android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: શિનોરમાં કોબ્રા પકડવા ગયેલા સર્પમિત્રનું સાપના ડંખથી મોત
calendar_today September 2, 2026

Vadodara: શિનોરમાં કોબ્રા પકડવા ગયેલા સર્પમિત્રનું સાપના ડંખથી મોત

શિનોર ખાતે વન્યજીવોનું રેસ્ક્યુ કરતાં કાર્યકરને અત્યંત ઝેરી કોબ્રા સાપે ડંશ મારતાં તેમનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.શિનોર નગરના રોહિત વાસમાં રહેતા 38 વર્ષના અનિલ કનુભાઈ માછી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં હતાં, સાથે વન્ય જીવોના રેસ્ક્યુનું પણ કામ કરતાં હતાં. જેમને વનવિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા વન્ય જીવોના રેસ્ક્યુ કરવા બદલ પ્રમાણપત્રો પણ મળેલા છે. તેઓ ગઈકાલે તા.1ના રોજ સાંજે ઘર માટે નગરની પંચાયત ઓફિસ પાસેથી પાંઉભાજી લેવા ગયા હતાં. તે સમયે રસ્તામાં તેઓએ અત્યંત ઝેરી કોબ્રા સાપને જોયો હતો. જ્યાં નજીકમાં કેટલાક બાળકો રમતાં હતાં, તેમજ લોકોની ચહલ પહલ પણ હતી, જેથી તેઓએ સાપ કોઈને કરડે તે પહેલાં તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન સાપે તેમની આંગણી પર ડંશ મારી દીધો હતો. તેમ છતાં તેઓએ સાપને પકડીને બરણીમાં કેદ કરી લીધો હતો. જે બાદ તેમના મિત્રોની મદદથી તેઓ મોટાફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતાં, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ જણાતાં, તેમને વડોદરા સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એમના પરિવારમાં તેઓ એક માત્ર સહારો હતા, વિધવા માતા અને નાનો પુત્ર તથા નાની પુત્રી નિરાધાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ અવાખલ ગામના વન્ય જીવોનું રેસ્ક્યુ કરતાં અશોક મનહર પટેલનું પણ કોબ્રા સાપના કરડવાથી મૃત્યુ થયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: અનાજ કરિયાણાની 15 પેઢીમાં તપાસ, 60 કિલો જથ્થાનો નાશ કરાયો
calendar_today September 2, 2026

Chhota Udepur: અનાજ કરિયાણાની 15 પેઢીમાં તપાસ, 60 કિલો જથ્થાનો નાશ કરાયો

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે મળેલી જાહેર ફરિયાદોના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા છોટાઉદેપુર SOGની ટીમ દ્વારા અનાજ-કરિયાણાની પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીથી વેપારીઓમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.જાણવા મળ્યા મુજબ, ટીમ દ્વારા ખત્રી બ્રધર્સ, દીપક ટ્રેડર્સ, ખત્રી કિરાણા સ્ટોર, રાધે ટ્રેડર્સ, ગિરધારીલાલ એન્ડ સન્સ, સહકાર ટ્રેડર્સ, શક્તિ કિરાણા, રાજ કિરાણા સ્ટોર સહિત કુલ 15 જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય તેલ, ફરસાણ, ખજૂર, દાળ, સ્પાઇસીસ સહિત વિવિધખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન દાળ અને સ્પાઇસીસ સહિતનો આશરે 60 કિલો શંકાસ્પદ/અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, બોડેલી નગરમાં મોડી સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ અખાધ જથ્થાની અંદાજિત કિંમત રૂ.7,800 હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ દ્વારા નિયમ મુજબ આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ખાદ્ય તેલ, ખજૂર સહિતના અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેથી સંબંધિત ખાદ્ય પદાર્થો ખરેખર ગુણવત્તાવિહીન છે કે નહીં તેની અંતિમ સ્થિતિ લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: રામપુર- કલેડિયા ખાતે હનુમાનદાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે
calendar_today September 2, 2026

Chhota Udepur: રામપુર- કલેડિયા ખાતે હનુમાનદાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે

પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિના આરે છે ત્યારે શ્રાવણના અંતિમ શનિવારે નસવાડી તાલુકો દાદા હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તિરસમાં સરાબોર થવા સજ્જ બન્યો છે. પવનપુત્રના આશીર્વાદ મેળવવા અને દાદાની આરાધનામાં લીન થવા માટે સમગ્ર તાલુકામાં અનેરો ઉત્સાહ અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે.તાલુકાના જાગૃત અને શ્રદ્ધાના કેન્દ્ર સમા રામપુરી સ્થિત નવજ્યોતિ હનુમાનજી મંદિર તેમજ કલેડિયા સ્થિત પરમ પવિત્ર પાંડેશ્વરી હનુમાનજી મંદિર ખાતે આ મહાપર્વે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી પડશે. આ પાવન પ્રસંગે બંને ધામમાં ભવ્ય ભજન સંધ્યા અને મહાપ્રસાદના વિરાટ ભંડારાનું વિશિષ્ટ આયોજન કરાયું છે, જ્યાં દરેક ભક્ત દાદાના પ્રસાદની સાથે ધન્યતાનો અનુભવ કરશે.વિશેષરૂપે, રામપુરીના નવજ્યોતિ હનુમાનજી મંદિર પરિસરમાં સાંજના સુમધુર સમયે 'શ્રી રામ સુંદરકાંડ પરિવાર' દ્વારા પ્રભુ શ્રીરામ અને હનુમાનજીના ગુણગાન ગાતા સંગીતમય સુંદરકાંડ પાઠનું દિવ્ય આયોજન હાથ ધરાયું છે. સંગીતના સૂર, ઢોલક-તાલ અને ભક્તોના હૃદયમાંથી નીકળતા રામનામ સ્મરણ સાથે સમગ્ર વાતાવરણ દિવ્ય ઊર્જા અને ભક્તિથી ઝંકૃત થઈ ઊઠશે.શ્રાવણના અંતિમ શનિવારે યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં રામનામ, સુંદરકાંડના પાઠ, ભજન-કીર્તન અને મહાપ્રસાદનો અલૌકિક સંગમ જોવા મળશે. ભક્તિ અને આસ્થાના આ પાવન માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward