android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
calendar_today September 2, 2026

Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાનમાં રાખીને અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ખોરાકની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મેળા દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને માઈભક્તોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.72 ખાદ્ય પેઢીઓની તપાસ અને 83 સેમ્પલનું ટેસ્ટિંગઅંબાજી મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી ફૂડ સેફ્ટી વાન સાથે અધિકારીઓની ટીમે વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ફરસાણ અને મિઠાઈની દુકાનો સહિત કુલ 72 ખાદ્ય પેઢીઓનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટીમે સ્થળ પર જ કેમિકલ અને ભૌતિક ગુણવત્તા ચકાસવા માટે 83 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને મોબાઇલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું હતું.અખાદ્ય સામગ્રી અને બળેલા તેલનો સ્થળ પર જ નાશ કરાયોતપાસ દરમિયાન આરોગ્ય માટે નુકસાનકારક પદાર્થોનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી મળી આવેલું 7 લીટર જેટલું બળેલું તેલ, 3 કિલો અખાદ્ય પેપર અને મિઠાઈ તેમજ ખોરાકમાં વપરાતી સિન્થેટિક કલરની 2 ડબ્બીઓ જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો.યાત્રાળુઓની સ્વાસ્થ્ય સુરક્ષા માટે તંત્ર સજ્જભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો પ્રસાદી અને ભોજનનો લાભ લેતા હોય છે. આથી, વાસી કે ગુણવત્તા વગરના ખોરાકના કારણે કોઈ યાત્રાળુ બીમાર ન પડે અને ખાદ્ય સામગ્રીમાં મિલાવટ અટકે તે માટે તંત્ર આયોજનબદ્ધ કામગીરી કરી રહ્યું છે. ફૂડ વિભાગે તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવાની કડક સૂચનાઓ પણ આપી છે.આગામી દિવસોમાં પણ કડક ચેકિંગ ચાલુ રહેશેઅંબાજી ધામ ખાતે યોજાનારા આ મહાકુંભ જેવા મેળા દરમિયાન ફૂડ વિભાગની ખાસ ટીમો સતત પેટ્રોલિંગમાં રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મેળાના દિવસો દરમિયાન પણ ખાદ્ય પદાર્થોનું ઓચિંતું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જો કોઈ વેપારી અખાદ્ય, ભેળસેળયુક્ત કે દૂષિત ખોરાકનું વેચાણ કરતો ઝડપાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: Ambaji News : ભક્તોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન! ફૂડ સેફ્ટી વાન દોડતી થઈ, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ચેકિંગ

Read Full Story arrow_forward
Ayodhya રામ મંદિરના CEOને મળશે લાખોની સેલેરી? જાણો પગારથી લઈને ખાસ સુવિધાઓ
calendar_today September 2, 2026

Ayodhya રામ મંદિરના CEOને મળશે લાખોની સેલેરી? જાણો પગારથી લઈને ખાસ સુવિધાઓ

એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને બુધવાર (2 સપ્ટેમ્બર)ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા (SYSM, AVSM, VSM) ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર ઓફિસર છે. તેમણે વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા રામ મંદિરના CEO બન્યા બાદ કેટલી સેલેરી અને સુવિધાઓ મળશે? તેમને એરફોર્સમાં સેવા દરમિયાન કેટલી સેલેરી મળતી હતી? ચાલો જાણીએ વિગતેકોણ છે એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા?38 વર્ષથી વધુના પોતાના સર્વિસ કરિયરમાં એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ પદો પર કામ કર્યું છે. તેમાં ફાઈટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટેબ્લિશમેન્ટ (ASTE)માં ચીફ ટેસ્ટ પાઈલટ, બે ફ્રન્ટલાઈન એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ, ડાયરેક્ટર (ઓપરેશનલ પ્લાનિંગ એન્ડ એસેસમેન્ટ ગ્રુપ), પ્રિન્સિપલ ડાયરેક્ટર (ASR) અને એર HQ (VB)માં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ), ASTEના કમાન્ડન્ટ અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ડોક્ટ્રિન, ઓર્ગેનાઈઝેશન અને ટ્રેનિંગ)ના ડેપ્યુટી ચીફ જેવા પદો સામેલ છે. વર્તમાન પદ સંભાળતા પહેલા તેઓ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ)ના ડેપ્યુટી ચીફ હતા. તેમને ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ અને ‘વિશિષ્ટ સેવા મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.રામ મંદિર CEOની સેલેરી અને અન્ય ભથ્થાં શું હશે?રામ મંદિરના CEO તરીકે એર માર્શલ પદેથી નિવૃત્ત વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સેલેરી પેકેજ હાઈ-લેવલ એક્ઝિક્યુટિવ સ્ટાન્ડર્ડ્સ અનુસાર નક્કી કરવામાં આવી શકે છે. એક્ઝિક્યુટિવ પેકેજમાં અયોધ્યામાં રહેવાની સુવિધા, સરકારી ગાડી, એડમિનિસ્ટ્રેટિવ સિક્યોરિટી અને અન્ય ભથ્થાં પણ સામેલ થઈ શકે છે. રામ મંદિર CEOની સેલેરી અને સુવિધાઓ મંદિરના રોજિંદા કામકાજ, અનેક એજન્સીઓ સાથે મળીને સુરક્ષાની વ્યવસ્થા, લાખો ભક્તોની ભીડને સંભાળવા અને ટ્રસ્ટના નાણાંનું સંચાલન કરવા જેવી મોટી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.પહેલાં કેટલી મળતી હતી સેલેરી?ભારતીય વાયુસેનામાં એક એર માર્શલને આશરે ₹1,82,200 પ્રતિ મહિનો (સેલેરી લેવલ-15)નું મૂળ વેતન મળે છે, જેમાં મોંઘવારી ભથ્થું (DA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મિલિટરી સર્વિસ પે (MSP) જેવા ભથ્થાં સામેલ નથી. જો ભથ્થાંની વાત કરીએ તો એર માર્શલને સેલેરીની સાથે મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું (જો સત્તાવાર આવાસ આપવામાં આવ્યો ન હોય) અને પોસ્ટિંગના આધારે હાઈ એલ્ટિટ્યુડ અથવા ફ્લાઈંગ એલાઉન્સ પણ આપવામાં આવે છે. નિવૃત્તિ બાદ આ રેન્કના અધિકારીઓને અન્ય અનેક પ્રકારના રિટાયરમેન્ટ બેનિફિટ્સ પણ મળે છે.આ પણ વાંચો: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO, 3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત

Read Full Story arrow_forward
Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા
calendar_today September 2, 2026

Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા

Jitendra Mishra: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિશ્રા આ વર્ષે 30 એપ્રિલે સેવામાંથી નિવૃત્ત થયા. તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ટાઇગર હિલ કબજે કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પશ્ચિમી વાયુસેના કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બંકાતાના વતની, જીતેન્દ્ર મિશ્રા 1986 માં વાયુસેનામાં જોડાયા હતા.અયોધ્યામાં રામ મંદિરના CEO તરીકે જીતેન્દ્ર મિશ્રાની નિમણૂકને લઈને નોંધપાત્ર ચર્ચા છે. તેઓ ભારતીય વાયુસેનાના ખૂબ જ અનુભવી અધિકારી છે; તેઓ એર માર્શલના પદ સાથે નિવૃત્ત થયા હતા અને અગાઉ પશ્ચિમી વાયુસેના કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. 1986 માં ફાઇટર સ્ટ્રીમમાં કમિશન લીધુ હતું અને તેમણે લગભગ ચાર દાયકા સુધી ચાલેલી લશ્કરી કારકિર્દી પૂર્ણ કરી. તેમણે પશ્ચિમી વાયુસેના કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી.39 વર્ષ સુધી સેવા આપીડિસેમ્બર 1986માં તેમને ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 39 વર્ષની સેવા દરમિયાન એર માર્શલે મુખ્ય કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ફાઇટર પાઇલટ અને ટેસ્ટ પાઇલટ ભૂમિકાઓથી લઈને તાલીમ અને વ્યૂહાત્મક આયોજન સુધીની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમની પાસે 3 હજાર કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે અને તેમણે 18 થી વધુ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાવ્યા છે.બહુવિધ પુરસ્કારો મેળવ્યા જિતેન્દ્ર મિશ્રાને તેમના કાર્યકાળ દરમિયાન અનેક પુરસ્કારો મળ્યા છે. તેમણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને સ્વતંત્રતા દિવસે 'સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ' એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં, તેમને 2024માં 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' અને 2013માં 'વિશિષ્ટ સેવા મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જિતેન્દ્ર મિશ્રાએ કેટલો અભ્યાસ કર્યોતેમના શિક્ષણ અંગે, એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) ખાતે તાલીમ લીધી હતી. ત્યારબાદ, તેમણે ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમી; બેંગલુરુ સ્થિત એરફોર્સ ટેસ્ટ પાયલટ સ્કૂલ; અલાબામા (યુએસએ) સ્થિત મોન્ટગોમરી સ્થિત એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ; અને યુકે સ્થિત રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાં શિક્ષણ અને તાલીમ મેળવી.આ પણ વાંચો: 4 સપ્ટેમ્બરે નહીં કામ કરે UPI, જાણો ક્યારે ફરીથી થશે શરૂ?

Read Full Story arrow_forward