Chhota Udepur: નસવાડી કૉલેજમાં સંસ્કૃત સપ્તાહ નિમિતે સુલેખન સ્પર્ધા યોજાઇ
નસવાડી : નસવાડી સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સંસ્કૃત સપ્તાહ ઉજવણી તથા સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત સંસ્કૃત સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન સંસ્કૃત વિભાગનાં પ્રાધ્યાપિકા ડૉ. તેજલ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યેની પોતાની રુચિ અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો, સુવાક્યો તથા અન્ય સંસ્કૃત લખાણોને સુંદર અને સુઘડ અક્ષરોથી લખી પોતાની સુલેખન કળાનું પ્રદર્શન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward