android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના નવી નગરીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત
calendar_today September 2, 2026

Vadodara: વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના નવી નગરીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત

વાઘોડીયા તાલુકાના ફ્લોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવી નગરીમાં રહેતા લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઈને વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.વાઘોડીયા તાલુકાના ફલોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવીનગરીમાં રહેતા રહીશોએ આજે એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલને સાથે રાખીને તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓની જો વાત કરીએ તો લાઈટ, પાણી, રોડ જેવી સુવિધાઓથી વંચિત છે. તેઓનું કહેવું છે કે પાણી ભરવા માટે નદીએ જઈએ તો મગરનો ડર રહે છે. કામકાજ માટે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું હોય તો દીપડાનો ડર રહે છે. જેને લઈને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળી રહે તે માટે તમામ રહીશોએ એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી તપનભાઈ ત્રિવેદીને લેખિતમાં રજૂઆત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇના નડા રેલવે સ્ટેશન નજીક અજગરનું રેસ્ક્યૂ કરાયું
calendar_today September 2, 2026

Dabhoi: ડભોઇના નડા રેલવે સ્ટેશન નજીક અજગરનું રેસ્ક્યૂ કરાયું

ડભોઇ તાલુકાના નડા રેલવે સ્ટેશન નજીક મોટા હબીપુરા ગામ તરફ્ જવાના માર્ગ પર આવેલા ગરનાળામાં મંગળવારે રાત્રી ના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો. ગરનાળામાં અજગર હોવાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મહાકાય અજગરને જોવા માટે લોકોની ભીડ એકત્ર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે અંગે ડભોઇની નેચર સેવિંગ ફાઉન્ડેશન ને જાણ કરાતાં તેના કાર્યકરોએ ઘટના સ્થળે દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે અજગરને છોડી દેવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: નસવાડીના 49 સબ સેન્ટર અને 8 પ્રા.આ. કેન્દ્રોમાં મમતા દિવસની ઉજવણી
calendar_today September 2, 2026

Chhota Udepur: નસવાડીના 49 સબ સેન્ટર અને 8 પ્રા.આ. કેન્દ્રોમાં મમતા દિવસની ઉજવણી

નસવાડી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપી તા. 2ના રોજ તાલુકાના 49 સબ સેન્ટર તેમજ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મમતા દિવસ અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા બાળકોના આરોગ્યની તપાસ, માર્ગદર્શન અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.મમતા દિવસનો મુખ્ય હેતુ સગર્ભા માતા અને બાળકને સમયસર જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે, માતા-બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદ મળે તથા કુપોષણ અને વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે સમયસર જરૂરી પગલાં લઈ શકાય તે રહ્યો હતો. આ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.મમતા દિવસ દરમિયાન સગર્ભા મહિલાઓની વજન, બ્લડ પ્રેશર સહિતની જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓનું સેવન, વ્યક્તિગત સ્વચ્છતા, સમયસર તપાસ અને પ્રસૂતિ પૂર્વેની કાળજી અંગે મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward