android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો
calendar_today September 2, 2026

PM Kisan Yojana : કેટલાક ખેડૂતોને મળી શકે છે 4,000 રૂપિયા, જાણો ક્યારે જમા થશે 24મો હપ્તો

દેશભરના ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના 24મા હપ્તા પર છે. ખેડૂતોમાં ચર્ચા છે કે ₹2,000નો આગામી હપ્તો તેમના બેન્ક ખાતામાં ક્યારે જમા થશે. યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા, ચાર-ચાર મહિનાના અંતરે આર્થિક સહાય આપવામાં આવે છે. આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા અગાઉ 23મો હપ્તો જૂનમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થતાં 24મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની શક્યતા છે. ઓક્ટોબરમાં દુર્ગાપૂજા સહિતના તહેવારો હોવાથી તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થવાની આશા છે. આ દરમિયાન કેટલાક પાત્ર ખેડૂતોને આ વખતે ₹2,000ના બદલે ₹4,000 મળી શકે છે. જોકે, આ લાભ તમામ ખેડૂતોને મળશે નહીં. જે ખેડૂતોને અગાઉનો એટલે કે 23મો હપ્તો કોઈ કારણસર અટકી ગયો હતો, ખાસ કરીને e-KYC અથવા જમીન ચકાસણી પૂર્ણ ન થવાને કારણે જેમને રકમ મળી નહોતી, તેમને બાકી રકમ અને નવા હપ્તાનો લાભ એકસાથે મળી શકે છે.આ ખામીઓ દૂર કરવી જરૂરીજો આવા ખેડૂતોએ હવે જરૂરી e-KYC, જમીન ચકાસણી અથવા દસ્તાવેજ સંબંધિત ખામીઓ દૂર કરી દીધી હોય અને રાજ્ય સરકાર દ્વારા તેમની વિગતોની ચકાસણી બાદ નામ મંજૂર કરવામાં આવે, તો તેમને 23મા હપ્તાના બાકી ₹2,000 અને 24મા હપ્તાના ₹2,000 મળીને કુલ ₹4,000 મળી શકે છે. જે ખેડૂતોને 23મો હપ્તો સમયસર મળી ગયો હતો, તેમને નિયમ મુજબ માત્ર 24મા હપ્તાના ₹2,000 જ મળશે.આ પણ વાંચો : Jitendra Mishra: કારગિલથી લઈ ઓપરેશન સિંદૂર... કોણ છે માર્શલ જિતેન્દ્ર મિશ્રા? જેમની ચારેકોર થઇ રહી છે ચર્ચા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:   પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટના CEO બનાવાયા
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટના CEO બનાવાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gondal : રજા પર હતી, છતાં ગોંડલ પહોંચી... પોસ્ટ ઓફિસ બહાર રાજકોટની યુવતીએ ભર્યું ચોંકાવનારું પગલું
calendar_today September 2, 2026

Gondal : રજા પર હતી, છતાં ગોંડલ પહોંચી... પોસ્ટ ઓફિસ બહાર રાજકોટની યુવતીએ ભર્યું ચોંકાવનારું પગલું

ગોંડલ શહેરમાં પોસ્ટ ઓફિસ બહાર રાજકોટની એક યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.રાજકોટની રહેવાસી અને પોસ્ટ ઓફિસ કર્મચારીપ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સદર બજાર સ્થિત હેડ પોસ્ટ ઓફિસમાં જ ફરજ બજાવતી 27 વર્ષીય સ્વાતિ ગડોધરા હાલ રજા પર હતી. યુવતી રાજકોટના બજરંગ વાડી વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.રજા પર હોવા છતાં ગોંડલ પહોંચીને ભર્યું પગલુંચોંકાવનારી વાત એ છે કે યુવતી રજા પર હોવા છતાં ગોંડલ પહોંચી હતી અને ત્યાં પોસ્ટ ઓફિસ બહાર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ આવું આત્મઘાતી પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.લોકોએ તાત્કાલિક 108ને જાણ કરીઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.હાલત ગંભીર થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈયુવતીની તબિયત વધુ ગંભીર જણાતાં તેને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવતી સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસ તપાસમાંરજા પર હોવા છતાં યુવતી ગોંડલ કેમ આવી અને પોસ્ટ ઓફિસ બહાર જ આ પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવતીએ ઝેરી દવા પીવા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward