android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સુરતથી બંદૂક રિકવર કરી FSLમાં મોકલાઈ, શૂટર્સના આખા નેટવર્કનો થયો પર્દાફાશ
calendar_today October 23, 2026

Surat: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સુરતથી બંદૂક રિકવર કરી FSLમાં મોકલાઈ, શૂટર્સના આખા નેટવર્કનો થયો પર્દાફાશ

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા સનસનાટીભર્યા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી સફળતા સાંપડી છે. હુમલાખોરોએ ફાયરિંગ કરવા માટે જે બંદૂકનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી સફળતાપૂર્વક કબજે કર્યું છે. આ ચકચારી કેસમાં તપાસનો વ્યાપ વધારતાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ હથિયાર કબજે થતાં જ સમગ્ર ષડયંત્રના તાર ગુજરાત અને રાજસ્થાન સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.ગુનો આચરી કાર મારફતે સુરત પહોંચ્યા અને ટ્રેન પકડી રાજસ્થાન ભાગ્યાપોલીસ તપાસમાં આરોપીઓની ભાગવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો.મુંબઈ ખાતે ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટર્સ અને તેમના સાગરીતો તાત્કાલિક કાર મારફતે મુંબઈથી ભાગીને સુરત પહોંચ્યા હતા.સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં તેઓએ ફાયરિંગમાં વપરાયેલી બંદૂક સંતાડી કે કોઈ માધ્યમ દ્વારા ત્યાં છોડી દીધી હતી.હથિયાર સુરતમાં ઠેકાણે પાડ્યા બાદ આરોપીઓ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને સીધા રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનો પીછો કર્યો હતો અને સુરતમાં લોકલ ઇનપુટ્સના આધારે દરોડો પાડીને બંદૂક શોધી કાઢી હતી.હથિયાર FSL તપાસમાં મોકલાશે, 2 મહિલા સહિત 4 ઝડપાયાજપ્ત કરાયેલી આ બંદૂકને તાત્કાલિક બેલેસ્ટિક અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ચકાસણી માટે મોકલવામાં આવશે, જેથી ફાયર થયેલા કારતૂસ સાથે આ હથિયારનું મેચિંગ સાબિત થઈ શકે.ક્રાઇમ બ્રાન્ચે આ હુમલાના ષડયંત્રમાં લોજિસ્ટિક્સ પૂરું પાડવા, આશરો આપવા અને હથિયાર સગેવગે કરવામાં મદદ કરનારા વધુ 4 આરોપીઓને દબોચી લીધા છે.ધરપકડ કરાયેલા નવા આરોપીઓમાં બે મહિલાઓ પણ સામેલ છે, જે શૂટર્સને છુપાવવામાં અને મુસાફરી દરમિયાન સહાય કરવામાં સક્રિય હોવાનું મનાય છે.આ હુમલા પાછળ કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ છે કે પછી ખંડણીનું નેટવર્ક કામ કરી રહ્યું હતું, તે દિશામાં ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરાઈ છે.આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં NH-48 પર નિલેશ ચોકડી બ્રિજ નીચે કન્ટેનર ભટકાયું; સળિયા દેખાઈ ગયા

Read Full Story arrow_forward
Gurugram Blackout: ગુરૂગ્રામમાં કેમ અડધી રાતથી જ છવાયો અંધારપટ, 7 કલાકમાં 5,500 આવી ફરિયાદો
calendar_today October 23, 2026

Gurugram Blackout: ગુરૂગ્રામમાં કેમ અડધી રાતથી જ છવાયો અંધારપટ, 7 કલાકમાં 5,500 આવી ફરિયાદો

ગુરુગ્રામમાં વીજળીનું સંકટ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. વીજ કર્મચારીઓની અનિશ્ચિતકાલીન હડતાળને કારણે ગઈકાલે મધ્યરાત્રિના 12 વાગ્યાથી શહેરના ડઝનબંધ વિસ્તારો સંપૂર્ણપણે અંધારપટમાં ડૂબી ગયા છે. ગુરુવારે બપોરે 10 થી 12 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકની કામચલાઉ રાહત મળ્યા બાદ ફરીથી વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.પ્રભાવિત વિસ્તારો અને નાગરિકોની હાલાકીવીજળી ગુલ થવાની સૌથી વધુ ફરિયાદો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી આવી રહી છે. જેમાં સેક્ટર-2 બ્લોક-B, અશોક વિહાર ફેઝ-2 અને 3, સેક્ટર-5, દયાનંદ કોલોની, સેક્ટર-4, ભીમગઢ ખેરી, પાલમ વિહાર, સેક્ટર-23, રાજેન્દ્ર પાર્ક, રતન વિહાર, વિષ્ણુ ગાર્ડન અને સેક્ટર-105 જેવા મુખ્ય વિસ્તારો શામેલ છે. આખી રાત વીજળી ન હોવાના કારણે રહેવાસીઓએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સવાર થતાં જ વીજળીના અભાવે પાણી પુરવઠો પણ અટકી જતાં ઘરોમાં પાણીની તંગી સર્જાઈ હતી.ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થિતિ વણસીવીજ સંકટની અસર માત્ર શહેરી વિસ્તારો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. સોહના અને ફારુખનગર તાલુકાના ડઝનબંધ ગામડાઓ અને વસાહતોમાં વીજળી સંપૂર્ણપણે ગુલ થઈ જવાથી દૈનિક કામકાજ અને સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે.7 કલાકમાં 5,500 થી વધુ ફરિયાદોપરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મધ્યરાત્રિ 12 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના માત્ર 7 કલાકના સમયગાળામાં દક્ષિણ હરિયાણા બિજલી વિતરણ નિગમ (DHBVN) ના ટોલ-ફ્રી નંબર પર 5,500 થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હેલ્પલાઇન સિસ્ટમ સતત વાગતા ફોન અને વધતી ફરિયાદોના ભારણને પહોંચી વળવામાં અસમર્થ દેખાઈ રહી છે.વહીવટી તંત્રની નિષ્ફળતા પર સવાલોજિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ દવાઓ અને સાવચેતીના પગલાં તદ્દન નિષ્ફળ સાબિત થયા છે. જ્યારે તંત્રને વીજ કર્મચારીઓની હડતાળ અંગે અગાઉથી જાણ હતી, ત્યારે સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં ન આવી તે અંગે નાગરિકો ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પૂર્વ તૈયારી કે બેકઅપ પ્લાનના અભાવે આજે લાખો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જારીસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામ ડીસીએ નાગરિકો માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. વીજ પુરવઠા સંબંધિત ફરિયાદો માટે 1912 અથવા 1800-180-4334 પર સંપર્ક કરવા અને વોટ્સએપ દ્વારા જાણ કરવા માટે 8813999708 તથા 9540954768 નંબરો પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ શરદ પૂર્ણિમાની રાત્રિએ જ ખુલ્લા આકાશ નીચે કેમ રખાય છે ખીર?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અમદાવાદમાં SG હાઈવે પર BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો, વાહનોને ધડાધડ અડફેટે લીધા
calendar_today October 23, 2026

Gujarat Latest News Live: અમદાવાદમાં SG હાઈવે પર BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો, વાહનોને ધડાધડ અડફેટે લીધા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward