android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : તંત્રની લોલમલોલથી જીવ ગુમાવતાં બચ્યા અમદાવાદીઓ! ગુપ્તા નગર પાસે ધડામ દઈને પડ્યો સિગ્નલનો થાંભલો...
calendar_today September 2, 2026

Ahmedabad News : તંત્રની લોલમલોલથી જીવ ગુમાવતાં બચ્યા અમદાવાદીઓ! ગુપ્તા નગર પાસે ધડામ દઈને પડ્યો સિગ્નલનો થાંભલો...

અમદાવાદના ગુપ્તા નગર ચાર રસ્તા પર આજે એક મોટી હોનારત થતાં થતાં ટળી ગઈ છે. દૈનિક સમય મુજબ ચાલુ વાહન વ્યવહાર વચ્ચે અચાનક જ રસ્તા કિનારે આવેલો ટ્રાફિક સિગ્નલનો ભારેખમ થાંભલો કડાકાભેર ધરાશાયી થયો હતો. જે સમયે આ થાંભલો પડ્યો ત્યારે રોડ પરથી અનેક વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા. થાંભલો અચાનક વચ્ચે રોડ પર તૂટી પડતાં જ વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.બે વાહનચાલકોનો આબાદ બચાવ, સદનસીબે જાનહાની નહીંઆ દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે આટલી મોટી ઘટના છતાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સિગ્નલનો થાંભલો બરાબર બે વાહનચાલકોના માથા પર જ પડવાની તૈયારીમાં હતો, પરંતુ સદનસીબે માત્ર સેકન્ડોના તફાવતે તેઓ આગળ નીકળી જતાં થોડા માટે બચી ગયા હતા. જો થાંભલો સીધો વાહનચાલકો પર પડ્યો હોત તો મોટો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી થાંભલો બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલોઆ ઘટના બાદ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારના વાવાઝોડા કે ભારે વરસાદ વગર જ અચાનક આટલો મોટો સિગ્નલ પોલ કેવી રીતે તૂટી પડ્યો તે અંગે સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર અને મેન્ટેનન્સ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોનું આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર થાંભલાઓનું ચેકિંગ અને જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે આવા અકસ્માતોનું જોખમ વધે છે.આ પણ વાંચો : Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

Read Full Story arrow_forward
Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?
calendar_today September 2, 2026

Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

ગુજરાતના નાના-મોટા શહેરોમાં લારી-ગલ્લાથી લઈને કેટલીક નાની હોટેલોમાં સસ્તો અને નકલી ટામેટાં સોસ વાપરવાનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ફૂડ સેફ્ટી વિભાગના દરોડામાં અવારનવાર આ વાત સામે આવતી રહે છે કે જેને આપણે સ્વાદિષ્ટ સમજીને ખાઈએ છીએ, તેમાં ટામેટાંનો એક પણ ટુકડો હોતો નથી.આ ફેક્ટરીઓ ફૂડ લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં નકલી નામે ચાલતી હોવાથી માત્ર ચોક્કસ બાતમીના આધારે જ પકડાય છે.વળી, માલ પકડાય ત્યારે દંડની રકમ નફાની સરખામણીએ ખૂબ ઓછી હોવાથી,આ નફાખોરીનું બજાર અટકવાનું નામ નથી લેતું. ગ્રાહકો સસ્તા ફાસ્ટ ફૂડની ડિમાન્ડ કરે છે જે આ નકલી બજારના ટર્નઓવરને સતત વેગ આપે છે. નકલી સોસનું વાર્ષિક 200 કરોડનું બજારઆ નકલી સોસના લાલ બજારનું અંદાજિત ટર્નઓવર, પ્રોફિટ માર્જિન અને નફાખોરીનું ગણિત ખૂબ જ સરળ છે.એકલા ગુજરાતના આઠ મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભુજ, મહેસાણા સહિત અન્ય નગરોના ખાણીપીણી બજારો, હાઈવેના ધાબા અને લારી-ગલ્લાઓનો દૈનિક વપરાશ જોતાં આ નેટવર્ક ઘણું મોટું છે.ગુજરાતનાં અંદાજિત ટર્નઓવરની વાત કરીએ તો રાજ્યભરમાં દરરોજ હજારો લીટર નકલી સોસ બનાવાય છે.માત્ર ગુજરાત પૂરતું જ આ નકલી સોસનું બજાર વાર્ષિક અંદાજે 150થી 200 કરોડનું હોવાનું મનાય છે.લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર જો આખા દેશના મેટ્રો સિટીઝ અને નાના શહેરો ગણીએ તો આ નકલી કલર-કેમિકલ સોસનું માર્કેટ 1500થી 2 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.નકલી સોસનું બજાર ત્રણ સ્તરે કરોડોની કમાણી કરે છે તેમાં પ્રથમ નંબરે મેન્યુફેક્ચરર્સનો આવે છે.તેઓ કોઈપણ બ્રાન્ડ નેમ વગર અથવા માર્કેટની પ્રખ્યાત બ્રાન્ડના નામે જ નકલી સ્ટીકરો લગાવીને માલ વેચે છે. રૂપિયા 5 માં તૈયાર થતો લીટર સોસ તેઓ હોલસેલરને 15 રૂપિયામાં આપે છે.રોજનું 5 હજાર લીટર પ્રોડક્શન કરનારી નાની ફેક્ટરી પણ દર મહિને લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર રોકડીથી કરે છે.કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છેશહેરોના જથ્થાબંધ અનાજ-કરિયાણા માર્કેટ અથવા શાકભાજી માર્કેટની આસપાસ બેસતા કેમિકલ વેપારીઓ આ સસ્તો સોસ સીધો લારી-ગલ્લાવાળા સુધી પહોંચાડે છે.તેઓ જથ્થાબંધ કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છે.સામાન્ય રીતે ગ્રાહક ભુજિયા,સમોસા,પફ કે ચાઈનીઝ ખાતી વખતે સોસના અલગ પૈસા આપતો નથી.લારીવાળા માટે સોસ ફ્રી કોમ્પ્લીમેન્ટરી હોય છે.જો લારીવાળો રોજનો 5 કિલો અસલી સોસ વાપરે તો તેને 600નો ખર્ચ થાય.તેના બદલે આ નકલી સોસ વાપરવાથી તેનો રોજનો ખર્ચ માત્ર 100 થાય છે.આમ લારીવાળો સોસના નામે રોજ સોસ દીઠ 500 બચાવે છે આમ મહિને 15 હજારની સીધી બચત/નફો થાય છે.રાજયના મુખ્ય વપરાશ કેન્દ્રોઅમદાવાદનો માણેકચોક, સુરતનો ખાઉગલી કે રાજકોટ-વડોદરા, જામનગર, ભુજ, જૂનાગઢના લારી-ગલ્લા. અહીં મળતા ભુજીયા, સમોસા, પકોડા, ચાઇનીઝ (નુડલ્સ/મંચુરિયન), પફ, સેન્ડવીચ અને વડાપાઉં સાથે આ સોસ ગ્રાહકોને ફ્રીમાં અને અમર્યાદિત માત્રામાં પીરસવામાં આવે છે.આ પણ વાંચોઃ Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

