android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: હળવદમાં 600 વર્ષ પૂરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય
calendar_today September 2, 2026

Morbi: હળવદમાં 600 વર્ષ પૂરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય

મોરબી જિલ્લાની હળવદ નગરીમાં શ્રાવણ માસનું મહત્વ અનેરું અને અનોખું છે ત્યારે શહેરની ઉત્તર દિશાએ આવેલા અને બારેય માસ શિવભક્તોની આવનજાવનથી ધમધમતા ગૌલોકેશ્વર મહાદેવ સમગ્ર મોરબી તેમજ ઝાલાવાડ પંથકના ભાવિકોનું આસ્થાનું પ્રતીક બની ગયું છે.છોટા કાશી ગણાતી હળવદ નગરીની ચારે દિશાએ ઉપરાંત વિવિધ વિસ્તારો અને શહેરની શેરીઓમાં અનેક શિવાલયો આવેલા છે. શહેરમાં પાછલા પાંચ છ વર્ષ માં વિકાસ વધી રહ્યો છે. ત્યારે શહેરના વર્ષો પુરાણા અને સ્વયંભૂ શિવાલયોના જીણોધ્ધર સાથે નવીનિકરણ થતા જોવા મળી રહ્યા છે. જે પૈકી શહેરની ઉત્તર દિશાએ આવેલા અને 600થી વધુ વર્ષ પુરાણા સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ આજે આસ્થાનું પ્રતીક બની ગયા હોય તેમ બારે માસ ભાવિકોથી ધમધમી રહ્યું છે. પંથકમાં પ્રર્વત્તી રહેલી લોકવાયકા મુજબ સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલયની આજુબાજુ છસો વર્ષ પહેલાં જંગલ આવેલું હતું. આ જંગલમાં એક નાની તલાવડી આવેલી હતી અને આ તલાવડીની આજુબાજુ ગામની ગાયોનું ધણ ચારો ચરવા આવતું હતું. જે પૈકીની એક ગાય કાયમ ધણમાંથી પરત ફરે ત્યારે ઘરે મોડી પહોંચતી હતી. પશુપાલક મોડી સાંજે ગાય દોહવા બેસે ત્યારે ગાયના આચળમાંથી દૂધ નીકળતું ન હતું. તેથી ગાયના માલિકને એવી શંકા થતી કે મારી ગાયને કોઈક દોહી લેતું લાગે છે. એક દિવસ તેને વિચાર આવ્યો અને જ્યાં ગાયનું ધણ જે જંગલમાં બેસતું હતું. ત્યાં સાંજે આ ગાયનો માલીક ત્યાં પહોંચી ગયો. સાંજ પછી બધી ગાયો ગામ તરફ્ આવવા રવાના થઈ પણ આ ગાય એક જગ્યા એ ઉભી રહી અને તેના આંચળમાંથી સ્વયં દૂધની ધારા થવા લાગી. ગાયમાં માલિકે આ નજરે જોયું બીજા દિવસે સવારે માલીક જંગલમાં પહોંચી તે જગ્યાએ જોયું તો ત્યાં શિવલિંગ હતું. બસ ત્યારથી આ જગ્યા એ શિવાલય બન્યું અને ગૌણેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયું છે. તેમજ અગાઉ રાજા રાજોધરજીએ અત્રે મંદિરનું નિર્માણ કર્યું અને તે સમયે ત્યાં સઈ સુતાર દરજી અને લુહાર જ્ઞાતિને આ શિવાલય સોંપવામાં આવ્યું હતું. કાળ ક્રમે આ શિવાલય શહેરની મધ્યમાં આવી ગયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: છઠ્ઠ-સાતમનાં પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શનનું આકર્ષણ
calendar_today September 2, 2026

Bharuch: છઠ્ઠ-સાતમનાં પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શનનું આકર્ષણ

ભરૂચ શહેરમાં છઠ્ઠ-સાતમના પર્વની પરંપરાગત ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છઠ્ઠ-સાતમના વાઘામાં મેઘરાજાના દર્શન માટે શ્રધ્ધાળુઓ અને લોકો ઉમટી રહ્યા છે. મેઘરાજાનું આકર્ષણ શણગાર કરવામાં આવ્યુ છે જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.આ વરસે મેઘરાજાના શણગારમાં ખાસ કરીને આદિવાસી સમાજની વારલી પેઈન્ટિંગ થીમ રજૂ કરવામાં આવી છે. પરંપરાગત આદિવાસી કળામાં જોવા મળતા આકારો, રંગો અને લોકજીવન સાથે જોડાયેલી કલાત્મક અભિવ્યકિતને મેઘરાજાના શણગાર સાથે સાંકળવામાં આવી છે જેના કારણે મેઘરાજાનું સ્વરૂપ વધુ આગવું અને મનમોહક લાગી રહ્યુ છે. ભરૂચની છઠ્ઠ-સાતમની પરંપરામાં ધાર્મિક આસ્થા સાથે લોકસંસ્કૃતિ અને કળાનો પણ સુંદર સમન્વય જોવા મળે છે.આ વરસે આદિવાસી કળાને શણગારમાં સ્થાન આપવામાં આવતા સ્થાનિક લોકકળાને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે. મેઘરાજાના આ વિશિષ્ટ શણગારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને વારલી પેઈન્ટિંગની થીમ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. લોકો મેઘરાજાના દર્શન સાથે આ સુંદર શણગારના ફોટોગ્રાફસ અને વિડીયો પણ બનાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા
calendar_today September 2, 2026

Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા

ભરૂચ એલસીબીની ટીમ હાલમાં તહેવારોના દિવસો હોઈ શહેર-જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરે છે.દરમિયાનમાં એએસઆઈ સંજય તેમજ કોન્સ્ટેબલ નિમેષને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામે ગોડર સ્ટ્રીટ ખાતે રહેતોરફીક સાપા તેના જૂના મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડે છે. જેના પગલે તેમણે એલસીબી પીઆઈ મનિષ વાળાને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. કે. ટોરાણી તેમની ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. તેઓ રફીક સાપાના ઘર પાસે પહોંચતાં ઘરને ચારેય તરફથી ઘેરી દરવાજા પાસે જતાં દરવાજો ખુલ્લો જણાયો હતો.જેથી તેઓએ અંદર પ્રવેશી પહેલાં માળે જતાં ત્યાં કેટલાંક લોકોએ ટોળું વળી જુગારની મહેફીલ જમાવી હોવાનું જણાયું હતું. ટીમે જુગારનો અડ્ડો ચલાવનાર રફીક સુલેમાન સાપા (રહે. ટંકારીયા સાપા ફળિયુ) સહિત કુલ 19 જુગારિયાઓને ઝડપી પાડી સ્થળ પરથી ક્લબમાં વપરાતા 151 ટોકન કોઈન, સહિત પ્લાસ્ટીક-સ્ટીલની 12 ટોકરી, બે બોર્ડ, સીલ પેક્ કેટ તેમજ વપરાયેલી કેટ સહિત કુલ 1.25 લાખના 17 મોબાઈલ તેમજ 1.16થી વધુની રોકડ મળી કુલ 2.42 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ટીમે જપ્ત કર્યો હતો. પોલીસે નોંધ્યું હતું કે, અગાઉ ટંકારિયામાં પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવતાં પોલીસ પર હુમલો થવાની ઘટનાઓ બની હતી.જેના પગલે ટીમે તમામને પાલેજ પોલીસ મથકે ખસેડયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં રફીકે કબુલ્યું હતું કે, તે તેના જૂના ઘરમાં રમાડતાં જુગારના અડ્ડા પર રમવા આવતાં બહારના વ્યક્તિઓ પાસેથી એન્ટ્રી ફી તરીકે પહેલાં 500 રૂપિયા લેતો હોય છે.જે બાદ તે દરેક વ્યક્તિને 4 હજાર રોકડા લઈ તેના બદલામાં કોઈન આપો હતો. જે બાદ પણ તે જુગારીયાઓ પાસેથી દર કલાકના 500 રૂપિયા લેતો હોવાની પણ તેણે કબુલાત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward