android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mansa : પરિવાર ફોન કરે ને વૃદ્ધ ફોન ન ઉપાડે, ફ્લેટનો દરવાજો ખોલતાં સામે આવ્યું લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય
calendar_today September 2, 2026

Mansa : પરિવાર ફોન કરે ને વૃદ્ધ ફોન ન ઉપાડે, ફ્લેટનો દરવાજો ખોલતાં સામે આવ્યું લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય

માણસા તાલુકાના અંબોડ ખાતે આવેલી પ્રિયંકા ગોલ્ડ રેસિડેન્સીમાં એક વૃદ્ધની હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૂળ રાજસ્થાનના અને હાલમાં પ્રિયંકા ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતા 63 વર્ષીય બાબુભાઈ ડોડીયાની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.ગઈકાલે બપોરે ફ્લેટ પર આવ્યા હતા વૃદ્ધપ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત પાણી પુરવઠા વિભાગના પટાવાળા બાબુભાઈ ડોડીયા ગઈકાલે બપોરે પોતાના ફ્લેટ પર આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ બાબુભાઈએ ફોન ઉપાડ્યો નહોતો. ફોન પર સંપર્ક ન થતાં પરિવારજનોને શંકા ગઈ હતી અને તેઓ ફ્લેટ પર પહોંચ્યા હતા. ત્યાં ફ્લેટનો દરવાજો લોક જોવા મળતાં પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા હતા.માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યાની આશંકાફ્લેટની અંદર તપાસ કરતાં બાબુભાઈ ડોડીયા મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યાઘટનાની જાણ થતાં માણસા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફ્લેટ અને આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના કારણ અને આરોપી સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. વૃદ્ધના ફોન ન ઉપાડવાથી પરિવારજનોને શંકા ગઈ અને ફ્લેટ સુધી પહોંચતાં આ સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલ્યો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ અને હત્યારાની ઓળખ બહાર આવશે. આ પણ વાંચો    :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Ayodhya Ram mandir CEO: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO,  3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત
calendar_today September 2, 2026

Ayodhya Ram mandir CEO: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO, 3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આજે તેના સીઈઓની જાહેરાત થઇ.  રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામમંદિરના પ્રથમ સીઇઓ બન્યા છે.  આ પહેલા, ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અયોધ્યાથી મદન મોહન પાંડે, દિલ્હીથી મહેશ ભાગચંદકા અને શિકોહાબાદથી નિર્મલા યાદવ.રામ મંદિરને મળ્યા પ્રથમ સીઇઓ નોંધનીય છે કે રામ મંદિર દાન ભંડોળના દુરુપયોગ અંગેના આરોપો બાદ ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું હતું. આ વિવાદને પગલે, ટ્રસ્ટની છબી અને વહીવટી કામગીરી સુધારવા માટે 6 જુલાઈના રોજ સીઈઓની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.સીઈઓ પદ માટે કુલ 5585 અરજીઓ મળી હતી. ન્યાયાધીશ (નિવૃત્ત) પ્રમોદ કોહલીની આગેવાની હેઠળની સ્ક્રીનીંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને ટ્રસ્ટના પ્રમુખને ત્રણ નામો ધરાવતું સીલબંધ પરબિડીયું સુપરત કર્યું છે.

Read Full Story arrow_forward
Kanpur : BSFની ભરતી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, વિદ્યાર્થીઓના હોબાળા બાદ પરીક્ષા કરાઈ રદ
calendar_today September 2, 2026

Kanpur : BSFની ભરતી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, વિદ્યાર્થીઓના હોબાળા બાદ પરીક્ષા કરાઈ રદ

કાનપુરના ચકેરી વિસ્તારમાં આવેલી શ્યામનગરની એમડી ઈન્ફોટેક પરીક્ષા કેન્દ્ર ખાતે BSFની ભરતી પરીક્ષામાં મોટી ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાવાની હતી, પરંતુ પ્રથમ શિફ્ટ દરમિયાન જ વિદ્યાર્થીઓએ પેપર લીક થયું હોવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. અનેક વખત કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ હતીમામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પરીક્ષા દરમિયાન તેમને બે-ત્રણ વખત પેપર સેટ અંગે પૂછવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન અનેક વખત કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓની સિસ્ટમ સતત ચાલુ હોવાનો પણ અન્ય વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, એક-બે વિદ્યાર્થીઓ મોબાઈલ જોઈને પ્રશ્નોના જવાબ આપી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ નોંધાવ્યોઆ પ્રકારની ગેરરીતિના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં પણ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. હોબાળા બાદ પોલીસ અને પરીક્ષા કેન્દ્રના સંચાલકો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રની બહાર ત્રણેય શિફ્ટની પરીક્ષા રદ કરવામાં આવી હોવાની નોટિસ લગાવવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓએ માત્ર નોટિસ લગાવવાથી સંતોષ માન્યો નહોતો અને પરીક્ષા રદ થયાનું લેખિતમાં આપવા માગણી કરી હતી.પરીક્ષા ફરીથી 18 સપ્ટેમ્બરે યોજવામાં આવશેકેન્દ્ર પર BSFની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ગેરરીતિની ફરિયાદ કરીને હોબાળો કર્યો હતો. ઈલેક્ટ્રિક સિસ્ટમ ફેલ થવાને કારણે પરીક્ષા કેન્દ્ર પર સિસ્ટમ ડાઉન થઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પરીક્ષા રદ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી 18 સપ્ટેમ્બરે યોજવામાં આવશે. આ અંગે BSFની સત્તાવાર સાઇટ પર પણ માહિતી આપવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.આ પણ વાંચો : Heavy Rain: દિલ્હીવાસીઓ સાવધાન! હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, યુપી-ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward