android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi Swine Flu Case: દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 3218 નોંધાયા સ્વાઇન ફ્લૂના કેસ, તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ
calendar_today September 2, 2026

Delhi Swine Flu Case: દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 3218 નોંધાયા સ્વાઇન ફ્લૂના કેસ, તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં સ્વાઇન ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. વાતાવરણમાં ફેરફારને કારણે આ બધા કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે દિલ્હીમાં તો આ કેસ બમણી ગતિએ ફેલાઇ રહ્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ સોમવારે 164 કેસ નોંધાયા છે.દિલ્હીમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે સ્વાઇનફ્લૂના કેસ ત્યારે અત્યાર સુધીના કેસની વાત કરીએ તો,  આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા સ્વાઇન ફ્લૂના કેસોની કુલ સંખ્યા 3,218 થઈ ગઈ છે.  જે સાત વર્ષમાં સૌથી વધુ છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.  દિલ્હીમાં સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો, સૌથી વધુ કેસ નોંધાયા2024માં દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના 3151 કેસ નોંધાયા હતા, પરંતુ આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં આ સંખ્યા 3200ને વટાવી ગઈ હતી. માર્ચ મહિનામાં જ 315 કેસ નોંધાયા હતા. આ આંકડા સાત વર્ષમાં સૌથી વધુ કેસ દર્શાવે છે.વર્ષ કેસ 2016 3627 સ્વાઇન ફ્લૂના કેસ, 31ના મોત   2020412 સ્વાઇન ફ્લૂના કેસ2021 91 સ્વાઇન ફ્લૂના કેસ 20243151 સ્વાઇન ફ્લૂના કેસ2025 229 સ્વાઇન ફ્લૂના કેસ આ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની અને લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપી છે. સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ સાવધાની રાખવા અને સારી સ્વચ્છતા જાળવવાની વિનંતી કરી છે.ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે તાજેતરમાં જણાવ્યું હતું કે હાલની ઈન્ફલ્યુએન્ઝાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. દેશમાં હાલમાં ફરતા ઈન્ફલ્યુએન્ઝાના વાયરસ તાજેતરના વર્ષોમાં જોવા મળતા મોસમી પેટર્ન સાથે સુસંગત છે. ભારતમાં H1N1 માં અપેક્ષિત મોસમી ફેરફારો જોવા મળ્યા છે, અને કોઈ અસામાન્ય આનુવંશિક ફેરફારો જોવા મળ્યા નથી. ફ્લૂથી બચવા શું કરવું ? ફ્લૂથી બચવા માટે ખાંસી કે છીંક ખાતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.તમારા હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા યોગ્ય હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.જો તમે બીમાર હોવ તો ઘરે રહો અને અન્ય લોકો સાથે નજીકના સંપર્ક ટાળો.હાઇડ્રેટેડ રહો અને પુષ્કળ આરામ કરો.સ્વસ્થ અને સંતુલિત આહાર જાળવો.જો લક્ષણો ગંભીર, સતત અથવા વધુ ખરાબ થતા હોય તો ડૉક્ટરની સલાહ લો.પરીક્ષણ અથવા સારવાર અંગે ડૉક્ટરની સલાહનું પાલન કરો.આ પણ વાંચો-   નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સોનુ સૂદ, જાણો શું કહ્યું ?

Read Full Story arrow_forward
Noida બસ ગેંગરેપ બાદ દિલ્હી સરકારની લાલઆંખ, પડદા અને રંગીન કાચ રાખ્યા તો ખેર નથી!
calendar_today September 2, 2026

Noida બસ ગેંગરેપ બાદ દિલ્હી સરકારની લાલઆંખ, પડદા અને રંગીન કાચ રાખ્યા તો ખેર નથી!

Noida Delhi Case: દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં સેવાઓ ચલાવતા તમામ બસ ઓપરેટરો માટે કડક નિર્દેશો જારી કર્યા છે. પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો હેઠળ, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત સલામતી ધોરણો અને સંચાલન નિયમોનું કડક પાલન ફરજિયાત છે. રાજધાનીમાં કાર્યરત અન્ય રાજ્યોના બસ ઓપરેટરો સહિત બધા બસ ઓપરેટરોએ આ નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે, જે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. મહિલાઓ અને બાળકોની સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને નિયમોનું કોઈપણ ઉલ્લંઘન કાનૂની કાર્યવાહીને પાત્ર બનશે.દિલ્હીના પરિવહન મંત્રી, ડૉ. પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સક્ષમ નેતૃત્વ હેઠળ, સરકાર જાહેર પરિવહન પ્રણાલીમાં મુસાફરોની સલામતીને મજબૂત બનાવવા અને જમીન પર આવશ્યક સલામતી નિયમોના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પરિવહન મંત્રીના નિર્દેશો અનુસાર, પરિવહન વિભાગે તમામ બસ ઓપરેટરોને સૂચના આપી છે કે બસોમાં સ્થાપિત વાહન સ્થાન ટ્રેકિંગ ઉપકરણો (VLTDs) અને પેનિક બટનો હંમેશા કાર્યરત રહે. પેનિક બટનો મુસાફરો માટે સરળતાથી સુલભ હોવા જોઈએ અને યોગ્ય કાર્યકારી સ્થિતિમાં રાખવા જોઈએ.દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા કડક નિર્દેશોબધી બસો માટે કાર્યાત્મક અગ્નિશામક ઉપકરણો અને પ્રાથમિક સારવાર કીટ સજ્જ હોવી ફરજિયાત છે. બસ સંચાલકોને એ પણ સૂચના આપવામાં આવી છે કે રાત્રિ દરમિયાન અથવા સેવામાં ન હોય ત્યારે બસો ફક્ત અધિકૃત, સલામત અને સારી રીતે પ્રકાશિત વિસ્તારોમાં જ પાર્ક કરવામાં આવે. કોર્ટ દ્વારા આદેશિત નિયમો અને માર્ગદર્શિકા અનુસાર, બસની બારીઓ પર પડદા અથવા અનધિકૃત ફિલ્મ પ્રતિબંધિત છે. વિન્ડશિલ્ડ, પાછળની બારીઓ અને બાજુની બારીઓ માટે નિર્ધારિત પારદર્શિતા ધોરણોનું કડક પાલન ફરજિયાત છે.આ નિર્દેશો ડ્રાઇવરો અને બસ સ્ટાફની જવાબદારીઓને પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે. ડ્રાઇવરો અને અન્ય સ્ટાફ સભ્યોએ મુસાફરો સાથે સૌજન્ય અને આદર સાથે વર્તવું જરૂરી છે. દારૂ અથવા અન્ય કોઈપણ નશાકારક પદાર્થના પ્રભાવ હેઠળ વાહન ચલાવવા પર સખત પ્રતિબંધ છે. ડ્રાઇવરો પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, યુનિફોર્મ પહેરવો જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં PSV બેજ રાખવો જોઈએ. તેવી જ રીતે, કંડક્ટર પાસે માન્ય કંડક્ટરનું લાઇસન્સ હોવું જોઈએ, યુનિફોર્મ પહેરવો જોઈએ અને PSV બેજ રાખવો જોઈએ. બસ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ બધા ડ્રાઇવરો, કંડક્ટર, એટેન્ડન્ટ અને અન્ય સ્ટાફ સભ્યોને નોકરી પર રાખતા પહેલા નિયમો અનુસાર યોગ્ય ચકાસણી કરે.જરૂર પડે ત્યાં બસોમાં એક અધિકૃત એટેન્ડન્ટ હોવો જોઈએ. બસ ચાલુ હોય ત્યારે બધા દરવાજા સુરક્ષિત રીતે બંધ રાખવા જોઈએ. બસ સ્ટાફને ચઢતી અને ઉતરતી વખતે અપંગ મુસાફરોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.મહિલા મુસાફરોની સલામતી અંગે પણ ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. બસ સંચાલકોને ડ્રાઇવરો, કંડક્ટરો અને અન્ય સ્ટાફને મહિલા મુસાફરો પ્રત્યેની કોઈપણ પ્રકારની છેડતી અને તેના ગંભીર પરિણામો અંગે જાગૃત કરવા સૂચના આપવામાં આવી છે. અશ્લીલ વર્તન, અસભ્યતા, છેડતી, અભદ્ર ટિપ્પણીઓ કરવી અથવા કોઈ મહિલા સામે અન્ય કોઈ ગુનાની ઘટનામાં બસ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ અને બસને નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અથવા પીસીઆર વાન લઈ જવી જોઈએ.દરેક બસ માટે ફરજિયાત માન્ય ફિટનેસ પ્રમાણપત્રદરેક બસ પાસે માન્ય ફિટનેસ પ્રમાણપત્ર હોવું જોઈએ અને તે સારી તકનીકી સ્થિતિમાં હોવું જોઈએ. બધા બસ સંચાલકોએ લાગુ ઉત્સર્જન ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ અને માન્ય 'પોલ્યુશન અંડર કંટ્રોલ' (PUC) પ્રમાણપત્રો રાખવા જોઈએ. સંચાલકોને ટ્રાફિક નિયમો અને નિયુક્ત બસ લેનનું કડક પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. મુસાફરોએ ફક્ત નિયુક્ત બસ સ્ટોપ અથવા અધિકૃત સ્થળોએ જ ચઢવા અને ઉતરવા જોઈએ. અસુરક્ષિત અથવા અનધિકૃત સ્થળોએ ખાસ કરીને રસ્તાની વચ્ચે અથવા અસુરક્ષિત જગ્યા પર બસ રોકવા પર સખત પ્રતિબંધ છે.પરિવહન મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સલામતીના પગલાં ફક્ત કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિકતામાં સંપૂર્ણપણે અમલમાં મૂકવા જોઈએ. બસ સંચાલકોએ ખાતરી કરવી જોઈએ કે બધી જરૂરી સિસ્ટમો, સાધનો અને પ્રક્રિયાઓ યોગ્ય રીતે કાર્યરત છે. નિયમોના કોઈપણ ઉલ્લંઘન સામે સરકાર કાયદા અનુસાર કડક કાર્યવાહી કરશે.આ પણ વાંચો: Delhi બસ ગેંગરેપમાં મોટો ખુલાસો... વિદ્યાર્થીની ગુસ્સામાં ઘરેથી નકળી! પોલીસને આરોપીઓને લઈ મળ્યો પુરાવા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ, અમદાવાદ અને ગાંધીનગરમાં હતા કાર્યક્રમ
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ, અમદાવાદ અને ગાંધીનગરમાં હતા કાર્યક્રમ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward