android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: પોલીસ બની કુરિયર ડિલીવરી બોય
calendar_today September 2, 2026

Surendranagar: પોલીસ બની કુરિયર ડિલીવરી બોય

સુરેન્દ્રનગર એલઆઈસી કચેરીમાં ભાવનગરના બે શખ્સોએ બોગસ ડોકયુમેન્ટ રજૂ કરી હાલ પુના રહેતા વ્યકિતની વીમા પોલીસીના રૂ. 4.91 લાખની છેતરપિંડી આચરી હોવાની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે ભાવનગરમાં ધામા નાંખી કુરીયર ડીલીવરી બોયનો વેશ ધારણ કરી આ કેસના ત્રણ આરોપીઓને આરોપીઓને દબોચી લીધા છે.સુરેન્દ્રનગર એલઆઈસી શાખામાં મુળ ઝાલાવાડના વતની અને હાલ પુના રહેતા દિવ્યાંગભાઈ જનાર્દનભાઈ ઉપાધ્યાયે વર્ષ 1993માં બે વીમા પોલીસી લીધી હતી. બંને પોલીસી તા. 28-3-18ના રોજ પુર્ણ થઈ ગઈ હતી. જેમાં પાકતી મુદતે તેઓને રૂપીયા 4,91,996 મળનાર હતા. પરંતુ પોલીસીની અવધી પુર્ણ થઈ જવા છતાં અને પોલીસી ધારકનો સંપર્ક ન થતા એલઆઈસી દ્વારા બન્ને પોલીસીની રકમ અનકલેઈમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાઈ હતી. જયારે તા. 6-4-26ના રોજ દિવ્યાંગભાઈએ કચેરીમાં મેઈલ કરી પોતાની પોલીસીના પેમેન્ટની માંગ કરી સાથે આધારકાર્ડ અને પાન કાર્ડ મોકલ્યુ હતુ. કચેરી દ્વારા તપાસ કરાતા આ બન્ને પોલીસીની રકમ તા. 31-પ-24ના રોજ ચુકવાઈ હોવાનું સામે આવ્યુ હતુ. જેની ઉંડાણપુર્વકની તપાસ બાદ આ રકમ વીમા એજન્ટ અને ભાવનગરના ઘોઘા રોડ પર આવેલ ચંદ્રમૌલી સોસાયટીમાં રહેતા નીલેશ ભોથાભાઈ ચુડાસમા અને વીમા સેવક ભાવનગરના સીદસર વિસ્તારમાં આવેલ લીલા સર્કલ પાસે રહેતા વિપુલ રસીકભાઈ રાઠોડે દિવ્યાંગભાઈના તમામ બોગસ ડોકયુમેન્ટ રજુ કરી તથા ડાક વિભાગમાં દિવ્યાંગભાઈનું ખાતુ ખોલાવી તેમાં જમા કરાવી ઉપાડી લીધા હતા. આથી ગત તા. 28-8ના રોજ સુરેન્દ્રનગર એલઆઈસીના સીનીયર બ્રાંચ મેનેજર દીપેન્દ્રકુમાર શ્રીવાસ્તવે ભાવનગરના બન્ને ઠગ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને આરોપીઓને ઝડપી લેવા પીઆઈ એચ.એચ.જાડેજાના માર્ગદર્શનથી સ્ટાફના પીએસઆઈ એમ.બી.જેબલીયા, દીલીપભાઈ સહિતનાઓએ ભાવનગરમાં ધામા નાંખ્યા હતા. રક્ષાબંધનનો તહેવાર હોઈ આરોપીઓને ફોન કરી તમારૂ કુરીયર આવ્યુ છે તેમ કહી બન્નેને દબોચી લીધા હતા. ઝડપાયેલા બન્ને સામે ભાવનગર અને જયપુરમાં આ જ મોડેસ ઓપરેન્ડીથી ગુના આચરાયાનું પણ ખુલ્યુ છે. આ બન્નેની પુછપરછમાં બોગસ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવનાર ઈરફાન નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી પાડયો છે. જયારે એલઆઈસીના અધીકારીઓ જ ઠગોને અનકલેઈમ પોલીસીનું લીસ્ટ આપતા હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસે અનકલેઈમ વીમા પોલીસી બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને બી ડીવીઝન પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: લખતર તાલુકા પંચાયતમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોષણ ઉત્સવ ઉજવાયો
calendar_today September 2, 2026

Surendranagar: લખતર તાલુકા પંચાયતમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોષણ ઉત્સવ ઉજવાયો