Read Full Story arrow_forward
Ram Mandir: કોણ બનશે રામ મંદિરના પહેલા CEO? સિલેક્શન કમિટીએ ત્રણ ઉમેદવારોના નામ ટ્રસ્ટને સોંપ્યા
calendar_today September 2, 2026

Ram Mandir: કોણ બનશે રામ મંદિરના પહેલા CEO? સિલેક્શન કમિટીએ ત્રણ ઉમેદવારોના નામ ટ્રસ્ટને સોંપ્યા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે રચાયેલી પસંદગી સમિતિએ લાંબી અને વિગતવાર પ્રક્રિયા બાદ ત્રણ અત્યંત લાયક ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે ટ્રસ્ટની બેઠકમાં આમાંથી એક ઉમેદવારના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.મંદિર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક અયોધ્યામાં યોજાવાની છે. આ બેઠકમાં રામ મંદિરના પ્રથમ CEOની પસંદગી અંગે સત્તાવાર નિર્ણય થવાની શક્યતા છે. પસંદગી પ્રક્રિયાને પારદર્શક અને આધુનિક પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.CEO પદ માટે આવી હતી 5,585 અરજીઓરામ મંદિરના CEO પદ માટે દેશભરમાંથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. કુલ 5,585 અરજીઓ મળી હતી. તમામ અરજીઓની પ્રાથમિક અને વિગતવાર તપાસ કર્યા બાદ પસંદગી પ્રક્રિયામાં આગળ વધેલા ઉમેદવારોમાંથી 16 લોકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પસંદગી સમિતિએ ત્રણ સૌથી યોગ્ય ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરીને ટ્રસ્ટને સોંપી છે. હવે આ ત્રણ નામમાંથી કોની પસંદગી કરવામાં આવશે તેનો અંતિમ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરશે. પસંદ કરાયેલા CEOના નામની સત્તાવાર જાહેરાત પણ ટ્રસ્ટ તરફથી જ કરવામાં આવશે.પસંદગી સમિતિના સભ્યો અયોધ્યા પહોંચ્યાCEOની પસંદગી માટે રચાયેલી સમિતિમાં અનુભવી અને પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને નિષ્ણાત સભ્ય સુરેશ હાવરે સામેલ છે. ત્રણેય સભ્યો અયોધ્યા પહોંચી ચૂક્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.ટ્રસ્ટના અન્ય ખાલી પદો પર પણ નિર્ણયની શક્યતાટ્રસ્ટની બેઠકમાં માત્ર CEOના પદ અંગે જ નહીં, પરંતુ અન્ય ખાલી જગ્યાઓ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે સભ્યો અને મહાસચિવ સહિત કેટલાક મહત્વપૂર્ણ પદો હાલમાં ખાલી છે. આ જગ્યાઓ માટે પણ નવા નામોની જાહેરાત થઈ શકે છે.જગદીશ આફલે બની શકે છે પ્રથમ CEOમંદિર ટ્રસ્ટના સચિવ પદ માટે પણ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના રહેવાસી જગદીશ આફલેને ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે.જગદીશ આફલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવે છે અને તેઓ રામ મંદિર નિર્માણ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને IIT બોમ્બેમાંથી એમટેકની ડિગ્રી મેળવી છે.ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકામાં પણ કાર્યનો અનુભવ ધરાવતા આફલે નિવૃત્તિ બાદ ભારત પરત ફર્યા હતા. હવે રામ મંદિરના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે ટ્રસ્ટની આગામી બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ પણ વાંચો: Weather Update: રાજધાની દિલ્હીથી લઇને બંગાળ સુધી વરસાદી માહોલ, પહાડો પર લેન્ડસ્લાઇડનો ખતરો વધ્યો

Read Full Story arrow_forward