android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Janmashtami 2026 : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પાઠવી જન્માષ્ટમીની શુભકામનાઓ
calendar_today September 4, 2026

Janmashtami 2026 : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પાઠવી જન્માષ્ટમીની શુભકામનાઓ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર દેશભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.અનેક મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આ શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણના નિઃસ્વાર્થ કાર્ય અને દિવ્ય સંદેશને યાદ કરીને સમગ્ર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતા માટે યોગ્ય માર્ગદર્શનઃ પીએમ મોદીપ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતાને હંમેશાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે આકાંક્ષા વ્યક્ત કરી કે ભગવાન કૃષ્ણની ભક્તિ અને ઉપાસનાનો આ શુભ દિવસ દરેક નાગરિકના જીવનમાં સકારાત્મક ઊર્જા, નવો ઉત્સાહ અને શક્તિનો સંચાર કરે.   દ્રોપદી મુર્મુએ પણ પાઠવી શુભકામનાઓઆ જ ક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનું જીવનચરિત્ર અને તેમના ઉપદેશો ભારતીય સંસ્કૃતિ અને દર્શનમાં નવી ઊર્જા પૂરે છે. તેમણે નાગરિકોને સત્ય, ન્યાય, કરુણા અને નિઃસ્વાર્થ કર્મના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી તેમજ એક સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.   વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામીબીજી બાજુ, જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે દેશભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દિલ્હી, મથુરા, વૃંદાવન અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કૈલાશ પૂર્વ અને દ્વારકા સેક્ટર 13 સ્થિત ઇસ્કોન મંદિરો તેમજ પ્રખ્યાત બિરલા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દિવ્ય ઉજવણી કરી હતી. મંગળા આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભારે આસ્થા સાથે પ્રાર્થના કરી હતી.આ પણ વાંચોઃ Nepal Flood: ગુમ થયેલા ભારતીયોની ઓળખ માટે ભારતમાં થશે DNA ટેસ્ટ, મૃત્યુઆંક વધીને 1,259 પર પહોંચ્યો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ડાકોરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગૂંજ્યો, શંખનાદ સાથે ભક્તો બન્યા ભક્તિમય
calendar_today September 4, 2026

Gujarat Latest News Live: ડાકોરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગૂંજ્યો, શંખનાદ સાથે ભક્તો બન્યા ભક્તિમય

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: AMCના 16 પ્લોટ અને 12 બસ ડેપોમાં પે એન્ડ પાર્ક શરૂ થશે
calendar_today September 4, 2026

Ahmedabad News: AMCના 16 પ્લોટ અને 12 બસ ડેપોમાં પે એન્ડ પાર્ક શરૂ થશે

અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સપ્ટેમ્બર-2021માં ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી મંજૂર કરાઈ હતી.મ્યુનિ.ની ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર-2021માં મંજૂરી અપાતા મ્યુનિ.દ્વારા પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો.કમનસીબે અમ્યુકોનું અણઘડ આયોજન કહો કે સમયસર નિર્ણય લેવામાં વિલંબ,આ પાર્કિંગ પોલિસીના અમલનું 'ટાંય ટાંય ફિશ' થઈ જતાં આખરે AMCના 16 પ્લોટ તેમજ એએમટીએસ અને બીઆરટીએસની 12 ખુલ્લી જગ્યાઓમાં 'પે એન્ડ પાર્ક' પદ્ધતિથી વાહનો પાર્ક કરાવવા માટે ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે. પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી માફી હોસ્પિટલ,મોલ સહિતનાં કોમર્શિયલ બિલ્ડિંગો પોતાના પાર્કિંગનો ઉપયોગ લોકો માટે કરવા સંમતિ આપે તો તેમને પાર્કિંગની જગ્યાના પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી માફી આપવાની જાહેરાત સામે માત્ર 35 જેટલા અરજદારોએ જ સંમતિ દર્શાવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.AMC દ્વારા જે સમયે ડ્રાફ્ટ પોલિસી મંજૂર કરાઈ એ સમયે નવું વાહન ખરીદતાં પહેલાં પાર્કિંગની જગ્યા હોવાનો પુરાવો રજૂ કરવો ફરજિયાત રાખવામાં આવ્યો હતો.જોકે, પછીથી સ્ટેન્ડિંગ કમિટીએ આ નિયમ રદ કર્યો હતો.આ ઉપરાંત ઝોનવાઇઝ પાર્કિંગ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કરાયો હતો. વાર્ષિક પાર્કિંગ પરમિટ આપવાની જોગવાઈરહેણાંક સોસાયટીઓની આસપાસના રસ્તાઓ,જાહેર માર્ગો અને પ્લોટમાં માસિક તેમજ વાર્ષિક પાર્કિંગ પરમિટ આપવાની જોગવાઈ કરાઈ હતી.રેવન્યુ શેરિંગ મોડેલ હેઠળ સિંધુભવન રોડ,રાજપથ-રંગોલી રોડ અને ઇસ્કોન-આંબલી રોડ ઉપર ‘પે એન્ડ પાર્ક’ના પાઇલટ પ્રોજેક્ટ એ સમયે શરૂ કરાયા હતા.5 વર્ષ પછી પણ વાહન પાર્કિંગની પરિસ્થિતિ સરળ બનવાના બદલે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે.અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં કોર્પોરેશનની ઝુંબેશની અસર જોવા મળતી નથી.અનેક બિલ્ડિંગોમાં મુલાકાતીને વાહનો બહાર રોડ પર જ પાર્ક કરવાની ફરજ પડાઈ રહી છે.આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Read Full Story arrow_forward