android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: પાલિકા અને મામલતદાર કચેરી દ્વારા સેવા સેતુ કૅમ્પનો પ્રારંભ
calendar_today September 2, 2026

Dabhoi: પાલિકા અને મામલતદાર કચેરી દ્વારા સેવા સેતુ કૅમ્પનો પ્રારંભ

ડભોઇ : ડભોઇ નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.2થી 9 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોએ સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું છે. નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે હેતુથી આ કેમ્પ યોજાઈ રહ્યો છે. ડભોઇના લેઉવા પટેલ વાડી ખાતે ચીફ્ ઓફ્સિર વિરાજ શાહની ઉપસ્થિતિમાં સેવા સેતુ કેમ્પનો પ્રારંભ કરાયો હતો. તા.3 સપ્ટેમ્બરે વેગા પ્રાથમિક શાળા, વેગા, તા. 5 સપ્ટેમ્બરે દશાલાડ વાડી, ચીપવાડ બજાર-ડભોઇ અને તા.7 સપ્ટેમ્બરે ઝારોલાની વાડી, ડભોઇ ખાતે કેમ્પ યોજાશે. સેવા સેતુ કેમ્પમાં આધાર કાર્ડ,આવકનો દાખલો, જાતિ તથા રહેવાસી પ્રમાણપત્ર, 7/12 અને 8-Aના ઉતારા, ખાતાની નકલ, ફેરફાર નોંધણી, વડીલ સહાય સહિત વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભનાગરિકોને એક જ સ્થળેથી મળી રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: દિલ્હી -મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કોલસા ભરેલી ટ્રક સળગી ઊઠી
calendar_today September 2, 2026

Vadodara: દિલ્હી -મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કોલસા ભરેલી ટ્રક સળગી ઊઠી

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતનને લઈને એલપીજી ભરેલુ ટેન્કર પલટી ગયુ હોવાની ઘટના બાદ આજે વધુ એક અકસ્માતનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના કારેલા ગામ નજીક કોલસાનો જથ્થો ભરેલી ટ્રકમાં એકાએક આગ લાગી જતા અફરા તફરી મચી ગઈ હતી.હજૂ સોમવારે જ પાદરાના સમીયાલા થઈને એક્સપ્રેસ હાઈવે તરફ જવાના રસ્તે એક આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. એટલુ જ નહીં, એ જ દિવસે સાંજે એક્સપ્રેસ હાઈવે પર પાદરાના સરસવણી ગામ પાસે એલપીજી ગેસ ભરેલું ટેન્કર ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતા અને ગેસનો પુરવઠો ભરેલુ ટેન્કર પલટી મારી ગયુ હતુ. જેથી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યાં આજે વધુ એક અકસ્માતનો કિસ્સો સપાટી પર આવ્યો છે.આજે ભરૂચ જિલ્લાના કારેલા ગામ નજીકથી પસાર થતાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે 9-30 કલાકના અરસામાં પસાર થતી એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ટ્રકમાં કોલસાનો જથ્થો ભરેલો હતો અને કોઈ કારણસર તે જથ્થામાં આગ લાગી જતા ટ્રક ભડભડ સળગવા લાગી હતી. આ ઘટનાને લઈને હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું.બનાવની જાણ થતા કરજણ ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પાણીનો સતત મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી. જોકે, મોટાભાગની ટ્રક આગમાં ખાખ થઈ ગઈ હતી અને આગની ઘટનાને લઈને એક તબક્કે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. કોલસાનો જથ્થો ભરીને ટ્રક હજીરાથી પાદરા તરફ જઈ રહી હોવાની પ્રાથમિક વિગતો સાપડી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: રાષ્ટ્રપતિની હાજરીમાં 6,682 વિદ્યાર્થિનીઓ, 5,624 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
calendar_today September 2, 2026

Vadodara: રાષ્ટ્રપતિની હાજરીમાં 6,682 વિદ્યાર્થિનીઓ, 5,624 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

શહેરની એમ.એસ.યુનિવર્સિટીના 75માં દીક્ષાંત સમારોહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે કુલ 12,306 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની ડિગ્રી એનાયત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર કન્યા કેળવણીનો દબદબો જોવા મળ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કુલ પદવી મેળવનારાઓમાં 6,682 વિદ્યાર્થિનીઓ અને 5,624 વિદ્યાર્થીઓ છે. આમ, ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ સરસાઈ મેળવી છે.ધી મહારાજા સયાજીરાવ યુનિ.માં 23 સપ્ટેમ્બરના રોજ 75મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાજરી આપનાર છે. આ વખતના દીક્ષાંત સમારોહમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર ગોલ્ડ મેડલના વિતરણમાં જોવા મળશે. આ વર્ષે ગોલ્ડ મેડલની સંખ્યામાં અડધાથી પણ વધુનો ઘટાડો થવાની સંભાવના છે. ગત દીક્ષાંત સમારોહમાં કુલ 354 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે આ આંકડો ઘણો નીચો જશે. જેમાં ચાર વર્ષીય ડિગ્રી ફોર્મેટ બન્યું મુખ્ય કારણ આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ છે. જેમાં NEP મુજબ અંડરગ્રેજ્યુએટ (UG)અભ્યાસક્રમમાં થયેલો માળખાકીય બદલાવ છે. યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષના બદલે ચાર વર્ષીય ઓનર્સ ડિગ્રી ફોર્મેટ અમલી બનતાં, પરંપરાગત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા પ્રવાહમાં ત્રીજા વર્ષ (TY) બાદ સીધા ગોલ્ડ મેડલ આપવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ ચોથું વર્ષ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરશે, તેમને જ આગામી વર્ષે યુજી કક્ષાના ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.પરિણામે, આ વર્ષે દીક્ષાંત સમારોહમાં માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ (માસ્ટર્સ ડિગ્રી) તથા ટૅકનોલોજી, મેડિકલ, ફાઈન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જેવા પ્રોફેશનલ અને ચાર વર્ષના અભ્યાસક્રમો ધરાવતી ફેકલ્ટીઓના તેજસ્વી વિદ્યાર્થીઓને જ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સામાન્ય સ્નાતક કક્ષાના મેડલ મોકૂફ્ રહેતાં આ વર્ષે દીક્ષાંત મંચ પરથી અપાતા મેડલની ચમક અડધી થઈ જશે. બીજી તરફ, આ વર્ષે ડિગ્રી મેળવનાર 12,306 પૈકી 6,682 વિદ્યાર્થિનીઓ અને 5,624 વિદ્યાર્થીઓ છે.MSUમાં દીક્ષાંત સમારોહમાં 6 વર્ષ બાદ ફરી એક વાર ચીફ ગેસ્ટ તરીકે દેશના રાષ્ટ્રપતિ હાજરી આપનાર છે. જેને લઈને રાષ્ટ્રપતિના પ્રોટકોલ સહિત હેડ ઓફિસ પાછળ કૉન્વોકેશન ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward