીઓએ CJP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું.અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનો દાવો, વકીલો સાથે વાત ન કરવા દેવાનો આક્ષેપસીજેપીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે અભિજીત દીપકેને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. સંસ્થાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સીજેપીએ દિલ્હી પોલીસને અભિજીત ક્યાં છે તે અંગે જવાબ આપવા માગ કરી છે.  કનોટ પ્લેસમાં પ્રદર્શનથી વેપારીઓ પરેશાન, નિર્ધારિત સ્થળે વિરોધ કરવાની અપીલનવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અતુલ ભાર્ગવે જણાવ્યું કે નવરાત્રિથી દિવાળી અને હોળી સુધીનો સમય વેપારીઓ માટે મહત્ત્વનો હોય છે. કનોટ પ્લેસમાં પ્રદર્શનને કારણે દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે બંધારણ પ્રદર્શનની સાથે જીવવાના અધિકારની પણ ખાતરી આપે છે, તેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા સ્થળે જ પ્રદર્શન થવું જોઈએ.દિલ્હીમાં 150 પ્રદર્શનકારીઓની અટકાયતદિલ્હીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કનોટ પ્લેસ વિસ્તારમાં પ્રદર્શનકારીઓને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે પ્રદર્શનકારીઓને ઉઠાવીને બસોમાં બેસાડવાનું શરૂ કરતાં વિસ્તારમાં સ્થિતિ વધુ ચર્ચાસ્પદ બની છે.પોલીસકર્મીઓની ખાનગી માહિતી જાહેર ન કરવા દિલ્હી પોલીસની અપીલદિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી અને એડિશનલ સીપી રાજીવ રંજને પ્રદર્શનકારીઓ અને જનતાને અપીલ કરી છે કે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓના ફોટા, વીડિયો કે તેમના ઘરનું સરનામું અને પૂરું નામ સોશિયલ મીડિયા પર શેર ન કરે. તેમણે કહ્યું કે આવી રીતે ખાનગી માહિતી જાહેર કરવી ગેરકાયદેસર છે અને દરેકની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ.નેહા બોરાની અટકાયતની તસવીર આવી સામેAISA પ્રમુખ નેહા બોરાને અટકાયતમાં લીધા પછી નેહાના 'X' પર એક સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું, "નેહાને એકલી ક્યાં લઈ જવામાં આવી છે? આ અટકાયત નથી! આ અપહરણ છે." =ડીસીપીએ વિરોધીઓને કનોટ પ્લેસ ખાલી કરવા અપીલ કરીનવી દિલ્હી ડીસીપીએ વિરોધીઓને કનોટ પ્લેસ ખાલી કરવા અપીલ કરી. દિલ્હી પોલીસ વિરોધીઓને સીપીમાંથી દૂર કરી રહી છે.સીજેપી કાર્યકરો કનોટ પ્લેસ ખાતે ભેગા થઈ રહ્યા છેએઆઈએસએ પ્રમુખ નેહા બોરા અને સીજેપીના સ્થાપક અભિજીત દિપકેકની અટકાયત બાદ સીજેપી, આપ અને ડાબેરી પક્ષોના સેંકડો સમર્થકો ત્રિરંગો પકડીને કનોટ પ્લેસ નજીક સેન્ટ્રલ પાર્ક તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ ઘણા લોકોને અટકાયતમાં લઈ રહી છે અને તેમને બસોમાં ભરી રહી છે. =નેહા બોરાની કરી અટકાયતદિલ્હી પોલીસે અભિજીત દિપકે બાદ હવે નેહા બોરાની પણ અટકાયત કરી છે. મંડી હાઉસ નજીક AISA નો વિરોધ પ્રદર્શન ચાલુ હતું. =મુસાફરોને મુશ્કેલી ન પડે તે અમારી પ્રાથમિકતા- એડિશનલ સીપી, ટ્રાફિક એડિશનલ સીપી (ટ્રાફિક) ડીકે ગુપ્તાએ કહ્યું કે અમે ટ્રાફિકનું નિયમન કરવા માટે આ ઝોનમાં અમારા કર્મચારીઓને તૈનાત કર્યા છે. જો કોઈ વિક્ષેપ આવે, તો અમે લોકોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે અને ટ્રાફિક સરળતાથી વહેતો રહે તે માટે સમયસર ડાયવર્ઝન લાગુ કરીશું. અમે ચોક્કસપણે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહ્યા છીએ. અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવાનો છે. અમે બધા મુસાફરોને અમારી ટ્રાફિક સલાહનું પાલન કરવા વિનંતી કરીએ છીએ.  =અભિજીત દિપકેની કરી અટકાયતતિરંગા માર્ચ પહેલા દિલ્હી પોલીસે અભિજીત દિપકેની અટકાય કરી છે. અભિજીત દિપકે કનોટ પ્લેટમાં જવાની કોશિશ કરી રહ્યા હતા.  =અનેક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવ્યાસેન્ટ્રલ પાર્ક ખાતે CJPના ‘લહેરા દો તિરંગા’ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, કનોટ પ્લેસની આસપાસના વિસ્તારમાં અનેક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વિસ્તારમાં અને તેની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. =કનોટ પ્લેસમાં 163 કલમ લાગુ દિલ્હીમાં CJP (સીજેપી) દ્વારા આયોજિત ‘લહેરા દો તિરંગા’ વિરોધ પ્રદર્શન પહેલાં સેન્ટ્રલ પાર્કની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ છે અને NDMC (એનડીએમસી) દ્વારા ‘તિરંગા યાત્રા’ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી. =તિરંગા યાત્રા ન યોજવા વેપારીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર શહેરમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે થયેલા નુકસાન અંગે વિવિધ વેપાર અને વ્યવસાયિક સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. =

Read Full Story arrow_forward
US India Politics: SIR પર અમેરિકી સાંસદના નિવેદન પર ભડક્યું ભારત, MEAએ કહ્યુ, 'અમારી લોકશાહીમાં દખલગીરી બંધ કરો!'
calendar_today October 16, 2026

US India Politics: SIR પર અમેરિકી સાંસદના નિવેદન પર ભડક્યું ભારત, MEAએ કહ્યુ, 'અમારી લોકશાહીમાં દખલગીરી બંધ કરો!'

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના નિવેદનને સંપૂર્ણપણે પાયાવિહોણું અને ખોટી માહિતીથી ભરેલું ગણાવ્યું છે.લોકશાહી વિરોધી પ્રયાસ ભારતીય-અમેરિકન કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલે ભારતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી આશરે 130 મિલિયન લોકોના નામ કાઢી નાખવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આને ભારતમાં મોટા પાયે મતોને દૂર કરવાનો લોકશાહી વિરોધી પ્રયાસ ગણાવ્યો. પ્રમિલા જયપાલે આ મુદ્દાને લઈને ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને પણ ટેકો આપ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડભારતે અમેરિકાના ઇલિનોઇસમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરા અંગે ચિંતા વ્યક્ત કરી. ભારતે જણાવ્યું હતું કે આ ઘટનાથી અમેરિકામાં વંશીય દુશ્મનાવટ અને ભારતીય વિરોધી દ્વેષ અંગે ચિંતા વધુ વધે છે. રણધીર જયસ્વાલે કહ્યું, "ઇલિનોઇસના ઓરોરામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરાના અહેવાલોથી અમે ખૂબ જ ચિંતિત છીએ." તેમણે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ અને અટકાયત અને તેની સામે દાખલ કરાયેલા આરોપો સહિત યુએસ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની નોંધ લીધી છે.ભારતીઓ સામે હિંસા સહન નહી કરાશે: વિદેશ મંત્રાલયતેમણે કહ્યું, "આ ઘટના અમેરિકામાં વંશીય દુશ્મનાવટ અને ભારત વિરોધી દ્વેષ અંગે ચિંતાઓને વધુ વધારે છે." નફરતથી પ્રેરિત હિંસા માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવાની, વધુ સતર્કતા રાખવાની અને ભારતીય સમુદાયની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે.' વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'અમે અપેક્ષા રાખીએ છીએ કે યુએસ અધિકારીઓ આ બાબતની સંપૂર્ણ તપાસ કરે, જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવે અને આવી ઘટનાઓને રોકવા માટે તમામ જરૂરી પગલાં લે.'આ પણ વાંચોઃ ગરીબ પાકિસ્તાન હવે 2027માં સંભાળશે IMF-વર્લ્ડ બેંકની કમાન અને નિભાવશે મહત્વપૂર્ણ જવાબદારી

Read Full Story arrow_forward