Mahesana: શીતળા સાતમ : મહેસાણા શહેરના તોરણવાળી માતાનો ચોક મહિલાઓનાં ટોળાંથી ઉભરાયો
સમગ્ર વર્ષ દરમ્યાન માત્ર એક જ દિવસ એવો હોય છે કે ગૃહિણીઓને રસોઈની ઝંઝટમાંથી મુકિત મળે છે. શીતળા સાતમે તેઓ આ જવાબદારીથી મુકત થાય છે. કારણ કે આ દિવસે ઠંડું ખાવાની પરંપરા હોવાના કારણે રાંધણ છઠ્ઠના દિવસે તેમણે રસોઈ બનાવવાની બમણી જવાબદારીનું વહન કર્યું હતું. રસોઈની કામગીરીથી મુકત ગૃહિણીઓને ગ્રાહક તરીકે આકર્ષિત કરવા કપડાંના વેપારીઓએ સેલનાં આયોજન કર્યાં હતાં અને તેમને તડાકો પણ પડયો હતો. મહેસાણા શહેરના તોરણવાળી માતાના ચોકથી રંજનના ઢાળ સુધી ખરીદી માટે મહિલાઓનો ભારે મહેરામણ ઉમટી પડયો હતો.ભર બપોરે 32 ડિગ્રી સેન્ટિગ્રેડની ગરમીમાં મહેસાણા શહેરનાં બજાર મહિલાઓથી ખીચોખીચ ભરાયાં હતાં. ખરીદી માટે ઉમટી પડેલ મહિલાઓનાં ટોળાંને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ અચરજ પામ્યા હતા. ઘણી મહિલાઓ ટેલિવિઝન સેટ સામે બેસી નવરાશનો દિવસ પસાર કર્યો હતો. તો કેટલીક ગૃહિણીઓ બાળકો સાથે નજીકના પર્યટન સ્થળઓ કે થિયેટરોમાં જઈ પસાર કર્યો હતો. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીર મહિલાઓને મળેલી એક દિવસીય રજાની પ્રતિતી કરાવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward