android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM Vijayને 2029માં PM બનાવશે રાહુલ ગાંધી, TVKના ધારાસભ્યે આપ્યું નિવેદન
calendar_today September 2, 2026

CM Vijayને 2029માં PM બનાવશે રાહુલ ગાંધી, TVKના ધારાસભ્યે આપ્યું નિવેદન

તમિલનાડુમાં 2029ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. TVKના ધારાસભ્ય કનિમોઝી સંતોષે જણાવ્યું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી જોસેફ વિજય જ વડાપ્રધાન પદ માટે પાર્ટીની પસંદગી રહેશે. તેમણે કહ્યું કે દેશનો આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીમાં નહીં, પરંતુ તમિલનાડુની જનતા કરશે.રાહુલ ગાંધીએ વિજયને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી હતીકનિમોઝી સંતોષે દાવો કર્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિજયને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી હતી અને એ જ રીતે 2029માં તેઓ વિજયનો હાથ પકડીને તેમને વડાપ્રધાન બનાવશે. TVKનું આ નિવેદન કોંગ્રેસના કેટલાક નેતાઓના દાવા બાદ આવ્યું છે કે વિજયે 2029ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે.કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા થારાહાઈ કુથબર્ટે જોકે નેતૃત્વને લઈને કોઈ સંઘર્ષ હોવાની અટકળોને નકારી હતી. તેમણે કહ્યું હતું કે વિજયને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરવાનું અભિયાન મુખ્યત્વે પાર્ટીના કાર્યકરો ચલાવી રહ્યા છે અને આ કોંગ્રેસ નેતૃત્વનું સત્તાવાર વલણ નથી. તેમના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી વિજયે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને તેઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે.સરકારમાંથી રાજીનામું આપવાની ધમકી આપીબીજી તરફ કોંગ્રેસ નેતા અને પર્યટન મંત્રી એસ. રાજેશ કુમારે TVKને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો TVK 2029ની ચૂંટણી માટે વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું ચાલુ રાખશે અને રાહુલ ગાંધીને ઉમેદવાર નહીં માને, તો તેઓ તથા ઉચ્ચ શિક્ષણ મંત્રી વિશ્વનાથન સરકારમાંથી રાજીનામું આપી દેશે.વિજય અને રાહુલ ગાંધી વચ્ચે રાજકીય નિકટતા2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ વિજય અને રાહુલ ગાંધી વચ્ચે રાજકીય નિકટતા જોવા મળી હતી. વિજયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો આભાર માન્યો હતો અને રાહુલ ગાંધીને પોતાના ભાઈ ગણાવ્યા હતા. હવે TVK અને કોંગ્રેસના નેતાઓના અલગ-અલગ નિવેદનોથી ગઠબંધનમાં નેતૃત્વને લઈને મતભેદોની ચર્ચા તેજ બની છે.આ પણ વાંચો : Delhi : પ્રદૂષણ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, 78,000 જૂના કોમર્શિયલ વાહનો બદલાશે

Read Full Story arrow_forward
ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ
calendar_today September 2, 2026

ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ

નવી દિલ્હીમાં Automotive Component Manufacturers Association of India (ACMA)ના 66મા વાર્ષિક સત્રને સંબોધતા ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત અને અમેરિકા વચ્ચે ઓટોમોટિવ ક્ષેત્રમાં સહકાર અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો. પૂણેમાં વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી સેન્ટર કાર્યરતસર્જિયો ગોરે જણાવ્યું હતું કે પુણેમાં John Deereનું મોટું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી સેન્ટર કાર્યરત છે. બંને દેશોની સરકારો વેપાર સંબંધોને લઈને ચર્ચા કરી રહી છે ત્યારે અમેરિકન સપ્લાયર્સ અને ટેક્નોલોજીને ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ મળે તથા ભારતીય કંપનીઓને અમેરિકન બજારમાં સમાન તક મળે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.મે મહિનામાં વોશિંગ્ટનમાં યોજાશે સમિટ તેમણે ACMAના નેતૃત્વ અને સભ્ય કંપનીઓને આગામી SelectUSA Investment Summitમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ સમિટ મે મહિનામાં વોશિંગ્ટન નજીક યોજાવાની છે. Gorએ જણાવ્યું કે વિશ્વભરની અમેરિકન એમ્બેસીઓ દર વર્ષે અમેરિકામાં નવા રોકાણ અને ભંડોળ લાવવા માટે સ્પર્ધા કરે છે. ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસી દ્વારા અમેરિકામાં $24 બિલિયનનું નવું રોકાણ લાવવામાં આવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.સર્જિયો ગોરે અમેરિકાને રોકાણ માટે ખુલ્લું ગણાવતા ભારતીય કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભારતમાં તેમજ અમેરિકામાં કાર્યરત ભારતીય કંપનીઓના ઉદાહરણો પણ આપ્યા. તેમણે જણાવ્યું કે નોર્થ કેરોલિનામાં Bharat Forgeએ આધુનિક ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપ્યો છે. સાઉથ કેરોલિનામાં Sundaram Clayton ચોકસાઈવાળા એલ્યુમિનિયમ ડાઈ-કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ ઉત્તર અમેરિકાની એસેમ્બલી લાઇનોમાં થાય છે. જ્યારે મિશિગનમાં Mahindra Roxor વાહનોનું ઉત્પાદન કરે છે અને વૈશ્વિક બજાર માટે ઉત્પાદનો તૈયાર કરવામાં અમેરિકન કર્મચારીઓ કાર્યરત છે. સર્જિયો ગોરના સંબોધનથી ભારત-અમેરિકા વચ્ચે ઓટોમોટિવ સપ્લાય ચેઈન, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહકારને વધુ વેગ આપવાના સંકેત મળ્યા છે.આ પણ વાંચો : subhash chandraની NCLATમાં દલીલ, ₹6.5 કરોડની ચુકવણીના અહેવાલોથી થઈ બદનામી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:   પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટના CEO, 3 નવા ટ્રસ્ટીની નિમણૂક
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટના CEO, 3 નવા ટ્રસ્ટીની નિમણૂક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward