android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himachal: 7,000 ફૂટ  ઊંચું પવિત્ર તળાવ અચાનક જ 90% કેમ સૂકાઇ ગયું, જાણો તેના રહસ્ય વિશે!
calendar_today September 2, 2026

Himachal: 7,000 ફૂટ ઊંચું પવિત્ર તળાવ અચાનક જ 90% કેમ સૂકાઇ ગયું, જાણો તેના રહસ્ય વિશે!

હિમાચલ પ્રદેશના પ્રવાસન અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા ચૌહર ખીણની બારોટ પંચાયતમાં આવેલું સદીઓ જૂનું કુદરતી તળાવ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. દરિયાની સપાટીથી આશરે 7000 ફૂટની ઊંચાઈએ હેડગરમાં સૂરજપુર ગઢ ખાતે આવેલું આ ઐતિહાસિક તળાવ હવે તેના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. ભારે હિમવર્ષા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ પાણીથી ભરપૂર રહેતું આ પવિત્ર તળાવ આજે લગભગ 90 ટકા જેટલું સુકાઈ ચૂક્યું છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવિદોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે આ તળાવસ્થાનિક નાગરિકો અને પર્યાવરણવિદના મત પ્રમાણે, પ્રાચીન સમયમાં આ કુદરતી તળાવ અંદાજે 300 મીટર લાંબુ અને 100 મીટર પહોળું હતું. પ્રચૂર માત્રામાં પાણી ઉપલબ્ધ હોવાને કારણે આ તળાવ સ્થાનિક લોકો તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. આ પવિત્ર તળાવને 'જુનું દેહાંસર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે દર વર્ષે ભાદો અને ચૈત્ર મહિનાની 20મી તારીખે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવીને પવિત્ર સ્નાન કરે છે.તળાવ પોતાનું પ્રાચીન સ્વરૂર ગુમાવવાની કગાર પરજો કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવમાં પાણીનું સ્તર સતત ઘટતું ગયું છે, જેના કારણે તે પોતાનું પ્રાચીન સ્વરૂપ અને ગૌરવ ગુમાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ તળાવ માત્ર પાણીનો એક સ્ત્રોત નથી, પરંતુ આ સમગ્ર પ્રદેશનો એક અમૂલ્ય કુદરતી અને ધાર્મિક વારસો છે. જો આ કુદરતી સંપદાને બચાવવામાં નહીં આવે, તો આવનારી પેઢીઓ આ ઐતિહાસિક સ્થળના દર્શન કરવાથી વંચિત રહી જશે.ઐતિહાસિક ધરોહરને બચાવવાની ઉગ્ર માંગઆ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવાદીઓએ વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તત્વજ્ઞાન અને વિજ્ઞાનની મદદથી આ તળાવના કુદરતી પાણીના સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે. તળાવને પુનઃજીવિત કરવા માટે વહીવટીતંત્રે વહેલી તકે વિશેષ સંરક્ષણ યોજના તૈયાર કરીને નક્કર પગલાં ભરવા જોઈએ, જેથી આ પવિત્ર અને ઐતિહાસિક તળાવને સંપૂર્ણ નાશ પામતું અટકાવી શકાય.આ પણ વાંચોઃ US Iran war 2.0: જોર્ડનથી કુવૈત સુધી યુદ્ધની જ્વાળાઓ ફરી ફાટી નીકળી, અમેરિકાના જવાબી હુમલામાં 5ના મોત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: નેપાળ પૂરમાં મૃત્યુઆંકમાં સતત વધારો, અત્યાર સુધી કુલ 1093 લોકોના મોત, 4400થી વધુ લોકો હજુ પણ લાપતા
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: નેપાળ પૂરમાં મૃત્યુઆંકમાં સતત વધારો, અત્યાર સુધી કુલ 1093 લોકોના મોત, 4400થી વધુ લોકો હજુ પણ લાપતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી
calendar_today September 2, 2026

Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

અમદાવાદ એરપોર્ટ પરથી હબ એન્ડ સ્પોક ઓપરેશન્સનો મંગળવારથી આરંભ કરાયો હતો.નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે,દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તપાસ પ્રક્રિયામાં જોડાયેલી છેતેમણે કહ્યું હતું કે, વિમાનમાં અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરો હોવાના કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસ પ્રક્રિયામાં જોડાયેલી છે.એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ ખૂબ જલ્દી જાહેર કરાશે.ઉડ્ડયન સલામતીને વધુ મજબૂત બનાવવા માટે દરેક પાયલટનું વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ફરજિયાત મૂલ્યાંકન અને ચકાસણી પણ કરાશે.વારાણસી અને અમૃતસર બાદ હવે અમદાવાદમાં હબ એન્ડ સ્પોક વ્યવસ્થાનો આરંભ કરાયો છે.વર્ષ 2014માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા.જેની સંખ્યા વધીને આજે 166 થઈ ગઈ છે.આગામી 10 વર્ષ દરમિયાન આશરે રૂ.30 હજાર કરોડના ખર્ચે નવા 100 એરપોર્ટ વિકસાવાશે. સૌથી મોટો લાભ મુસાફરોને લગેજ ટ્રાન્સફરમાં મળશેતેમણે ઉમેર્યું હતું કે, હબ એન્ડ સ્પોક મોડલનો સૌથી મોટો લાભ મુસાફરોને લગેજ ટ્રાન્સફરમાં મળશે.નવી વ્યવસ્થા હેઠળ મુસાફર અમદાવાદમાં જ એક વખત લગેજની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતિમ ગંતવ્ય સુધી વધુ સરળતાથી મુસાફરી કરી શકશે અને તેને અંતિમ ગંતવ્ય પર જ પોતાનું લગેજ મળી શકશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભારતનો 7.8 ટકાનો વિકાસ દર વડાપ્રધાનની વિકાસલક્ષી વિચારધારાની સાક્ષી પૂરે છે.એક સમયે હવાઈ મુસાફરી અમીર વર્ગ સુધી મર્યાદિત હતી, પરંતુ ઉડાન યોજના બાદ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પણ હવાઈ મુસાફરી વધુ સુલભ બની છે.રાજ્યમાં હાલમાં 19 એરપોર્ટ છે, જેમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.આ પણ વાંચોઃ Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત

Read Full Story arrow_forward