android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: પોશીનાની દીકરી અંજના બુબડિયાએ જાપાનમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું
calendar_today October 22, 2026

Gujarat Latest News Updated: પોશીનાની દીકરી અંજના બુબડિયાએ જાપાનમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gir Somnath News: વેરાવળમાં એપાર્ટમેન્ટની અગાશી પર મોબાઇલ ટાવર કેબિનમાં લાગી ભીષણ આગ!
calendar_today October 22, 2026

Gir Somnath News: વેરાવળમાં એપાર્ટમેન્ટની અગાશી પર મોબાઇલ ટાવર કેબિનમાં લાગી ભીષણ આગ!

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લોહણા મહાજન વાડી ગલી વિસ્તારમાં આવેલા સોમનાથ એપાર્ટમેન્ટની અગાશી પર લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરની કેબિનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રહેણાક વિસ્તારની ઇમારત પર બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતા.શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની પ્રાથમિક આશંકામળતી માહિતી મુજબ, એપાર્ટમેન્ટની અગાશી પર બનેલી મોબાઇલ ટાવરની કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક રહીશો એલર્ટ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો.ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી, સમયસર આગ પર કાબૂઘટનાની જાણ થતાં જ વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને આગ આજુબાજુના મકાનોમાં ફેલાતી અટકાવી હતી.વેરાવળ સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા જણાવ્યું હતું કે, મોબાઇલ ટાવરની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. ફાયર ટીમ દ્વારા સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સદનસીબે મોટી જાનહાનિ ટળી, તપાસ ચાલુરહેણાક વિસ્તારની ઇમારત પર આગ લાગવા છતાં ફાયર ટીમની સમયસૂચકતાના કારણે કોઈ મોટી જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક કે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Gir Somnath News : વેજ ઝોન જાહેરનામાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ, બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો અનામત

Read Full Story arrow_forward
Vidhyasahayak Bharti 2026: ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ માટે કોલ લેટર જાહેર, આ તારીખે શરૂ થશે જિલ્લા પસંદગી!
calendar_today October 22, 2026

Vidhyasahayak Bharti 2026: ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ માટે કોલ લેટર જાહેર, આ તારીખે શરૂ થશે જિલ્લા પસંદગી!

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું સેવતા ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિદ્યાસહાયક ભરતી 2026 અંતર્ગત ધોરણ 1 થી 5 ની અન્ય માધ્યમની ભરતી પ્રક્રિયાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતીના કોલ લેટર સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે, જેનાથી ઉમેદવારોમાં ખુશીની લહેર ફરી વળી છે.આજથી ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકાશેભરતી સમિતિ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, મેરિટમાં સમાવિષ્ટ થયેલા તમામ ઉમેદવારો આજથી જ પોતાના ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અનામત અને બિનઅનામત બંને કેટેગરીના યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન પોર્ટલ પરથી કોલ લેટર મેળવવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.29 ઓક્ટોબરથી શરૂ થશે જિલ્લા પસંદગીની પ્રક્રિયાજે ઉમેદવારોનું નામ મેરિટ યાદીમાં સમાવિષ્ટ છે, તેઓને સ્થળ અને જિલ્લાની પસંદગી માટે બોલાવવામાં આવશે. આ માટેની જિલ્લા પસંદગી પ્રક્રિયા આગામી 29 ઓક્ટોબરથી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે. ઉમેદવારોએ પોતાના કોલ લેટરમાં દર્શાવેલી તારીખ, સમય અને નિયત સ્થળે જરૂરી તમામ અસલ પ્રણામપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ નિયમભરતી પ્રક્રિયામાં દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે પણ મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. જે દિવ્યાંગ ઉમેદવારો મેરિટમાં આવ્યા છે, તેઓને તેમની સંબંધિત કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો અને તો જ જિલ્લા પસંદગી માટેનો લાભ મળવાપાત્ર રહેશે.આ પણ વાંચો: Gir Somnath News : વેજ ઝોન જાહેરનામાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ, બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો અનામત

Read Full Story arrow_forward