android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kanpur : BSFની ભરતી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, વિદ્યાર્થીઓના હોબાળા બાદ પરીક્ષા કરાઈ રદ
calendar_today September 2, 2026

Kanpur : BSFની ભરતી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, વિદ્યાર્થીઓના હોબાળા બાદ પરીક્ષા કરાઈ રદ

કાનપુરના ચકેરી વિસ્તારમાં આવેલી શ્યામનગરની એમડી ઈન્ફોટેક પરીક્ષા કેન્દ્ર ખાતે BSFની ભરતી પરીક્ષામાં મોટી ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાવાની હતી, પરંતુ પ્રથમ શિફ્ટ દરમિયાન જ વિદ્યાર્થીઓએ પેપર લીક થયું હોવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. અનેક વખત કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ હતીમામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પરીક્ષા દરમિયાન તેમને બે-ત્રણ વખત પેપર સેટ અંગે પૂછવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન અનેક વખત કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓની સિસ્ટમ સતત ચાલુ હોવાનો પણ અન્ય વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, એક-બે વિદ્યાર્થીઓ મોબાઈલ જોઈને પ્રશ્નોના જવાબ આપી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ નોંધાવ્યોઆ પ્રકારની ગેરરીતિના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં પણ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. હોબાળા બાદ પોલીસ અને પરીક્ષા કેન્દ્રના સંચાલકો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રની બહાર ત્રણેય શિફ્ટની પરીક્ષા રદ કરવામાં આવી હોવાની નોટિસ લગાવવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓએ માત્ર નોટિસ લગાવવાથી સંતોષ માન્યો નહોતો અને પરીક્ષા રદ થયાનું લેખિતમાં આપવા માગણી કરી હતી.પરીક્ષા ફરીથી 18 સપ્ટેમ્બરે યોજવામાં આવશેકેન્દ્ર પર BSFની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ગેરરીતિની ફરિયાદ કરીને હોબાળો કર્યો હતો. ઈલેક્ટ્રિક સિસ્ટમ ફેલ થવાને કારણે પરીક્ષા કેન્દ્ર પર સિસ્ટમ ડાઉન થઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પરીક્ષા રદ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી 18 સપ્ટેમ્બરે યોજવામાં આવશે. આ અંગે BSFની સત્તાવાર સાઇટ પર પણ માહિતી આપવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.આ પણ વાંચો : Heavy Rain: દિલ્હીવાસીઓ સાવધાન! હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, યુપી-ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Delhi : પ્રદૂષણ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, 78,000 જૂના કોમર્શિયલ વાહનો બદલાશે
calendar_today September 2, 2026

Delhi : પ્રદૂષણ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, 78,000 જૂના કોમર્શિયલ વાહનો બદલાશે

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે સરકાર હવે જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા કોમર્શિયલ વાહનોને તબક્કાવાર રસ્તા પરથી હટાવવાની તૈયારી કરી રહી છે. દિલ્હી સરકારે કેન્દ્રની 'પરિવર્તન' યોજનાને દિલ્હીમાં લાગુ કરવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દિલ્હીમાં આશરે 78,000 જૂના BS-3 અને BS-4 ભારે કોમર્શિયલ વાહનોની ઓળખ કરવામાં આવી છે. સમગ્ર દિલ્હી-NCRની વાત કરીએ તો આશરે 2.07 લાખ ટ્રક અને બસ માલિકોને આ યોજનાનો લાભ મળવાની શક્યતા છે.નવા BS-VI, CNG અથવા ઈલેક્ટ્રિક વાહન ખરીદી શકશેયોજના હેઠળ વાહન માલિકો પોતાના જૂના વાહનને સ્ક્રેપ કરાવીને નવા BS-VI, CNG અથવા ઈલેક્ટ્રિક વાહન ખરીદી શકશે. બદલામાં સરકાર તરફથી વિવિધ આર્થિક પ્રોત્સાહનો આપવામાં આવશે. જોકે, હાલ આ યોજના સ્વૈચ્છિક રાખવામાં આવી છે અને વાહન માલિકોને ફરજિયાત રીતે વાહન બદલવાનું રહેશે નહીં.જૂનું વાહન સ્ક્રેપ કરીને નવું વાહન ખરીદવા પર સૌથી મોટો લાભ 10 વર્ષ સુધી 100 ટકા મોટર વ્હીકલ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં છૂટનો છે. ઉપરાંત વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર 5 ટકા વ્યાજ સબસિડી અને વાહન ઉત્પાદક કંપની એટલે કે OEM તરફથી 8 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. પાત્ર વાહનો માટે ફ્યુઅલ વાઉચર અથવા તેની સમકક્ષ લાભ પણ આપવામાં આવશે.ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં 10 વર્ષ સુધી સંપૂર્ણ છૂટBS-IV અથવા તેનાથી જૂના લાઈટ ગુડ્સ કેરિયર (LGV)ને સ્ક્રેપ કરીને નવું ઈલેક્ટ્રિક LGV ખરીદવા પર પણ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં 10 વર્ષ સુધી સંપૂર્ણ છૂટ, 5 ટકા વ્યાજ સબસિડી અને OEM ડિસ્કાઉન્ટ મળશે. જૂના ઈલેક્ટ્રિક વાહન ખરીદનારને 10 વર્ષ માટે 50 ટકા મોટર વ્હીકલ ટેક્સમાં છૂટ, વ્યાજ સબસિડી અને ફ્યુઅલ વાઉચરનો લાભ મળશે.પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશેમિડવેટ અને હેવી ગુડ્સ વાહનો માટે પણ સમાન લાભ આપવામાં આવશે. BS-IV અથવા જૂના વાહનને સ્ક્રેપ કરીને નવું BS-VI અથવા ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર ટેક્સ, રજિસ્ટ્રેશન ફી, વ્યાજ સબસિડી અને OEM ડિસ્કાઉન્ટ મળશે. જૂની બસોને પણ યોજનામાં સામેલ કરવામાં આવી છે. BS-IV અને તેનાથી જૂની બસોને માત્ર BS-VI CNG અથવા ઈલેક્ટ્રિક બસથી બદલવાની મંજૂરી રહેશે. સ્ક્રેપ થનારા વાહનો પર એક વર્ષથી વધુ સમયથી બાકી રોડ ટેક્સ અને ફિટનેસ પેનલ્ટીમાં પણ રાહત આપવામાં આવશે. દિલ્હીમાં નવા LGV માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનોને મંજૂરી રહેશે, જ્યારે નવી બસો માટે BS-VI CNG અથવા ઈલેક્ટ્રિક બસ જ ખરીદી શકાશે. સરકારનો દાવો છે કે આ પગલાંથી દિલ્હી-NCRમાં સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન મળશે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.આ પણ વાંચો : Heavy Rain: દિલ્હીવાસીઓ સાવધાન! હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, યુપી-ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Gandhinagar :  આસ્થાના ધામો બનશે વધુ ભવ્ય! ગુજરાતના 10 પવિત્ર સ્થળો માટે કરોડોની મંજૂરી
calendar_today September 2, 2026

Gandhinagar : આસ્થાના ધામો બનશે વધુ ભવ્ય! ગુજરાતના 10 પવિત્ર સ્થળો માટે કરોડોની મંજૂરી

ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ 10 મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે યાત્રાળુ સુવિધાઓ, નવનિર્માણ અને આધુનિક વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કામો હેઠળ રાજકોટ, વડોદરા, કચ્છ, મહેસાણા, વલસાડ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોના મહત્વના યાત્રાધામોનો વિકાસ કરવામાં આવશે.રૂપાલ માટે સૌથી મોટું વિકાસ પેકેજગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડના અંદાજિત કામોને મંજૂરી આપવામાં આવી છે. યાત્રાળુઓ માટે વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉભી કરવાનો મુખ્ય હેતુ છે.મંજૂર કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત:અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ (જિ. રાજકોટ):રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક અનલગઢ કિલ્લા તેમજ મહાકાળી માતાજીના મંદિરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂ. 5. 06 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.મહીસાગર નદી કિનારે ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા):વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવા અર્થે રૂ. 3.31 કરોડની રકમની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ):કચ્છ જિલ્લાના અંજાર ખાતે પ્રવાસનને વેગ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ ની મહત્વકાંક્ષી કામગીરી માટે રૂ. 12.98 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ છે.શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), ઉમરેચા (જિ. મહેસાણા):મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ પોલ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. 50 લાખની મંજૂરી આપવામાં આવી છે.શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ):વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર કામ, જી.શીટ તેમજ ફ્લોરિંગ સહિતના સમારકામ માટે ટેક્સ સાથે રૂ. 18.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી):નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સમ્પ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ કામો માટે રૂ. 5.03 કરોડની મંજૂરી અપાઈ છે.શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ):અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને પરિસરના અન્ય આનુષંગિક વિકાસ કાર્યો માટે કુલ રૂ. 21.75 કરોડની માતબર રકમના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર):ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ તેમજ યાત્રાળુઓની ઉત્કૃષ્ટ સુવિધાઓ અર્થે રૂ. 35 કરોડના અંદાજિત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.શ્રી વાળીનાથ મહાદેવ મંદિર વીજળીકરણ અને સોલાર પ્રોજેક્ટ, તરભ. વિસનગર (જિ. મહેસાણા):શ્રી વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ અનુકૂળ ઉર્જા વ્યવસ્થા તેમજ સુચારુ વિદ્યુત સુવિધા સુનિશ્ચિત કરવા ૧૦૦ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વીજળીકરણના અન્ય કામો માટે રૂ. 2.68 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ:ગ્રેટર ગીર વિસ્તારમાં પ્રવાસનને નવી ઊંચાઈઓ આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ મહત્વના સ્થળો ખાતે પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરવા માટે રૂ. 46.91 કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશેઆ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી રાજ્યભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઉત્કૃષ્ટ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward