android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગુજરાતના સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશેઃ PM મોદી
calendar_today September 3, 2026

Ahmedabad News: ગુજરાતના સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશેઃ PM મોદી

ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારા જાણીતા અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે મોડી રાત્રે અવસાન થયું છે.તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ ગુજરાતી કલા અને સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.તેમના નિધન બાદ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ લખીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધન પર વડાપ્રધાન મોદીની પોસ્ટવડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતી સંગીત જગતના પ્રખ્યાત સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાનથી અમે ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ.પોતાના પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવીને તેમણે ગુજરાતી સંગીત ક્ષેત્રે પોતાનું એક અનોખું પ્રદાન આપ્યું હતું અને તેમનું નિધન થતાં ગુજરાતે એક અદ્ભુત સર્જક ગુમાવ્યા છે. ગુજરાતી સંગીત જગતમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવારજનો તેમજ તેમના વિશાળ પ્રશંસક વર્ગ પ્રત્યે મારી ઊંડી સંવેદના...ઓમ શાંતિ...!! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સ પર પોસ્ટ લખીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપર લખ્યું હતું કે,ગુજરાતી સંગીત જગતના ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.ગુજરાતી સિનેમા, સુગમ સંગીત અને લોકસંગીત ક્ષેત્રે તેમણે આપેલું અમૂલ્ય યોગદાન સદાય સ્મરણીય રહેશે. સંગીતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવીને તેમણે સર્જેલી કર્ણપ્રિય સુરાવલીઓ સંગીતપ્રેમીઓના હૃદયમાં હંમેશાં જીવંત રહેશે. તેમના નિધનથી ગુજરાતના કલા-સંગીત જગતને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા અસંખ્ય પ્રશંસકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડીગૌરાંગ વ્યાસના નિધનથી માત્ર સંગીત ક્ષેત્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સંગીત અને ફિલ્મ ક્ષેત્રના લોકોના જણાવ્યા પ્રમાણે ગૌરાંગ વ્યાસની વિદાય એ ગુજરાતી સંગીતની એક સુવર્ણ યુગનો અંત છે અને તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.તેમનું સંગીત અને તેમની મધુર રચનાઓ હંમેશા સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. ગૌરાંગ વ્યાસે તેમની સંગીત કારકિર્દી દરમિયાન 'લાખ લાખ દિવડા','ઘોર અંધારી રે રાતલડીમાં' જેવા લોકપ્રિય ગરબા, 'દીકરી તો પારકી થાપણ' જેવા ફિલ્મી ગીતો અને 'તુ રંગાઈ જાને રંગમાં' જેવા ભજનોમાં અદ્ભુત સ્વરાંકન કર્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: લતા મંગેશ્કર અને આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન

Read Full Story arrow_forward
Ahmedabadમાં VVIP મસ્તાંગ કારમાં આદિત્ય રાઠોડનો આતંક, રોંગ સાઈડમાં કાર ઠોકી યુવકને લાફા ઝીંક્યા, પોલીસે ઝડપ્યો
calendar_today September 3, 2026

Ahmedabadમાં VVIP મસ્તાંગ કારમાં આદિત્ય રાઠોડનો આતંક, રોંગ સાઈડમાં કાર ઠોકી યુવકને લાફા ઝીંક્યા, પોલીસે ઝડપ્યો

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં આવેલા ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે કારચાલકની દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂતકાળમાં પણ વિવાદોમાં આવી ચૂકેલો આદિત્ય રાઠોડ પોતાની GT Mustang કાર લઈને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તે સમયે અકસ્માત સર્જાયો હતો. કાર અથડાયા બાદ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આદિત્ય રાઠોડે સામેવાળા વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરીને રસ્તા વચ્ચે જ ધમાલ મચાવી હતી.લાફા-ફેટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપીઆ સમગ્ર ઘટના અંગે પીડિત વાહનચાલક જય દિનેશભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ આપવીતી રજૂ કરી હતી. અકસ્માત બાદ આદિત્ય રાઠોડ કારમાંથી નીચે ઉતરીને અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. તેણે ફરિયાદી જય દેસાઈને લાફા-ફેટ મારીને જાહેર રસ્તા પર જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ભોગ બનનારે નવરંગપુરા પોલીસ મથકે પહોંચીને કાયદેસરની રજૂઆત કરી હતી.આદિત્ય રાઠોડ સામે નવરંગપુરા પોલીસની કાર્યવાહીઅત્રે ઉલ્લેખનીય છે કે, રોંગ સાઈડમાં કાર ચલાવી બબાલ કરનાર આદિત્ય રાઠોડ અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપી આદિત્ય રાઠોડને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લાવી હતી. પોલીસે GJ-01-KW-0007 નંબરની લક્ઝુરિયસ Mustang કાર અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરિયાદીની રજૂઆતના આધારે આગળની યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો : Surat ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે

Read Full Story arrow_forward
Gandhinagar News : રાજ્યના તમામ હેલીપૅડને સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવા સરકારનો આદેશ
calendar_today September 3, 2026

Gandhinagar News : રાજ્યના તમામ હેલીપૅડને સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવા સરકારનો આદેશ

રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ માનનીય વડાપ્રધાનઅને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત અને ચુસ્ત જાળવણી કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આપવામાં આવેલા આ નવા દિશા-નિર્દેશો મુજબ હવે રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે.જેથી તેની કાર્યક્ષમતાની સતત ચકાસણી કરી શકાય.નિરીક્ષણ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ખામી કે મરામતની જરૂરિયાત જણાશે તો તેને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપાઈતમામ હયાત હેલીપૅડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક એટલે કે ઑપરેશનલ કન્ડીશનમાં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે.આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અધિક્ષક ઈજનેરો પણ તેમના કાર્યક્ષેત્રના તમામ હેલીપૅડની સમયાંતરે સતત સમીક્ષા કરતા રહેશે.હેલીપૅડની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ આનુષંગિક સુવિધાઓની નિયમિત મરામત કરવામાં આવશે. રાજ્યના તમામ હેલીપૅડ સજ્જ અને સુરક્ષિત સ્થિતિમાં રહેશેઆ ઉપરાંત હેલીપૅડ અથવા તેની આસપાસ થતા કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો, બાંધકામ, સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા કે સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા બિન-વપરાશી વાહનો જેવા તમામ અવરોધોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.સરકારના આ પ્રશંસનીય પગલાથી રાજ્યના તમામ હેલીપૅડ હવે હંમેશા સજ્જ અને સુરક્ષિત સ્થિતિમાં રહેશે,જેના પરિણામે આપત્તિના સમયે રાહત કામગીરી અને મહાનુભાવોના પ્રવાસો વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનશે.આ પણ વાંચોઃ Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો

Read Full Story arrow_forward