android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE  : PM મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ રાજ્ય સન્માન ઓલિય દરાજાલી દોસ્તલિકથી સન્માનિત કરાયા
calendar_today August 30, 2026

Gujarat Latest News LIVE : PM મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ રાજ્ય સન્માન ઓલિય દરાજાલી દોસ્તલિકથી સન્માનિત કરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ
calendar_today August 30, 2026

Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ

સામખીયાળી હાઇવે પર માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતીના આધારે સામખીયાળી પોલીસ ટીમે એક હોટલ પર સરપ્રાઇઝ રેડ (દરોડો) પાડી હતી. હોટલમાં તપાસ કરતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે હોટલની આડમાં ડ્રગ્સ ખરીદ-વેચાણનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો.સામખીયાળી હાઇવે પર હોટલમાં પોલીસનો દરોડોપોલીસે સ્થળ પરથી હોટલ ચલાવતા અને માદક પદાર્થોનું વેચાણ કરતા રાજસ્થાનના ઝાલોર અને બાડમેર જિલ્લાના વતની એવા ત્રણ શખ્સો - રાજેશ બિશ્નોઇ, રઘુ નાથારામ બિશ્નોઇ અને જગદીશ બિશ્નોઇની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. દરોડા દરમિયાન પોલીસે હોટલની તલાશી લેતાં 18 ગ્રામ બ્રાઉન એમ.ડી. ડ્રગ્સ, 25 ગ્રામ સફેદ એમ.ડી. ડ્રગ્સ અને 3.111 કિલોગ્રામ પોષડોડા પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે સંચાલકો પાસેથી રોકડ રકમ, દસ્તાવેજી પુરાવા અને 6 નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.50 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.હોટલની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશઆરોપીઓ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક તત્વોને નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા. ત્રણેય આરોપીઓ સામે સામખીયાળી પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો: Monsoon 2026 : રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય છતાં ભારે વરસાદની શક્યતા નહિવત

Read Full Story arrow_forward
Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ
calendar_today August 30, 2026

Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ

સુરત મહાનગરપાલિકા (SMC) ના નામે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાનો દિલધડક કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે બપોરે એક મહિલા રાજસ્થાનથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પોતાની નોકરીમાં જોડાવવા માટે પહોંચી હતી. મહિલા પાસે સુરત મનપામાં ‘વર્ગ-3’ ના કર્મચારી તરીકેનું નિમણૂક પત્ર હતું.સુરત મહાનગરપાલિકામાં નોકરીના નામે ઠગાઈઆ મહિલા જ્યારે રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પોતાનો ઓર્ડર લઈને પહોંચી ત્યારે ત્યાં ફરજ બજાવતા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ધવલ મોદી અને તેમની ટીમે લેટરની ચકાસણી હાથ ધરી હતી. મનપાના નિયમો મુજબ કોઈપણ નિમણૂક પત્ર પર ડેપ્યુટી કમિશનરની સહી અને સુરત મહાનગરપાલિકાનો સત્તાવાર સિક્કો હોય છે. પરંતુ આ મહિલા પાસે રહેલા નિમણૂક પત્રની તપાસ કરતાં તેમાં સુરત કલેક્ટર, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મનપા કમિશનરના સિક્કા અને સહીઓ કરવામાં આવી હતી. આ અસામાન્ય સહી-સિક્કા જોઈને જ અધિકારીઓને ખ્યાલ આવી ગયો હતો કે આ પત્ર તદ્દન બોગસ અને નકલી છે.કલેક્ટર અને ગૃહ મંત્રીની ખોટી સહીઓ મળીપ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહિલા મૂળ રાજસ્થાનની છે અને તેને આ બોગસ નિમણૂક પત્ર મહારાષ્ટ્રથી ટપાલ (પોસ્ટ) દ્વારા મોકલવામાં આવ્યો હતો. કયા સરનામેથી અને કોના દ્વારા આ પોસ્ટ મોકલવામાં આવી હતી તેની તમામ વિગતો મનપા તંત્રે એકત્ર કરી લીધી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી ટૂંક સમયમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવશે.આ પણ વાંચો: Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ

Read Full Story arrow_forward