android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: શ્રોષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીનું સન્માન
calendar_today September 2, 2026

Vadodara: શ્રોષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીનું સન્માન

રાષ્ટ્રીય શિક્ષણ 2020 અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાંથી 250થી વધુ મહાવિદ્યાલયોમાં સંસ્કૃત નોડેલ અધિકારીઓને આ આયોજન અંગેની કામગીરી સોંપાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સપ્તા દરમિયાન પ્રચાર- પ્રસાર કરી પ્રેરણાદાય સંદેશ અપાયો હતો. તથા રાજ્યના શ્રોષ્ઠ આયોજનમાં વડોદરા જિલ્લાને પુરસ્કૃત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે, જિલ્લા નોડલ અધિકારી મીતાબેન જાદવ તથા વડોદરાના ડભોઇ, સાવલી, ડેસર, પાદરા, શિનોર, વાઘોડિયા સહિત કરજણ તાલુકાના નોડલ તરીકે ડી.સી. ચાવડા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય મીનલબેન શાહને નોડલ તરીકેની કામગીરી સોંપાઈ હતી. સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિન અને પ્રદર્શનમાં કરજણ તાલુકા કેળવણી મંડળની શાહ એન.બી. પ્રાથમિક શાળા, એન.બી શાળા ઉપરાંત સરસ્વતી હાઈસ્કૂલ અને તાલુકાના મિયાગામ, બોડકા, દેથાણ, હાઇસ્કુલ ના વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લાને શ્રોષ્ઠ પુરસ્કાર કરાતા કરજણ તાલુકા કેળવણી મંડળ અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સંત શ્રી નાયાજી મહારાજના જન્મ દિવસે બે દિવસીય મહોત્સવ યોજાશે
calendar_today September 2, 2026

Vadodara: સંત શ્રી નાયાજી મહારાજના જન્મ દિવસે બે દિવસીય મહોત્સવ યોજાશે

શિનોર તાલુકાના કુકસ ગામે સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે તેઓના જન્મદિવસ પ્રસંગે ભાદરવા બીજે બે દિવસનો ભવ્ય કાર્યક્રમો તા.13 અને 14ના શ્રીનાયાજી મહારાજ સમક્ષ 56 ભોગ ધરાવાશે અને પારણાંનું આયોજન કરેલ છે. સાથે વિશાળ મેળો ભરાનાર છે.ગુજરાત ભરમાં પ્રખ્યાત ભાદર બીજ ના મેળા નામે ઓળખાતા શિનોર તાલુકાના કુકસ ગામે આવેલા શ્રી નાયાજી મહારાજ મંદિરમાં શ્રી નાયાજી મહારાજના જન્મદિવસ તથા મંદિરના જીર્ણોદ્ધારના પ્રથમ વાર્ષિક મહોત્સવને અતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. સંત શ્રી નાયાજી મહારાજના નવીન મંદિરના જીર્ણોદ્ધાર પછીના પ્રથમ વાર્ષિક મોહોત્સવ શ્રી નાયાજી મહારાજના જન્મદિવસે 56 ભોગનો થાળ ધરાવાશે અને જન્મદિવસ નિમિત્તે તેમને પારણામાં ઝુલાવાશે. ભાદરવા સુદ બીજ અને ત્રીજના રોજ ભવ્ય મેળો યોજાશે, આ બે દિવસ આશરે એક લાખથી વધુ હરિભક્તો દર્શન કરવા આવશે, ત્રણ દિવસના અન્નક્ષેત્ર ભંડારો યોજાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર, વચનામૃતનો ત્રિવેણી સંગમ
calendar_today September 2, 2026

Bodeli: હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર, વચનામૃતનો ત્રિવેણી સંગમ

સમસ્ત બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આજનો લ્હાવો લઈજીએ, કાલ કોને દીઠી રે...ની ભાવના સાથે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલીનરેશ ડો. વાગીશ કુમાર મહારાજની મંગલમય ઉપસ્થિતિમાં હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર અને વચનામૃતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે વૈષ્ણવ સમાજ દ્વારા ડો. વાગીશ કુમાર મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સજાવટ કરાયેલા હિંડોળામાં પ્રભુને ઝુલાવવામાં આવ્યા હતા તેમજ આરતી કરવામાં આવી હતી. વૈષ્ણવો દ્વારા મહારાજને પણ શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.પવિત્ર એકાદશીની પરંપરા અનુસાર વૈષ્ણવોએ પવિત્રા અંગીકાર કર્યા હતા. આ પ્રસંગે ડો. વાગીશ કુમાર મહારાજે જણાવ્યું હતું કે, આદિ-અનાદિકાળથી ચાલી આવતી પવિત્ર એકાદશીની પરંપરાનું પુષ્ટિ સંપ્રદાયમાં વિશેષ મહત્વ છે. તેમણે પવિત્રાના વિવિધ પ્રકારો અંગે માહિતી આપતાં સુતર, રેશમ અને ઝરીના પવિત્રાનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું.વૈષ્ણવો દ્વારા હાથોહાથ પવિત્રા અંગીકાર કરવામાં આવ્યા હતા અને સમગ્ર બોડેલી વ્રજભૂમિ જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો. કીર્તનકારોએ વિવિધ કીર્તનોની રમઝટ બોલાવી વૈષ્ણવોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. અંતે ડો. વાગીશકુમાર મહારાજે પૂર્વ પટ્ટીના તમામ વૈષ્ણવ સૃષ્ટિને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward