android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur : ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને 250 થી વધુ ઈનામોનું વિતરણ કરાયું
calendar_today October 22, 2026

Palanpur : ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને 250 થી વધુ ઈનામોનું વિતરણ કરાયું

પાલનપુર શહેરની સેવાકીય સંસ્થા ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ દરમ્યાન ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નવ દિવસ દરમ્યાન શહેરના વિવિધ ખાનગી પાર્ટી પ્લોટો અને શેરી ગરબાઓમાં રમતા ખેલૈયાઓને 250 જેટલા વિવિધ આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. જેમાં મા અંબાનું સ્વરૂપ ગણાતી મહિલાઓને નારીશક્તિના ચરિત્ર અને મહત્વ અંગેના પુસ્તકો તથા ભાઈઓને વિવિધ પ્રોત્સાહક ઈનામો ભેટ આપવામાં આવ્યા હતા. આ અંગે ગુરુકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન અને યુવા અગ્રણી જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમ્યાન ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબે રમવા આવતી મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવે તે માટે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થા દ્વારા ગરબા આયોજકોને પણ આ સરાહનીય પહેલ કરવા વિનંતી કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Ahmedabad: પિરાણા-પીપળજ રોડ પર કેનાલમાં બેફામ છોડાતું કેમિકલવાળું પાણીઃ GPCB અજાણ
calendar_today October 22, 2026

Ahmedabad: પિરાણા-પીપળજ રોડ પર કેનાલમાં બેફામ છોડાતું કેમિકલવાળું પાણીઃ GPCB અજાણ

અમદાવાદના પિરાણા થી પીપળજ તરફ્ જતા મુખ્ય માર્ગ પર આવેલી કેનાલ-નાળામાં ભૂમાફ્યિાઓ અને આસપાસના ઉદ્યોગો દ્વારા બેફામ રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેનાલમાં કાળા અને લાલ રંગનું ભયજનક કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને પ્રદૂષણનું સામ્રાજ્ય સ્થપાયું છે.સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે તેમજ વહેલી સવારે ગુપચુપ રીતે ટેન્કરો દ્વારા અથવા તો ગેરકાયદેસર કનેક્શનો મારફ્તે ખુલ્લેઆમ ઝેરી કેમિકલવાળું ડ્રેનેજ પાણી આ કેનાલમાં ઠાલવવામાં આવે છે. આ ઝેરી પાણીને કારણે આસપાસના જમીનમાંથી ભૂગર્ભ જળ પણ દૂષિત થઈ રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ ઝેરી કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં નહીં આવે, તો આસપાસના રહીશો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અને પાકું કામપૂરું કરે તેવી જાહેર જનતાની ઉગ્ર માંગણી છે. મહત્વનું છે કે સ્થાનિકોની માંગ છે કે કેનાલમાં ગેરકાયદેસર કેમિકલ છોડતા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ માર્ગ પર સીસીટીવી કેમેરા ગોઠવીને રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને જવાબદાર GPCBના અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Mehsana: ઉ.ગુજરાતમાં નિરાશાજનક ચોમાસું, ખેડૂતો ચિંતામાં
calendar_today October 22, 2026

Mehsana: ઉ.ગુજરાતમાં નિરાશાજનક ચોમાસું, ખેડૂતો ચિંતામાં

ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નિરાશાજનક રહેતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ ન પડયા બાદ ચોમાસાની વિદાય થતાં હવે સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થઈ છે. વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં 80.36 ટકા, પાટણમાં 82.06 ટકા, બનાસકાંઠામાં 63.83 ટકા, વાવ-થરાદમાં 76.24 ટકા, સાબરકાંઠામાં 61.11 ટકા અને અરવલ્લીમાં 62.89 ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2022માં 115.55 ટકા, 2023માં 92.48 ટકા, 2024માં 133.84 ટકા, 2025માં 98.36 ટકા અને 2026માં માત્ર 80.36 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર, ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. વરસાદની અછતથી ડાંગર, કપાસ, મગફ્ળી, તલ અને બાજરી સહિતના ખરીફ્ પાકને નુકસાન થવાની ભીતિ છે. બિયારણ, ખાતર અને ડીઝલ પાછળ ખર્ચ કર્યા બાદ પાક નિષ્ફ્ળ જવાથી ખેડૂતો પર આર્થિક બોજ અને દેવું વધવાની શક્યતા છે. ઓછા વરસાદને કારણે બોરવેલ અને કૂવાના જળસ્તર પણ નીચે જઈ રહ્યાં છે. જમીનમાં ભેજનો અભાવ અને અપૂરતા વીજપુરવઠાને કારણે શિયાળુ પાકનું વાવેતર કરવું કે નહીં તે અંગે ખેડૂતો અવઢવમાં છે. પશુપાલકોને લીલા ઘાસચારા અને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડે તેવી શક્યતા છે, જેની અસર દૂધ ઉત્પાદન પર પણ પડી શકે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, સુજલામ્ સુફ્લામ્ કેનાલ દ્વારા સિંચાઈનું પાણી નહીં મળે તો ઉભા પાક નિષ્ફ્ળ જઈ શકે છે. ખેડૂત સંગઠનોએ સરકાર પાસે સર્વે કરાવી તાત્કાલિક સહાય, રાહતદરે બિયારણ અને પૂરતો વીજપુરવઠો આપવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward