android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વિજલપોરનો મુખ્ય માર્ગ 30 ઓક્ટો. સુધી બંધ રહેતા લોકોને મુશ્કેલી પડવાની સંભાવના
calendar_today September 3, 2026

વિજલપોરનો મુખ્ય માર્ગ 30 ઓક્ટો. સુધી બંધ રહેતા લોકોને મુશ્કેલી પડવાની સંભાવના

નવસારીના વિજલપોર પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજની અધૂરી અને મહત્ત્વપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વિજલપોર રેલવે ફાટક તથા આસપાસનો મુખ્ય માર્ગ આગામી 30મી ઓક્ટોબર સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેરના વિજલપોર રેલવે ઓવરબ્રિજના એપ્રોચ સર્વિસ રોડ તેમજ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સ્લેબ કાસ્ટિંગની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ હેવી કન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તેમજ સામાન્ય જનતા અને વાહનચાલકોની સલામતી સર્વોપરી રહે તે હેતુસર આ કડક પગલું ભરવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે જ રેલવે ફાટક પણ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે.નવસારી શહેરના પૂર્વ - પશ્ચિમ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ બંધ થવાના કારણે રોજબરોજ અપડાઉન કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. વાહનચાલકો ટ્રાફ્કિજામમાં ફ્સાયા વગર સરળતાથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે ઘેલખડીથી રાધે પાર્ક તરફ્ના ડાયવર્ઝન રોડનો ઉપયોગ કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે.વિજલપોર ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લાંબા સમયથી વિલંબ અને અનેક પ્રકારની અડચણોનો સામનો કરી રહ્યો છે. વારંવાર માર્ગો બંધ થવાને કારણે સ્થાનિક વેપારીઓનો ધંધાકીય વ્યાપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. જોકે, આગામી 30 ઓક્ટોબર સુધી નિર્ધારિત આ કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારના લાંબો સમયથી ચાલી રહેલા ટ્રાફ્કિ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે તેવી નાગરિકો આશા રાખી રહ્યા છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અસુવિધાથી બચવા માટે નિર્ધારિત સમયપત્રક મુજબ ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવા અને સહકાર આપવા અનુરોધ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નવસારીની એ.બી. સ્કૂલ 'નંદ મહોત્સવ'માં વૃંદાવન ધામ બની
calendar_today September 3, 2026

નવસારીની એ.બી. સ્કૂલ 'નંદ મહોત્સવ'માં વૃંદાવન ધામ બની

નવસારી : નવસારીના પરતાપોર સ્થિત એ.બી. સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા ગુરુવારે કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે 'નંદ મહોત્સવ'ની અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનના પગલે શાળાનો હોલ વૃંદાવન ધામમાં ફ્ેરવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાંઓએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો અને બાળલીલાઓ પર આધારિત અદ્ભૂત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. વિશેષરૂપે 'કાલિયા નાગ દમણ' તેમજ બાળ-કૃષ્ણની નટખટ લીલાઓનું સુંદર મંચન કરાયું હતું. આ ઉપરાંત, કિશોર અને કિશોરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ ભવ્ય મહારાસ તેમજ શ્રીકૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામાના ભાવુક મિલન પર આધારિત પ્રેરણાદાયી નાટયકૃતિએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતાં. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં 'મટકીફોડ' કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બીલીમોરાની જે. જે. મહેતા હાઈસ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી
calendar_today September 3, 2026

બીલીમોરાની જે. જે. મહેતા હાઈસ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી

બીલીમોરા : બીલીમોરાની જે.જે. મહેતા હાઇસ્કૂલમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં નાના નાના ભૂલકાંઓએ વાતાવરણ ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું. શાળાના પ્રમુખ ડો. સૂર્યકાંત પટેલ અને મંત્રી નીનાબેન મહેતાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. નાના બાળકો રાધા અને કૃષ્ણના, ગોવાળ અને ગોપીઓના સુસજ્જ પોષાક પહેરીને આવ્યા હતા. શાળાના મેદાનમાં બાળકોએ નંદ ઘેર આનંદ ભયો જય કનહૈયા લાલ કી નારા સાથે ઉત્સાહભેર મટકી ફોડી હતી. કાર્યક્રમના અંતે બધા બાળકોને પ્રસાદી આપવામાં આવી હતી. આચાર્યા મયૂરીબેન રાઠોડ અને સમગ્ર શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward