android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Janmashtami 2026 : જન્માષ્ટમી માટે દ્વારકા સજ્જ, લાખો ભક્તોના આગમન પહેલા 2000 જવાનો સાથે અભેદ્ય સુરક્ષા
calendar_today September 2, 2026

Janmashtami 2026 : જન્માષ્ટમી માટે દ્વારકા સજ્જ, લાખો ભક્તોના આગમન પહેલા 2000 જવાનો સાથે અભેદ્ય સુરક્ષા

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી મહાપર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જન્માષ્ટમીના દિવસે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચે છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકાધામમાં જન્માષ્ટમી માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ આસ્થા અને ભક્તિનો મહાસંગમ છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓના સ્વાગત માટે દ્વારકા સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યું છે.કીર્તિ સ્તંભથી છપ્પન સિઢી સુધી રેલિંગશ્રદ્ધાળુઓને દર્શન દરમિયાન કોઈ અગવડ ન પડે અને ભીડનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે કીર્તિ સ્તંભથી છપ્પન સિઢી સુધી રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે ભીડ વચ્ચે યાત્રિકો વ્યવસ્થિત રીતે આગળ વધી શકે અને કતાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થશે.2000 પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાતજન્માષ્ટમી મહાપર્વને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પણ સંપૂર્ણ રીતે એક્શનમાં આવી છે. SP અને DySP સહિત PI, PSI, પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના આશરે 2000 જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. મંદિર પરિસર, શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.LCB, QRT અને SHE ટીમ પણ રહેશે એક્શનમાંયાત્રિકોની સુરક્ષા અને કોઈપણ અણધારી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે LCB, QRT અને SHE ટીમને પણ તૈનાત રાખવામાં આવશે. મહિલા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે SHE ટીમ ખાસ જવાબદારી સંભાળશે, જ્યારે કોઈપણ કટોકટીની સ્થિતિમાં QRT ટીમ ઝડપી કાર્યવાહી માટે તૈયાર રહેશે.ટ્રાફિક, પાર્કિંગ અને સ્વચ્છતા પર ખાસ ભારલાખોની સંખ્યામાં યાત્રિકો અને વાહનો દ્વારકા પહોંચવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરમાં પાર્કિંગ, વાહન વ્યવહારનું સંચાલન અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.આસ્થા સાથે વ્યવસ્થાનો પણ સંગમ જોવા મળશેદ્વારકાધામમાં જન્માષ્ટમી દરમિયાન આસ્થા સાથે વ્યવસ્થાનો પણ સંગમ જોવા મળશે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવનારા લાખો ભક્તોના સ્વાગત માટે હવે દ્વારકા સંપૂર્ણ સજ્જ બની રહ્યું છે.  આ પણ વાંચો    :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
calendar_today September 2, 2026

Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં રાખીને અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મેળા દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને માઈભક્તોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.72 ખાદ્ય પેઢીઓની તપાસ અને 83 સેમ્પલનું ટેસ્ટિંગઅંબાજી મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી ફૂડ સેફ્ટી વાન સાથે અધિકારીઓની ટીમે વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ફરસાણ અને મિઠાઈની દુકાનો સહિત કુલ 72 ખાદ્ય પેઢીઓનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટીમે સ્થળ પર જ કેમિકલ અને ભૌતિક ગુણવત્તા ચકાસવા માટે 83 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને મોબાઇલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું હતું.અખાદ્ય સામગ્રી અને બળેલા તેલનો સ્થળ પર જ નાશ કરાયોતપાસ દરમિયાન આરોગ્ય માટે નુકસાનકારક પદાર્થોનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી મળી આવેલું 7 લીટર જેટલું બળેલું તેલ, 3 કિલો અખાદ્ય પેપર અને મિઠાઈ તેમજ ખોરાકમાં વપરાતી સિન્થેટિક કલરની 2 ડબ્બીઓ જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો.યાત્રાળુઓની સ્વાસ્થ્ય સુરક્ષા માટે તંત્ર સજ્જભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો પ્રસાદી અને ભોજનનો લાભ લેતા હોય છે. આથી, વાસી કે ગુણવત્તા વગરના ખોરાકના કારણે કોઈ યાત્રાળુ બીમાર ન પડે અને ખાદ્ય સામગ્રીમાં મિલાવટ અટકે તે માટે તંત્ર આયોજનબદ્ધ કામગીરી કરી રહ્યું છે. ફૂડ વિભાગે તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવાની કડક સૂચનાઓ પણ આપી છે.આગામી દિવસોમાં પણ કડક ચેકિંગ ચાલુ રહેશેઅંબાજી ધામ ખાતે યોજાનારા આ મહાકુંભ જેવા મેળા દરમિયાન ફૂડ વિભાગની ખાસ ટીમો સતત પેટ્રોલિંગમાં રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મેળાના દિવસો દરમિયાન પણ ખાદ્ય પદાર્થોનું ઓચિંતું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જો કોઈ વેપારી અખાદ્ય, ભેળસેળયુક્ત કે દૂષિત ખોરાકનું વેચાણ કરતો ઝડપાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: Ambaji News : ભક્તોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન! ફૂડ સેફ્ટી વાન દોડતી થઈ, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ચેકિંગ

Read Full Story arrow_forward
Ayodhya રામ મંદિરના CEOને મળશે લાખોની સેલેરી? જાણો પગારથી લઈને ખાસ સુવિધાઓ
calendar_today September 2, 2026

Ayodhya રામ મંદિરના CEOને મળશે લાખોની સેલેરી? જાણો પગારથી લઈને ખાસ સુવિધાઓ

એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને બુધવાર (2 સપ્ટેમ્બર)ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા (SYSM, AVSM, VSM) ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર ઓફિસર છે. તેમણે વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા રામ મંદિરના CEO બન્યા બાદ કેટલી સેલેરી અને સુવિધાઓ મળશે? તેમને એરફોર્સમાં સેવા દરમિયાન કેટલી સેલેરી મળતી હતી? ચાલો જાણીએ વિગતેકોણ છે એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા?38 વર્ષથી વધુના પોતાના સર્વિસ કરિયરમાં એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ પદો પર કામ કર્યું છે. તેમાં ફાઈટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટેબ્લિશમેન્ટ (ASTE)માં ચીફ ટેસ્ટ પાઈલટ, બે ફ્રન્ટલાઈન એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ, ડાયરેક્ટર (ઓપરેશનલ પ્લાનિંગ એન્ડ એસેસમેન્ટ ગ્રુપ), પ્રિન્સિપલ ડાયરેક્ટર (ASR) અને એર HQ (VB)માં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ), ASTEના કમાન્ડન્ટ અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ડોક્ટ્રિન, ઓર્ગેનાઈઝેશન અને ટ્રેનિંગ)ના ડેપ્યુટી ચીફ જેવા પદો સામેલ છે. વર્તમાન પદ સંભાળતા પહેલા તેઓ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ)ના ડેપ્યુટી ચીફ હતા. તેમને ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ અને ‘વિશિષ્ટ સેવા મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.રામ મંદિર CEOની સેલેરી અને અન્ય ભથ્થાં શું હશે?રામ મંદિરના CEO તરીકે એર માર્શલ પદેથી નિવૃત્ત વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સેલેરી પેકેજ હાઈ-લેવલ એક્ઝિક્યુટિવ સ્ટાન્ડર્ડ્સ અનુસાર નક્કી કરવામાં આવી શકે છે. એક્ઝિક્યુટિવ પેકેજમાં અયોધ્યામાં રહેવાની સુવિધા, સરકારી ગાડી, એડમિનિસ્ટ્રેટિવ સિક્યોરિટી અને અન્ય ભથ્થાં પણ સામેલ થઈ શકે છે. રામ મંદિર CEOની સેલેરી અને સુવિધાઓ મંદિરના રોજિંદા કામકાજ, અનેક એજન્સીઓ સાથે મળીને સુરક્ષાની વ્યવસ્થા, લાખો ભક્તોની ભીડને સંભાળવા અને ટ્રસ્ટના નાણાંનું સંચાલન કરવા જેવી મોટી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.પહેલાં કેટલી મળતી હતી સેલેરી?ભારતીય વાયુસેનામાં એક એર માર્શલને આશરે ₹1,82,200 પ્રતિ મહિનો (સેલેરી લેવલ-15)નું મૂળ વેતન મળે છે, જેમાં મોંઘવારી ભથ્થું (DA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મિલિટરી સર્વિસ પે (MSP) જેવા ભથ્થાં સામેલ નથી. જો ભથ્થાંની વાત કરીએ તો એર માર્શલને સેલેરીની સાથે મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું (જો સત્તાવાર આવાસ આપવામાં આવ્યો ન હોય) અને પોસ્ટિંગના આધારે હાઈ એલ્ટિટ્યુડ અથવા ફ્લાઈંગ એલાઉન્સ પણ આપવામાં આવે છે. નિવૃત્તિ બાદ આ રેન્કના અધિકારીઓને અન્ય અનેક પ્રકારના રિટાયરમેન્ટ બેનિફિટ્સ પણ મળે છે.આ પણ વાંચો: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO, 3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત

Read Full Story arrow_forward