android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated : યુવાઓને વધુ તક આપવા તરૂણ ચૂગની ભાજપની બેઠકમાં ટકોર
calendar_today September 2, 2026

Gujarat Latest News Updated : યુવાઓને વધુ તક આપવા તરૂણ ચૂગની ભાજપની બેઠકમાં ટકોર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad : પૂર્વને પાછળ છોડ્યું પશ્ચિમે, ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનમાં 477 હથિયાર જમા થતાં ચોંકાવનારા આંકડા
calendar_today September 2, 2026

Ahmedabad : પૂર્વને પાછળ છોડ્યું પશ્ચિમે, ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનમાં 477 હથિયાર જમા થતાં ચોંકાવનારા આંકડા

અમદાવાદ શહેર પોલીસના ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનમાં હથિયારોને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સામાન્ય રીતે ગુનાખોરી અને શરીર સંબંધિત ગુનાઓને લઈને પૂર્વ અમદાવાદની વધુ ચર્ચા થતી હોય છે, પરંતુ હથિયારોની બાબતમાં પશ્ચિમ અમદાવાદના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે.પશ્ચિમ અમદાવાદમાંથી કુલ 477 હથિયાર સ્વેચ્છાએ જમા કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ અમદાવાદમાંથી અગાઉ આ જ અભિયાન દરમિયાન 263 હથિયાર જમા થયા હતા. એટલે કે પશ્ચિમ વિસ્તારમાંથી પૂર્વ કરતા 214 હથિયાર વધુ સામે આવ્યા છે.પશ્ચિમ અમદાવાદના 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 477 હથિયારઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેક્ટર-1ના કુલ 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.આ અભિયાન દરમિયાન તલવાર, છરી, ચાકુ, ગુપ્તી, હોકી સહિતના વિવિધ પ્રકારના હથિયારો લોકો પાસેથી સ્વેચ્છાએ જમા કરાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવાની પ્રક્રિયા સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.સરખેજમાંથી સૌથી વધુ 70 હથિયારપશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ હથિયારો કયા વિસ્તારમાંથી મળ્યા તેના આંકડા પણ ધ્યાન ખેંચી રહ્યા છે. સૌથી વધુ સરખેજમાંથી 70 હથિયાર જમા થયા છે. ત્યારબાદ વેજલપુરમાંથી 50, સોલામાંથી 35 અને વાસણામાંથી 34 હથિયાર જમા કરવામાં આવ્યા છે. પૂર્વમાં 263, પશ્ચિમમાં 477 હથિયારઅગાઉ પૂર્વ અમદાવાદમાં ચલાવવામાં આવેલા આ જ અભિયાન દરમિયાન કુલ 263 હથિયાર જમા થયા હતા. તેની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાંથી 477 હથિયાર જમા થતાં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધુ છે. પશ્ચિમ વિસ્તારમાંથી આટલી મોટી સંખ્યામાં હથિયારો સામે આવતાં હવે અનેક સવાલો ઊભા થયા છે.  પૂર્વ કરતાં પશ્ચિમમાં વધુ હથિયાર કેમ?હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુનાખોરી માટે સામાન્ય રીતે વધુ ચર્ચામાં રહેતા પૂર્વ અમદાવાદની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાંથી હથિયારોની સંખ્યા વધુ કેમ સામે આવી? શું પશ્ચિમ વિસ્તારમાં લોકો પાસે હથિયારો રાખવાનું પ્રમાણ વધુ છે કે પછી પોલીસના અભિયાનમાં લોકો વધુ પ્રમાણમાં સ્વેચ્છાએ આગળ આવ્યા? આ પ્રશ્નોના જવાબ માટે પોલીસના આગામી અભિયાન અને તપાસ પર નજર રહેશે. આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર
calendar_today September 2, 2026

S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશેજયશંકરની કીવ મુલાકાતનું ખાસ મહત્વ છે, કારણ કે ભારત સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવાની અપીલ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે યુક્રેનમાં જયશંકર શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે. અગાઉ ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભારતાજેતરમાં બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધનો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફ લેવાયેલું દરેક પગલું નવી આશા જન્માવે છે. જયશંકરની યુક્રેન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ સપ્તાહે રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય નાગરિકના મોતને લઈને ભારતમાં ચિંતા વધી છે. આ મુદ્દો પણ મુલાકાત દરમિયાન મહત્વનો બની શકે છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને અન્ય પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારતની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટેના તેના રાજદ્વારી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ પણ વાંચો : Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ

Read Full Story arrow_forward