લખતર (સં.ન્યૂ.સ) : લખતર તાલુકા પંચાયત હોલ ખાતે લખતર ઘટક દ્વારા પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ ઉત્સવમાં સરકાર તરફ્થી આપવામાં આવતા પીટીએચઆર પેકેટ અને મિલેટ અન્નમાંથી આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમજ આ વાનગીઓ દ્વારા લોકો સુધી મિલેટનો ઉપયોગ કઈ રીતે થાય તેવો એક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ તકે ક્રિપાલસિંહ રાણા, ખેતી બેંકના ડિરેક્ટર જશપાલસિંહ રાણા, ડી.કે ચવલ્યા, સીડીપીઓ જેઠીબેન, તાલુકા વિકાસ અધિકારી ભાવિકભાઈ ઠાકર, ઘનશ્યામભાઈ થળોદા, તાલુકા પંચાયત સદસ્ય સિધ્ધરાજસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મિલેટમાંથી બનાવેલ વાનગીઓમાં પહેલો બીજો અને ત્રીજો નંબર આપી આંગણવાડી વર્કર બહેનોને સર્ટિફ્કિેટ એનાયત કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: હળવદમાં 600 વર્ષ પૂરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય
calendar_today September 2, 2026

Morbi: હળવદમાં 600 વર્ષ પૂરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય

મોરબી જિલ્લાની હળવદ નગરીમાં શ્રાવણ માસનું મહત્વ અનેરું અને અનોખું છે ત્યારે શહેરની ઉત્તર દિશાએ આવેલા અને બારેય માસ શિવભક્તોની આવનજાવનથી ધમધમતા ગૌલોકેશ્વર મહાદેવ સમગ્ર મોરબી તેમજ ઝાલાવાડ પંથકના ભાવિકોનું આસ્થાનું પ્રતીક બની ગયું છે.છોટા કાશી ગણાતી હળવદ નગરીની ચારે દિશાએ ઉપરાંત વિવિધ વિસ્તારો અને શહેરની શેરીઓમાં અનેક શિવાલયો આવેલા છે. શહેરમાં પાછલા પાંચ છ વર્ષ માં વિકાસ વધી રહ્યો છે. ત્યારે શહેરના વર્ષો પુરાણા અને સ્વયંભૂ શિવાલયોના જીણોધ્ધર સાથે નવીનિકરણ થતા જોવા મળી રહ્યા છે. જે પૈકી શહેરની ઉત્તર દિશાએ આવેલા અને 600થી વધુ વર્ષ પુરાણા સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ આજે આસ્થાનું પ્રતીક બની ગયા હોય તેમ બારે માસ ભાવિકોથી ધમધમી રહ્યું છે. પંથકમાં પ્રર્વત્તી રહેલી લોકવાયકા મુજબ સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલયની આજુબાજુ છસો વર્ષ પહેલાં જંગલ આવેલું હતું. આ જંગલમાં એક નાની તલાવડી આવેલી હતી અને આ તલાવડીની આજુબાજુ ગામની ગાયોનું ધણ ચારો ચરવા આવતું હતું. જે પૈકીની એક ગાય કાયમ ધણમાંથી પરત ફરે ત્યારે ઘરે મોડી પહોંચતી હતી. પશુપાલક મોડી સાંજે ગાય દોહવા બેસે ત્યારે ગાયના આચળમાંથી દૂધ નીકળતું ન હતું. તેથી ગાયના માલિકને એવી શંકા થતી કે મારી ગાયને કોઈક દોહી લેતું લાગે છે. એક દિવસ તેને વિચાર આવ્યો અને જ્યાં ગાયનું ધણ જે જંગલમાં બેસતું હતું. ત્યાં સાંજે આ ગાયનો માલીક ત્યાં પહોંચી ગયો. સાંજ પછી બધી ગાયો ગામ તરફ્ આવવા રવાના થઈ પણ આ ગાય એક જગ્યા એ ઉભી રહી અને તેના આંચળમાંથી સ્વયં દૂધની ધારા થવા લાગી. ગાયમાં માલિકે આ નજરે જોયું બીજા દિવસે સવારે માલીક જંગલમાં પહોંચી તે જગ્યાએ જોયું તો ત્યાં શિવલિંગ હતું. બસ ત્યારથી આ જગ્યા એ શિવાલય બન્યું અને ગૌણેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયું છે. તેમજ અગાઉ રાજા રાજોધરજીએ અત્રે મંદિરનું નિર્માણ કર્યું અને તે સમયે ત્યાં સઈ સુતાર દરજી અને લુહાર જ્ઞાતિને આ શિવાલય સોંપવામાં આવ્યું હતું. કાળ ક્રમે આ શિવાલય શહેરની મધ્યમાં આવી ગયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward