android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી
calendar_today September 2, 2026

Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી

અમદાવાદ એરપોર્ટ પરથી હબ એન્ડ સ્પોક ઓપરેશન્સનો મંગળવારથી આરંભ કરાયો હતો.નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે,દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તપાસ પ્રક્રિયામાં જોડાયેલી છેતેમણે કહ્યું હતું કે, વિમાનમાં અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરો હોવાના કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસ પ્રક્રિયામાં જોડાયેલી છે.એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ ખૂબ જલ્દી જાહેર કરાશે.ઉડ્ડયન સલામતીને વધુ મજબૂત બનાવવા માટે દરેક પાયલટનું વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ફરજિયાત મૂલ્યાંકન અને ચકાસણી પણ કરાશે.વારાણસી અને અમૃતસર બાદ હવે અમદાવાદમાં હબ એન્ડ સ્પોક વ્યવસ્થાનો આરંભ કરાયો છે.વર્ષ 2014માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા.જેની સંખ્યા વધીને આજે 166 થઈ ગઈ છે.આગામી 10 વર્ષ દરમિયાન આશરે રૂ.30 હજાર કરોડના ખર્ચે નવા 100 એરપોર્ટ વિકસાવાશે. સૌથી મોટો લાભ મુસાફરોને લગેજ ટ્રાન્સફરમાં મળશેતેમણે ઉમેર્યું હતું કે, હબ એન્ડ સ્પોક મોડલનો સૌથી મોટો લાભ મુસાફરોને લગેજ ટ્રાન્સફરમાં મળશે.નવી વ્યવસ્થા હેઠળ મુસાફર અમદાવાદમાં જ એક વખત લગેજની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અંતિમ ગંતવ્ય સુધી વધુ સરળતાથી મુસાફરી કરી શકશે અને તેને અંતિમ ગંતવ્ય પર જ પોતાનું લગેજ મળી શકશે.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભારતનો 7.8 ટકાનો વિકાસ દર વડાપ્રધાનની વિકાસલક્ષી વિચારધારાની સાક્ષી પૂરે છે.એક સમયે હવાઈ મુસાફરી અમીર વર્ગ સુધી મર્યાદિત હતી, પરંતુ ઉડાન યોજના બાદ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પણ હવાઈ મુસાફરી વધુ સુલભ બની છે.રાજ્યમાં હાલમાં 19 એરપોર્ટ છે, જેમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.આ પણ વાંચોઃ Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ
calendar_today September 2, 2026

Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદી માહોલ જામતો હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની સીઝનમાં નાગરિકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે અને લોકોએ ભર ચોમાસે પણ ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ કરવો પડશે.ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઊંચકાતા ચોમાસામાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાયો છે.ગરમીનો પારો 36 ડિગ્રીને પારહવામાન વિભાગના આંકડા અનુસાર,સપ્ટેમ્બરના પ્રારંભે જ રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. ભાવનગરમાં તાપમાનનો પારો મહત્તમ 36.2 ડિગ્રી નોંધાયો છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.આ સિવાય અમદાવાદ અને કંડલામાં તાપમાન 35 ડિગ્રી જ્યારે ભુજ,વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા બપોરના સમયે રસ્તાઓ પર સુમસામ ભાસતો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ઉકળાટ વધતાં જનજીવન પ્રભાવિત થયું છે.4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચહવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં 4 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તે અત્યંત નબળી હોવાના કારણે માત્ર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી શકે તેમ છે. આ સિસ્ટમો ગરમી અને બફારામાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડી છે.અલ નીનોની ગંભીર અસરને કારણે વાતાવરણમાં ભેજ અને તાપમાનનું સંતુલન બગડ્યું છે જેના લીધે ચોમાસાના મધ્ય તબક્કામાં પણ વરસાદની ભારે ઘટ યથાવત રહી છે.આગામી દિવસોમાં પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો થવાની શક્યતા દેખાતી નથી. સપ્ટેમ્બર મહિનામાં અતિ ભારે કે મૂસળધાર વરસાદ પડે તેવી શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. ખેડૂતો અને સામાન્ય જનતાએ સંતોષકારક વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. આ પણ વાંચોઃ Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ
calendar_today September 2, 2026

Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 31 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જે પૈકી 8 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 30મી ઓગસ્ટ સુધીના એક સપ્તાહના આ આંકડા છે.જ્યારે આ અગાઉ સ્વાઈન ફ્લૂના 9 પોઝિટિવ કેસ હતા.આમ, સોલા સિવિલમાં બે સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ,અસારવા સિવિલ હોસ્પિટલમાં આ સપ્તાહે સ્વાઈન ફ્લૂના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.જેથી બંને સિવિલ હોસ્પિટલોમાં મળીને H1N1ના કુલ 20 દર્દીઓ નોંધાયા છે.શરદી-ખાંસી અને તાવ સહિતના કેસો વધ્યાચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ, શરદી-ખાંસી અને તાવ સહિતના કેસોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 809 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 118 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અસારવા સિવિલમાં જૂન મહિનામાં ડેન્ગ્યુના 32 કેસ હતા જે વધીને ઓગસ્ટમાં 94 દર્દી સુધી પહોંચ્યા છે.અસારવા સિવિલમાં હિપેટાઈટિસના જુલાઈ માસમાં 174 કેસ હતા જે ઓગસ્ટમાં વધીને 194 થયા છે.સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલની OPDમાં માત્ર સાત દિવસમાં 21,903 દર્દીઓ અને IPDમાં 2,268 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતાઅસારવા સિવિલના સૂત્રો મુજબ,સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતા, જે 1લી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધીમાં વધીને 43 થયા છે. એ જ રીતે ઝેરી મલેરિયાના કેસ 2થી વધીને 13 થયા છે. વાયરલ તાવના કેસ 574થી વધીને 939, ટાઈફોઈડના અગાઉ 17 અને નવા 7 કેસ તથા ચિકનગુનિયાના ઓગસ્ટમાં 10 કેસ નોંધાયા છે. સોલા સિવિલના આંકડા અનુસાર, એક સપ્તાહમાં મલેરિયાના 1,377 શંકાસ્પદ સેમ્પલમાંથી 19 પોઝિટિવ આવ્યા છે, જ્યારે ચિકનગુનિયાના 11 શંકાસ્પદમાંથી એક પણ પોઝિટિવ નથી. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 18, વાયરલ હિપેટાઈટિસ Aનો 1 અને ટાઈફોઈડના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ

Read Full Story arrow_forward