android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: આજે રાજ્યમાં જન્માષ્ટમીના પર્વ પર મેઘરાજા ભીંજવશે, હળવા વરસાદની શક્યતાઓ
calendar_today September 4, 2026

Gujarat Latest News Live: આજે રાજ્યમાં જન્માષ્ટમીના પર્વ પર મેઘરાજા ભીંજવશે, હળવા વરસાદની શક્યતાઓ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: વેપારીઓને સાત જ દિવસમાં GST રિફંડ મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે
calendar_today September 4, 2026

Ahmedabad News: વેપારીઓને સાત જ દિવસમાં GST રિફંડ મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે

GST રીફંડ મેળવવા માટે વેપારીઓએ સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.તેના કારણે વેપારીઓની મુડી પણ રોકાઇ જતી હોવાના લીધે વેપારનો વ્યાપ વધારવામાં પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો.તેના નિરાકરણ માટે આગામી દિવસોમાં વેપારીઓને GST રીફંડ સાત જ દિવસમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.જેથી વેપારીઓએ રીફંડ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી છુટકારો થવાનો છે.કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત પર વિચારણાઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડમાં થતા વિલંબના કારણે વેપારીઓની વર્કિંગ કેપિટલ લાંબા સમય સુધી બ્લોક થઈ જવાની સમસ્યા કાયમી ઉકેલ લાવવા માટે સરકાર કવાયત કરી રહી છે.12 સપ્ટેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં 90 ટકા આઈટીસી રિફંડને સંપૂર્ણપણે સિસ્ટમ આધારિત અને રિસ્ક બેઝડ હેઠળ લાવવા માટે જીએસટી કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત પર વિચારણા થવાની શક્યતા છે.હાલમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ માટે ટેક્સ અધિકારી ચકાસણી કરે છે કે કરદાતા લો-રિસ્ક કેટેગરીમાં છે કે નહીં.નવી વ્યવસ્થા હેઠળ અધિકારીના બદલે સિસ્ટમ પોતે ડેટા અને રિસ્ક સ્કોરના આધારે આપોઆપ નિર્ણય લેશે. માત્ર સાત દિવસમાં પ્રોસેસ થઈને રિલીઝ થઈ જશેઓછા જોખમ ધરાવતા દાવાઓ માત્ર સાત દિવસમાં પ્રોસેસ થઈને રિલીઝ થઈ જશે.જયારે બાકીના 10 ટકા સામાન્ય ચકાસણી બાદ છૂટા કરાશે.સરકારનો ઉદેશય આવકવેરા રિફંડની જેમ જીએસટી રિફંડમાં પણ પારદર્શિતા અને ઝડપ લાવવાનો છે.જેથી કરદાતાઓને ખાતરી રહે કે વધારાનો ટેક્સ ઝડપથી પરત મળશે.આ વ્યવસ્થા સમગ્ર સિસ્ટમમાં કાયમી ધોરણે લાગુ કરવાની હોવાથી જીએસટી એક્ટમાં સુધારો કરવો જરૂરી બનશે.જેને જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં મંજૂરી અપાય તેવી પ્રબળ સંભાવના છે.લેખિતમાં ફરિયાદ પણ કેન્દ્રના નાણાંમંત્રીને કરાઈ90 ટકા કિસ્સામાં સિસ્ટમ આધારીત રીફંડ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવવાના કારણે હાલમાં વેપારીઓએ નિયમોનુસાર રીફંડ લેવા માટે પણ અધિકારીઓને ટકાવારી ચુકવવી પડતી હતી.તે અંગેની લેખિતમાં ફરિયાદ પણ કેન્દ્રના નાણાંમંત્રીને કરવામાં આવી હતી.આ ઉપરાંત રીફંડ વેપારીઓને ચુકવવાનો નિયમ 60 દિવસનો છે.તે દિવસોમાં પણ ઘટાડો થવાનો સીધો ફાયદો વેપારીઓને આગામી દિવસોમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.આ કારણોસર નાના વેપારીઓને ઝડપથી રીફંડ મળવાની છેલ્લા કેટલાય સમયથી ચાલી આવતી સમસ્યાનું હવે નિરાકરણ આવે તેવી આશા હાલ તો સેવવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Ahmedabad : માણેકચોકમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, ધાબા પર 3 ગેસ સિલિન્ડર મળતાં મોટો સવાલ

Read Full Story arrow_forward
Bagodara: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ બગોદરા પોલીસનો દારૂની હેરાફેરી સામે સપાટો
calendar_today September 3, 2026

Bagodara: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ બગોદરા પોલીસનો દારૂની હેરાફેરી સામે સપાટો

બગોદરા ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોતની ઘટનાની પૃષ્ઠભૂમિમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યની બગોદરા પોલીસે બગોદરા ટોલટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 625 બોટલ સહિત કુલ રૂ.11.76 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ ટોલટેક્સ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે અશોક લેલન કંપનીની ટ્રાવેલ્સ બસ નં. GJ-03-AZ-0365ની તપાસ કરતાં દારૂની 625 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, બસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.11,76,875નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચંદેશ કેલસિંહ ભરુડિયાની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરી આપનાર તથા મંગાવનાર સહિતના અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward