Mandal: એંદલા નજીક યુવકે લીમડાના ઝાડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના એંદલા ગામથી નજીક સીમ વિસ્તારમાં 20 વર્ષીય પરપ્રાંતિય યુવકે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બુધવારના રોજ બપોરે 11.30 વાગ્યા પછી માંડલ પોલીસ મથકને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને કાર્યવાહી હાથ ધરી હતી. માંડલ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર તા.2 ઓગસ્ટના રોજ બપોરે 11.35 વાગ્યા પહેલાં કોઈપણ સમયે એંદલા નજીક આવેલ સીમ વિસ્તારની અંદર એક યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ તપાસમાં યુવકની ઓળખ થતાં રીતેશભાઈ રમેશભાઈ મૌર્ય (ઉ.વ.20) રહે. મુદિયારી રાજે સુલતાનપુરા ગામ, સાબીતપુરા મદ્રાસા ચોક-ચાક ભડાયાં, જિ.આંબેડકરનગર, ઉત્તરપ્રદેશનો અને હાલમાં માંડલનો રહેવાસી હોવાનું જણાઈ આવ્યું હતું. યુવકે કોઈ અગમ્યકારણોસર જીવન ટૂંકાવ્યું આ ઘટનાની કાર્યવાહી માંડલ પોલીસે હાથ ધરી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ પરિવારજનોને બોલાવી લાશ સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward