android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: બે કેબિનેટ મંત્રીના નિવાસ્થાને અતિ ઝેરી સર્પ નિકળ્યા
calendar_today September 4, 2026

Gandhinagar: બે કેબિનેટ મંત્રીના નિવાસ્થાને અતિ ઝેરી સર્પ નિકળ્યા

ગાંધીનગરમાં મંત્રી નિવાસ્થાને છેલ્લા એક સપ્તાહમાં બે મંત્રીના ઘરે અત્યંત ઝેરી સાપ નિકળ્યા હતા. જોકે, આ સાપ કોઇને હાની પહોંચાડે તે પુર્વે રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા. બંને મંત્રીઓના ઘરે ઝેરી સર્પો નિકળ્યા હતા. તેમાંપણ વનમંત્રી અર્જુન મોઢવડિયાને ત્યાં નાગ પાંચમના દિવસે નાગ નીકળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મિડીયા પર પણ જોવા મળ્યો હતો.જે બે મંત્રીના નિવાસ્થાને સાપ નિકળ્યા હતા તેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તથા ફોરેસ્ટ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના સરકારી નિવાસ્થાનનો સમાવેશ થાય છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના મંત્રી નિવાસ્થાને આવેલા બંગલા નંબર-5 ખાતે સાપ હોવાની જાણ થતા સર્પપ્રેમી અમિત ગોંડ સ્થળ પર દોડી ગયા હતા. અહિ એક સાપ જોવા મળ્યો હતો. જે પ્રાથમિક તપાસમાં કાળોતરો ( કોમન ક્રેટ) હોવાનું જણાયુ હતું. આ સાપને રેસ્ક્યુ કરીને બંગલાથી દુર જંગલ વિસ્તારમાં સહિસલામત છોડી દેવામાં આવ્યો હતો. જોકે, આ સમયે મંત્રી નિવાસ્થાને હાજર નહતા. જ્યારે અન્ય એક બનાવ નાગપંચમીના દિવસે બન્યો હતો. આ દિવસે મંત્રી નિવાસ્થાને આવેલા ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ મંત્રી અર્જુન મોઢવાડિયાને સાપના દર્શન થયા હતા. આથી તેઓએ સાપનો ફોટો વિડિયો ઉતારી પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આજે નાગપંચમીના પાવન અવસરે ગાંધીનગર સ્થિત નિવાસ્થાને નાગ દેવતાના દર્શન થયાનું લખાણ સાથે વિડિયો અપલોડ કર્યો હતો. આ અંગેનો કોલ મળતા જ સર્પપ્રેમી બાદર પરમાર સ્થળ પર દોડી ગયા હતા અને સાપને રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ સાપ કોબ્રા હોવાનું જણાયુ હતું. ઉલ્લેખનીય છેકે,બંને મિત્રીઓના નિવાસ્થાને જે પ્રજાતિના સાપ નિકળ્યા હતા તે અત્યંત ઝેરી કેટેગરીમાં આવે છે. તેનો એક ડંખ પણ માણસનો જીવ લેવા માટે પુરતો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam: યુવાને અચાનક ટ્રક નીચે પડતુ મૂક્યુ : તોતિંગ વ્હીલ માથા પર ફરી વળ્યા
calendar_today September 4, 2026

Dahegam: યુવાને અચાનક ટ્રક નીચે પડતુ મૂક્યુ : તોતિંગ વ્હીલ માથા પર ફરી વળ્યા

દહેગામથી અમદાવાદ તરફ જતા હાઇવે પર ભર બજારમાં એક યુવકે વહેલી સવારે લોડીંગ ટ્રક નીચે પડતુ મુક્યુ હતુ. ટ્રકના પૈડાં ફરી વળતા યુવકનુ માથુ છુંદાઇ જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જાહેર માર્ગ પર બનેલી ઘટનાથી નજરે જોનારા લોકોના કાળજા કંપી ગયા હતા. સવારે રોડ પર ચાલતો જઇ રહેલ એક યુવક અચાનક જ રોડ પરથી પસાર થઇ રહેલી એક કંટેનર ટ્રકના પાછળના પૈડાં નીચે કુદી પડીને આપઘાત કરી લીધો હતો. આ મામલે દહેગામ પોલીસે લાશનો કબજો લઇને ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે પરતું યુવકની ઓળખ હજી સુધી થઇ શકી નથી. જાહેર રોડ પર ટ્રક નીચે કુદીને આપઘાત કરનાર યુવકની ઘટનાને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. યુવકે કેમ આપઘાત કર્યો તેમજ ટ્રકના નીચે જ કુદી પડીને આ કમકમાટીભર્યુ મોત કેમ સ્વીકાર્યુ ? સહીતના અનેક સવાલો ખડા થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા હડકંપ મચ્યો છે. સિસિટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યુ હતુ કે સવારના અરસામાં એક યુવક હાઇવે પર ચાલતો જઇ રહ્યો છે. શરુ આતમાં સામાન્ય લાગતો યુવક પાછળ આવી રહેલા એક પીળા રંગના ડંપરને નીહાળે છે, ત્યારબાદ ડમ્પરની પાછળ આવી રહેલા અન્ય એક લોડીંગ કન્ટેઈનર તેની પાસેથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તે યુવક અચાનક જ ટ્રકના પાછળના ભાગે આપઘાત કરવાના મક્કમ ઈરાદા સાથે કૂદી પડે છે.ક્ષણવારમાં જ ટ્રકના તોતિંગ વ્હીલ યુવકના માથા પર ફરી વળ્યા હતા અને યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. ટ્રક ચાલક પણ રવાના થઇ ગયો હોવાની વિગતો છે. આ ઘટનાએ શહેરીજનોને ધ્રુજાવી દીધા હતા. આ મામલે દહેગામ ટાઉન બીટ જમાદાર જીનલકુમારે જણાવ્યુ કે મૃતકની ઓળખ થઇ શકી નથી જેથી તપાસ ચાલુ છે. લાશને પીએમ કરાવી કોલ્ડરુમમાં રાખવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યપાલનું ચંદ્રાલા ગામમાં રોકાણ : ઝાડુ લઈ સફાઇ કરી
calendar_today September 4, 2026

Gandhinagar: રાજ્યપાલનું ચંદ્રાલા ગામમાં રોકાણ : ઝાડુ લઈ સફાઇ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આ બે દિવસો દરમિયાન તેઓએ ખુદ ઝાડુ પકડીને ગામની સફાઇ કરી ગંદકી દુર કરી હતી. સાથેસાથે સામુહિક વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓ ગ્રામજનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. તેઓએ આ પ્રસંગે દેશીગાયનું દુધ દોહીને પોતે પ્રથમ ખેડૂત અને પશુપાલક હોવાની યાદ તાજી કરી હતી.ચંદ્રાલાના ગ્રામજનો સાથે તેઓ જ્યોતિ વિદ્યા મંદિરના પરિસરમાં જઇને સામુહિક વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ આયુર્વેદિક, ફળાઉ અને ઘટાદાર પ્રકારના 23 પ્રજાતિના 500 રોપાઓનું વાવેતર કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ ગ્રામજનોને વૃક્ષની મહત્તા સમજાવી હતી. તેઓએ વાવેતર કરાયેલા રોપાઓ સુકાઇ ન જાય તે માટે ગ્રામજનોને માત્ર ત્રણ વર્ષ રોપાઓનું પ્રમાણિકતાથી જતન કરવા હાંકલ કરી હતી. તેઓએ લોકોને પોતાના બાળકોના જન્મદિવસે અને મેરેજ અનિવર્સરી પ્રસંગે ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવવા પણ આહવાન કર્યુ હતું.વૃક્ષારોપણ બાદ તેઓએ ગ્રામજનો સાથે ઝાડુ લઇને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગામની ગંદકી સાફ કરી હતી. એક નવતર પ્રયોગના ભાગરૂપે સખી મંડળની બહેનોએ બનાવેલી ઓર્ગેનિક પ્રોડક્ટથી રાજ્યપાલનું બહુમાન કરાયુ હતું. તેઓએ બીજા દિવસે ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રી રોકાણ કર્યુ હતું. તથા છાલાના અનુસુચિત જાતિ પરિવારના ઘરે સવારે નાસતો કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward