android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ઝેર સામે હારી ગયા, શિનોરના યુવાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત
calendar_today September 2, 2026

Vadodara News: હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ઝેર સામે હારી ગયા, શિનોરના યુવાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત

વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં એક અતિ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક આવી ચડેલા ઝેરી કોબ્રા સાપથી આસપાસ રમી રહેલા નાના બાળકોને સુરક્ષિત કરવા જતાં જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર 38 વર્ષીય અનિલ માછીનું સાપના ડંખથી મોત નીપજ્યું છે. અનિલભાઈ મૂળ વ્યવસાયે ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ વન્યજીવો પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વર્ષોથી સાપ અને અન્ય સરીસૃપોનું રેસ્ક્યુ કરવાનું સરાહનીય કામ પણ કરતા હતા.કોબ્રાને પકડતી વખતે આંગળી પર માર્યો ડંખઘટનાની વિગત અનુસાર, રસ્તા પર કોબ્રા સાપ દેખાતાં જ નજીકમાં રમી રહેલા બાળકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ જોઈને અનિલભાઈએ તુરંત જ સાપને રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, કોબ્રાને પકડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક સાપે તેમની આંગળી પર જોરદાર ડંખ મારી લીધો હતો. સાપ કરડતા જ તેમની તબિયત લથડવા લાગી હતી.સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યોઘટના બનતા જ આસપાસના મિત્રો તુરંત અનિલભાઈને બાઇક પર બેસાડીને પ્રાથમિક સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં તબીબોએ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઝેર શરીર અને લોહીમાં પ્રસરી જતાં એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ અનિલ માછીને મૃત જાહેર કર્યા હતા.રેસ્ક્યુ ક્ષેત્રે મેળવ્યા હતા અનેક પ્રમાણપત્રોઅનિલ માછી માત્ર એક સામાન્ય નાગરિક ન હતા, પરંતુ વન્યજીવોના રક્ષણ માટે સમર્પિત એક અનુભવી રેસ્ક્યુઅર હતા. તેમણે પોતાના જીવન દરમિયાન સેંકડો સાપ અને વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં મુક્ત કર્યા હતા, જેના માટે તેમને વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પ્રમાણપત્રો પણ મળ્યા હતા. અનેક લોકોના જીવ બચાવનાર વ્યક્તિનું આ રીતે અકાળે અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.1 વર્ષમાં બીજા રેસ્ક્યુવરના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુંશિનોર પંથક માટે આ આઘાત નવો નથી. આશરે 1 વર્ષ અગાઉ જ શિનોરમાં અન્ય એક જાણીતા રેસ્ક્યુવર અશોક પટેલનું પણ કોબ્રા સાપના ડંખથી જ મોત થયું હતું. માત્ર 12 મહિનાના ટૂંક સમયગાળામાં વિસ્તારના 2-2 અનુભવી અને સક્રિય રેસ્ક્યુઅર ગુમાવતાં સમગ્ર શિનોર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં

Read Full Story arrow_forward
OMG! Andhra Pradeshમાં મેલેરિયાની દવા લેતા જ 50થી વધુ લોકોની લથડી તબિયત, 7 વર્ષની બાળકીનું મોત
calendar_today September 2, 2026

OMG! Andhra Pradeshમાં મેલેરિયાની દવા લેતા જ 50થી વધુ લોકોની લથડી તબિયત, 7 વર્ષની બાળકીનું મોત

Andhra Pradeshના પલવરમ જિલ્લામાંથી દુ:ખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મેલેરિયા સામે લડવા માટે વિતરણ કરવામાં આવતી ક્લોરોક્વિન ગોળીઓ ખાવાથી એક સાત વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે 52 અન્ય બીમાર પડી ગયા છે અને હાલમાં હોસ્પિટલો અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર હેઠળ છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઈને અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેલંગાણા આંતર-રાજ્ય સરહદ નજીક પલવરમ જિલ્લામાં સ્થિત ગોલાગુપ્પા ગામમાં 71 લોકોને એન્ટી મેલેરિયા ગોળીઓ આપવામાં આવી હતી. દવા લીધા પછી લથડી તબિયતમળતી માહિતી અનુસાર દવા ખાધા પછી તરત જ ઘણા વ્યક્તિઓના સ્વાસ્થ્ય બગડવા લાગ્યા. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી, 29 દર્દીઓને તેલંગાણાની હોસ્પિટલમાં અને 24 અન્યને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા. જોકે, આ ઘટનામાં દુ:ખદ વાત એ છે કે, બીજા ધોરણમાં ભણતી માદિવી જમુના નામની સાત વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. ડોકટરો જણાવે છે કે બાકીના દર્દીઓની સ્થિતિ હાલમાં સ્થિર છે. વહીવટ અને સરકાર દ્વારા કાર્યવાહીજોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ પાસેથી એક વ્યાપક અહેવાલ માંગ્યો છે અને આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સિવાય જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે લોકોને ગભરાવાની અપીલ કરી છે, તેમને ખાતરી આપી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વહીવટીતંત્રે દર્દીઓની સંભાળ માટે તાત્કાલિક પગલાં લીધા છે.- કાકીનાડા સરકારી જનરલ હોસ્પિટલથી 9 સભ્યોની એક ખાસ તબીબી ટીમ ગામમાં આવી ચૂકી છે.- વિજયવાડા, રાજમહેન્દ્રવરમ અને કાકીનાડાથી વધારાની 3 વિશેષ ટીમો ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે.- ગામમાં એક તબીબી કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં નિષ્ણાત ડોકટરો સ્ટાફ છે જે દર્દીઓના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહ્યા છે.નોંધનીય છે કે, છોકરીના મૃત્યુના ચોક્કસ કારણની સત્તાવાર તપાસ ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દવા લીધા પછી લોકોની તબિયત કેમ આટલી ગંભીર રીતે બગડી તે નક્કી કરવા માટે કામ કરી રહ્યું છે.આ પણ વાંચો: Kerala: મુસ્લિમ ધર્મગુરુ પર ભડક્યા કોંગ્રેસના CM, કહ્યું- ઇસ્લામિક ઇતિહાસમાં મહિલાઓ...

Read Full Story arrow_forward
IIT Research :  નેપાળ જેવો વિનાશ ભારતમાં? પીગળતી હિમનદીઓથી બનેલા 9 તળાવો ખતરો
calendar_today September 2, 2026

IIT Research : નેપાળ જેવો વિનાશ ભારતમાં? પીગળતી હિમનદીઓથી બનેલા 9 તળાવો ખતરો

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ હવે ભારતમાં પણ કુદરતી આપત્તિનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. IIT મંડી દ્વારા કરવામાં આવેલા એક ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો થયો છે કે હિમાલય ક્ષેત્રમાં આવેલા ગ્લેશિયર તળાવોમાંથી 9 થી 12 તળાવો અત્યંત ખતરનાક સ્થિતિમાં છે અને ગમે ત્યારે નેપાળ જેવી મોટી આપત્તિનું કારણ બની શકે છે. સંશોધકોના મતે, છેલ્લા એક દાયકામાં આ હિમનદીઓથી ભરેલા તળાવોના કદમાં 30 થી 60 ટકાનો મોટો વધારો થયો છે, જેના કારણે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) જેવી ઘટનાઓનું જોખમ અનેકગણું વધી ગયું છે.હિમાલયમાં મોટો કુદરતી ખતરોહિમાલયના પ્રદેશોમાં વધતું પ્રવાસન, અનિયંત્રિત બાંધકામ અને પ્રદૂષણ આ હિમનદીઓના ઝડપી પીગળવા માટે મુખ્ય જવાબદાર પરિબળો છે. વાહનોની અવરજવર અને માનવ પ્રવૃત્તિઓથી ઉત્સર્જિત થતી ધૂળ તથા કાર્બન બરફની સપાટી પર જમા થાય છે, જેનાથી એક કાળો પડ બને છે. આ પડ સૂર્યની ઉર્જાને વધુ શોષી લે છે અને બરફને ઝડપથી પીગળાવે છે. આ ઉપરાંત, પર્વતીય વિસ્તારોમાં પર્માફ્રોસ્ટ (સતત થીજી ગયેલા ખડકો અને માટીનો સ્તર) પીગળવાને કારણે ભૂસ્ખલનનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે.IIT રિસર્ચ પ્રમાણે 9 થી 12 તળાવ અત્યંત જોખમીનેપાળમાં ૨૬ ઓગસ્ટે સર્જાયેલી દુર્ઘટનામાં હિમનદી તૂટવાથી અને ભૂસ્ખલન થવાથી ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને IIT મંડીએ હિમાચલ પ્રદેશના કેટલાક ચોક્કસ તળાવો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. NDMA દ્વારા ચાર તળાવો (જેમાં ઘેપન, વાસુકી, કાશાંગ અને બાસ્પા નજીકનું તળાવ સામેલ છે) ઓળખવામાં આવ્યા છે, જ્યારે IIT મંડીના સર્વેક્ષણ મુજબ ઘેપન, યોચે અને કાલી કુંડ જેવા તળાવો વસ્તીની નજીક હોવાને કારણે સૌથી મોટો ખતરો બની રહ્યા છે. પર્વતોમાં કનેક્ટિવિટી વધારવી જરૂરી નિષ્ણાતોનું માનવું છે કે પર્વતોમાં કનેક્ટિવિટી વધારવી જરૂરી છે, પરંતુ તે વિકાસ નિયંત્રિત અને આયોજનબદ્ધ રીતે થવો જોઈએ. જો વહેલી તકે આ સંવેદનશીલ તળાવોની દેખરેખ રાખીને યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે, તો ભવિષ્યમાં હિમાલયના આ પ્રદેશોમાં મોટો માનવ સંહાર થઈ શકે છે.આ પણ વાંચોઃ ઘરમાં કૃત્રિમ છોડ રાખતા પહેલા સાવધાન, થઇ શકે છે ભારે નુકસાન!

Read Full Story arrow_forward