android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સ્ત્રીમાંથી પુરુષ બનેલા વ્યક્તિની હાઈકોર્ટમાં અરજી, જન્મના દાખલામાં નામ સહિત જેન્ડર બદલવા માગ
calendar_today September 2, 2026

Ahmedabad News : સ્ત્રીમાંથી પુરુષ બનેલા વ્યક્તિની હાઈકોર્ટમાં અરજી, જન્મના દાખલામાં નામ સહિત જેન્ડર બદલવા માગ

વ્યક્તિગત ઓળખ અને મૂળભૂત અધિકારોને લગતા એક મહત્ત્વના કાનૂની કિસ્સામાં 34 વર્ષીય યુવકે પોતાના જન્મ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં નામ તથા જેન્ડર સુધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈએ પ્રાથમિક સુનાવણી બાદ ગુજરાત સરકાર, રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણાધિકારી અને તેની શાળાને નોટિસ ફટકારી છે.આ મામલે તમામ સંબંધિત પક્ષકારો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને કેસની વધુ સુનાવણી 9 ઑક્ટોબર, 2026ના રોજ રાખી છે.આ અરજદારનો જન્મ 1992માં થયો હતોરિટ અરજીની વિગતો અનુસાર,આ અરજદારનો જન્મ 1992માં થયો હતો અને શરૂઆતના સરકારી દસ્તાવેજોમાં તે મહિલા તરીકે નોંધાયેલી હતી.જોકે સમય જતાં તેમણે જાતિગત અસંતોષ અનુભવ્યો હતો અને તબીબી તપાસ બાદ તેમાં જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર હોવાનું નિદાન સામે આવ્યું હતું.નિષ્ણાત તબીબોની સલાહ બાદ સર્જરી સફળતાપૂર્વક કરાવી હતી.ત્યારબાદ વર્ષ 2018માં તેમને નવા પુરુષ ઓળખકાર્ડ સાથેનું સત્તાવાર જેન્ડર રેકગ્નિશન સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જે તેમની નવી પુરુષ તરીકેની ઓળખને કાનૂની માન્યતા આપતું હતું.મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘનસર્જરી અને નવા સર્ટિફિકેટના આધારે તેમના પાસપોર્ટ, PAN કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા તમામ મુખ્ય ઓળખપત્રોમાં પુરુષ જાતિ અને નવું નામ સફળતાપૂર્વક અપડેટ થઈ ગયું હતું.પરંતુ,તમામ જરૂરી પુરાવા અને અરજીઓ રજૂ કરવા છતાં રાજકોટ મહાનગરપાલિકા તથા શાળાના સત્તાધીશોએ જન્મના દાખલા અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં આ સુધારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.અરજદાર તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, સત્તાધીશો દ્વારા સુધારો કરવાનો આ ઇનકાર અતાર્કિક અને સંપૂર્ણપણે ગેરકાયદે છે. જેના કારણે યુવકના તમામ સરકારી દસ્તાવેજોમાં ભારે વિસંગતતા ઊભી થઈ છે. આ કાર્યવાહી બંધારણના અનુચ્છેદ 14 અને 21 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ

Read Full Story arrow_forward
Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત
calendar_today September 2, 2026

Petrol Diesel Price: ઈંધણના વિન્ડફોલ ટેક્સમાં વધારો, રોજિંદા ભાવમાં કોઈ અસર નહીં, દિલ્હીમાં ઈંધણના દર યથાવત

કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવે તે રીતે પેટ્રોલના નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને 1.50 પ્રતિ લિટર કરી દીધો છે.સરકારે ડીઝલની નિકાસ પર પણ શુલ્કમાં 1નો વધારો કરીને તેને 25 પ્રતિ લિટર કર્યો છે.આ ફેરફારો બાદ આજે બુધવાર 2 સપ્ટેમ્બરે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.દિલ્હીમાં આજે 2 સપ્ટેમ્બરે 1 લિટર ઇથેનોલ વગરના પેટ્રોલની કિંમત 167.35 પ્રતિ લિટર છે.જ્યારે E5 પેટ્રોલનો ભાવ 109.24 અને E20 પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર નોંધાયો છે.નવી દર જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર જ લાગુ થશેબંને ઈંધણના સામાન્ય ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી કારણ કે વિન્ડફોલ ટેક્સ માત્ર નિકાસ પર લાગુ કરવામાં આવે છે.આ ટેક્સ વધારાની ઘરેલુ વેચાણ કે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કોઈ જ માઠી અસર પડશે નહીં.સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશની અંદર વપરાશમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વર્તમાન દરો યથાવત રાખવામાં આવ્યા છે.તેથી આ નવી દર જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર જ લાગુ થશે.અગાઉ 15 ઓગસ્ટની સમીક્ષા દરમિયાન પેટ્રોલના નિકાસ પરનો આ ટેક્સ શૂન્ય કરી દેવાયો હતો. 1.50નો ટેક્સ SAED તરીકે વસૂલવામાં આવશેમંગળવારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે વિમાનના ઈંધણના નિકાસ પર ટેક્સ 50 પૈસા ઘટાડીને 19 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.સરકારની નવીનતમ સમીક્ષા મુજબ પેટ્રોલ પર લાગતો પૂરો 1.50નો ટેક્સ SAED તરીકે વસૂલવામાં આવશે.જ્યારે ડીઝલ પરના 25ના કુલ શુલ્કમાં 24 SAED અને 1 રોડ એન્ડ ઇન્ફ્રા સેસ તરીકે લાગુ થશે.ATF પરનો તમામ ₹19નો ચાર્જ SAED હેઠળ રહેશે.દર 15 દિવસે થાય છે સમીક્ષાપેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ પર આ શુલ્ક સૌપ્રથમ 27 માર્ચ 2026ના રોજ લાગુ કરવામાં આવ્યા હતા.સરકાર દર પંદર દિવસે આ દરોની સમીક્ષા કરે છે.આ ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATFની સરેરાશ કિંમતોના આધારે નક્કી થાય છે.અગાઉ 15 ઓગસ્ટે ડીઝલ પર 24 અને ATF પર 19.50નો દર હતો.સરકારના જણાવ્યા મુજબ,પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે દેશની અંદર બળતણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા અને નિકાસને પ્રોત્સાહિત ન કરવા માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી છે.આ પણ વાંચોઃ Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 02-09-2026
calendar_today September 2, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 02-09-2026

Gayatri RanchodbhaiSrishtiben NileshbhaiKashyap JagdishbhaiRajshri NarayanbhaiJatan PankajbhaiShaileshkumar RameshbhaiTejal BhaveshbhaiChirag Jagdishbhaiચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમનામ તમારુ રોશન થાય સૂરજ ની જેમદુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમજો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએતો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!જન્મદિવસની શુભેચ્છાઓ!

Read Full Story arrow_forward