android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાતના હવામાનમાં આવશે પલટો? 4 દિવસ બાદ તાપમાન ગગડવાની આગાહી
calendar_today October 25, 2026

Gujarat Latest News Live: ગુજરાતના હવામાનમાં આવશે પલટો? 4 દિવસ બાદ તાપમાન ગગડવાની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Dwarka News: શરદપૂર્ણિમા પર્વે દ્વારકાધીશના દર્શનાર્થે કૃષ્ણભક્તોનું ઘોડાપૂર!
calendar_today October 25, 2026

Dwarka News: શરદપૂર્ણિમા પર્વે દ્વારકાધીશના દર્શનાર્થે કૃષ્ણભક્તોનું ઘોડાપૂર!

શરદપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કૃષ્ણભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના અલૌકિક દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર પર દર્શનાર્થીઓની ભારે ભીડ એકત્ર થઈ હતી, જેનાથી સમગ્ર પરિસરમાં દિવ્ય માહોલ સર્જાયો હતો. તહેવારના આ પવિત્ર દિવસે દર્શન કરવા માટે ભાવિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેણે સમગ્ર વાતાવરણને વધુ પ્રભાવિત કર્યું હતું.પવિત્ર ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવીગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ચરણે શીશ નમાવવા પહોંચ્યા હતા. ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વિશેષ અવસરે સમગ્ર દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી અને ચારેય તરફ ઉત્સવ જેવું દ્રશ્ય સર્જાયું હતું. યાત્રિકોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજતું વાતાવરણ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ગુંજતા 'જય દ્વારકાધીશ'ના નાદથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. દર્શન માટે ઉમટેલા ભક્તોના ભારે ઉત્સાહને કારણે યાત્રાધામની રોનક વધી ગઈ હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના ચરણોમાં શીશ નમાવીને પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. આ આધ્યાત્મિક અનુભૂતિએ દરેક ભક્તના હૃદયમાં એક અદ્ભુત આનંદ અને શાંતિની લાગણી પ્રગટ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે શેકાતો તાપ!
calendar_today October 25, 2026

Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે શેકાતો તાપ!

ગુજરાતમાં હાલ ઋતુસંધિનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર ઋતુની અસર વર્તાશે. લોકોને સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો થશે.હાલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી રહેશેહાલની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે. વાતાવરણમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. આ પવનોના કારણે વહેલી સવારે વાતાવરણમાં ભેજ અને સામાન્ય ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જોકે, બપોરના સમયે તાપમાન ઊંચું રહેતાં બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાત મુક્તદરમિયાન, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાનની નવી સિસ્ટમને લઈને ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ બંગાળની ખાડીની સિસ્ટમની ગુજરાત પર કોઈ સીધી કે વિપરીત અસર જોવા મળશે નહીં. પરિણામે રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને ધીમે ધીમે શિયાળાનું આગમન સુચારુ રીતે આગળ વધશે.આ પણ વાંચો : Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!

Read Full Story arrow_forward