android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભાવદર્શન વિદ્યાલય-રાજપૂત બોરીમાં સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાઈ
calendar_today September 2, 2026

ભાવદર્શન વિદ્યાલય-રાજપૂત બોરીમાં સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાઈ

અંધાત્રી-માંડવી : શ્રી અર્ચનમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા સંચાલિત માંડવી તાલુકાના બોરી (રાજપૂત) ગામની ભાવદર્શન વિદ્યાલયમાં સંસ્કૃત સાહિત્ય દિન ની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે કરવામાં આવી હતી. વર્ગ સુશોભન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સાહિત્યની થીમ પર આધારિત ચાર્ટ્સ, બેનર્સ, પોસ્ટર્સ, કાગળના તોરણ અને રંગોળી દ્વારા સુંદર સજાવટ કરાયું. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાહિત્યને લગતી ચિત્રસ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સંસ્કૃત સાહિત્યના પ્રદર્શનમાં ધા. 9થી 12ના વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, સ્મૃતિ ગ્રંથો અને લૌકિક સાહિત્યમાં વિવિધ ગ્રંથો પ્રદર્શિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ સુભાષિત સંગ્રહ, શ્લોક સંગ્રહ અને કાવ્ય સંગ્રહનું સમજૂતી સાથે પ્રદર્શન કર્યું સાથે સંસ્કૃત ભાષામાં લઘુ નાટિકા, સમૂહ કાવ્યગાન, સમૂહ સ્તોત્રગાન, એક્શન સોંગ અને વક્તવ્ય રજૂ કર્યા હતા. સંસ્કૃત શિક્ષકો અને આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મૂળીના ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેન્જની ટીમનો દરોડો
calendar_today September 2, 2026

Surendranagar: મૂળીના ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેન્જની ટીમનો દરોડો

સુરેન્દ્રનગર (બ્યુરો) : રાજકોટ રેન્જના અજયવીરસિંહ ઝાલા, રાજુભાઈ સહિતનાઓને મૂળીના ભવાનીગઢ ગામની સીમમાં હસમુખ મધુભાઈ દેકાવડીયા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે 620 લીટર દેશી દારૂ, 4 હજાર લીટર આથો અને સાધનો સહિત રૂ. 2.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ભવાનીગઢના હસમુખ દેકાવડીયા સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દસ્ક્રોઈના અસલાલી નજીક ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે જોખમી ખેલ
calendar_today September 2, 2026

Ahmedabad: દસ્ક્રોઈના અસલાલી નજીક ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે જોખમી ખેલ

અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના અસલાલી પાસેથી પસાર થતી ખારીકટ કેનાલમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ પ્રદૂષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી આવા કૃત્યને તાત્કાલિક અટકાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.કેટલાક લોકો દ્વારા રાત્રિના આશરે બે વાગ્યાથી વહેલી સવાર સુધી ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કેનાલ આગળ જતાં અનેક ગામોના વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં ખેડૂતો સિંચાઈ માટે કેનાલના પાણીનો ઉપયોગ કરે છે. આવા પાણીથી ખેતી કરવામાં આવતા પાકમાં પ્રદૂષિત તત્વો ભળવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાદમાં આ શાકભાજી, અનાજ સહિતના કૃષિ ઉત્પાદનો બજારમાં પહોંચતા લોકોના આરોગ્યને પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે કેનાલમાં ગંદુ પાણી છોડાતું હોવાનો વીડિયો વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ પ્રદૂષણ વિભાગને તપાસ કરી જવાબદાર ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward