android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...
calendar_today September 2, 2026

Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...

અમદાવાદના સરદારનગર ખાતે આવેલા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશન સેન્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અંદરોઅંદર બાખડ્યા હોવાની એક શરમજનક ઘટના સામે આવી છે. અત્યંત શિસ્તબદ્ધ ગણાતા પોલીસ બેડામાં માત્ર એક ખુરશી લેવા જેવી નજીવી બાબતે બે પોલીસકર્મીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને કર્મચારીઓ શિસ્તના તમામ નિયમો નેવે મૂકીને સરેઆમ મારામારી પર ઉતરી આવ્યા હતા.પ્લાસ્ટિકની પાઇપ વડે હેડ કોન્સ્ટેબલ પર હુમલોઆ બબાલ દરમિયાન આવેશમાં આવી ગયેલા એક પોલીસ કોન્સ્ટેબલે ત્યાં પડેલી પ્લાસ્ટિકની પાઇપ વડે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. પાઇપના ફટકા વાગવાને કારણે હેડ કોન્સ્ટેબલને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સેન્ટર પર હાજર અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી કર્મચારીઓએ તુરંત જ બચાવ કામગીરી કરી ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલપોલીસ મથક કે ઇન્ટ્રોગ્રેશન સેન્ટર જેવા સંવેદનશીલ સ્થળે જ કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ સમગ્ર ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસકર્મીઓ સામે જ ગુનો દાખલ થતાં એરપોર્ટ પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે ખાતાકીય તપાસ ચક્ર પણ ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Dahod News : શાળા કે મજૂરીનો અડ્ડો? ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવ્યા સિમેન્ટના ભારે બ્લોક

Read Full Story arrow_forward
Bharuch News: આમોદ પોલીસની મોટી સફળતા, કરોડોની છેતરપિંડી કેસમાં સજા પડ્યા બાદ 4 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો
calendar_today September 2, 2026

Bharuch News: આમોદ પોલીસની મોટી સફળતા, કરોડોની છેતરપિંડી કેસમાં સજા પડ્યા બાદ 4 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો

ભરૂચ જિલ્લાની આમોદ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગેન્દ્રસિંહ રાજ સામે આજુબાજુના વિસ્તારના અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ફ્રોડ કરવા અંગેના ગંભીર આક્ષેપો થયેલા હતા.ખોટું સરનામું આપી થયો હતો ફરારયોગેન્દ્રસિંહ રાજ સામે વાગરા, આમોદ, કરજણ અને ભરૂચની વિવિધ અદાલતોમાં છેતરપિંડીના કેસો ચાલી રહ્યા હતા. જેમાંથી કુલ 4 જેટલા કેસોમાં અદાલતે તેને દોષિત ઠેરવીને સજા પણ ફટકારી હતી. જોકે, કોર્ટે સજાની જાહેરાત કર્યા બાદ કાનૂની કાર્યવાહી અને જેલવાસથી બચવા માટે આરોપી પોતાનું ખોટું સરનામું આપીને છેલ્લા આશરે 4 વર્ષથી સતત સ્થળ બદલીને નાસતો-ફરતો હતો.જેલમાં બંધ પિતાને મળવા સુરત આવ્યો અને પોલીસે ઝડપી લીધોઆરોપી સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન આમોદ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી. યોગેન્દ્રસિંહ રાજના પિતા રણમલ સિંહ રાજ હાલ સુરત જેલમાં બંધ હોય, તેને મળવા અથવા તેની વિગતો મેળવવા માટે યોગેન્દ્રસિંહ સુરત ખાતે આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે આમોદ પંથકની પોલીસે તુરંત એક ટીમ સુરત રવાના કરી સર્ચ ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી લીધો હતો.આરોપીને ભરૂચ સબજેલ મોકલાયોચોક્કસ બાતમીના આધારે સુરતથી ઝડપી પાડ્યા બાદ આમોદ પોલીસની ટીમ આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ ખાતે લઈ આવી હતી. જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને તેને આમોદની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે આરોપીની જેલ અપીલ અને સજાના હુકમ આધારે તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા પોલીસે તેને જેલહવાલે કર્યો છે.આ પણ વાંચો - Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

Read Full Story arrow_forward
Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા- વ્યવસ્થા સારી છે
calendar_today September 2, 2026

Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા- વ્યવસ્થા સારી છે

અમદાવાદમાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમને લઈને હવે વિરોધાભાસી તસવીર સામે આવી છે. સાઉથ બોપલના સોબો સેન્ટર વિસ્તારમાં લગાવવામાં આવેલી ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ ઉપયોગ વગર જ પડી રહી અને કેટલાક ફ્લેપ માટીમાં દબાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. હવે આ સિસ્ટમને બોપલમાંથી અન્ય સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે.CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ બીજી તરફ અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ કાર્યરત કરાયા છે.બોપલમાં ફ્લેપ દબાયા, સિસ્ટમ ખસેડવાની તૈયારીસાઉથ બોપલના સોબો સેન્ટર રોડ પર અગાઉ લગાવવામાં આવેલી સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ ન થતાં હવે તે સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ફરી અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. AMC હવે ત્યાંની સિસ્ટમને અન્ય સ્થળે ખસેડવાની દિશામાં આગળ વધી રહી છે. અગાઉ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેપ પાર્કિંગના પાયલોટ અને સ્થાપન દરમિયાન અમલીકરણની સમસ્યાઓ પણ સામે આવી હતી.CG રોડ પર કાર પાર્ક કરો, ફ્લેપ આપમેળે લોક થશેCG રોડ પર નવી સિસ્ટમમાં કાર નિર્ધારિત સ્લોટમાં પાર્ક થતાં જ સેન્સર આધારિત ફ્લેપ બેરિયર ઉપર આવી વાહનને લોક કરશે. વાહન બહાર કાઢતી વખતે QR કોડ સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કર્યા બાદ ફ્લેપ અનલોક થશે. પ્રથમ 5 મિનિટ માટે પાર્કિંગ મફત રહેશે. ત્યારબાદ પ્રતિ કલાક રૂ. 20નો ચાર્જ ચૂકવવો પડશે. આ વ્યવસ્થા માત્ર ફોર-વ્હીલર માટે છે અને રોકડ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.પહેલા માણસને શોધવો પડતો, હવે QR કોડથી પેમેન્ટCG રોડ પર પાર્કિંગ કરનારા કેટલાક કાર ચાલકોએ નવી વ્યવસ્થાને સારી ગણાવી છે. અત્યાર સુધી પાર્કિંગ ફી ચૂકવવા માટે પાર્કિંગ સંચાલકને શોધવાની મુશ્કેલી પડતી હતી, જ્યારે હવે QR કોડ સ્કેન કરીને સીધું ડિજિટલ પેમેન્ટ કરી શકાય છે.CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? જો કે મોટો સવાલ એ છે કે બોપલમાં જે સિસ્ટમ જમીનમાં દબાઈ ગઈ, તે જ ટેકનોલોજી CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? હવે આ નવી વ્યવસ્થાની સફળતા તેના નિયમિત સંચાલન અને જાળવણી પર નિર્ભર રહેશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward